________________
૧૯૧૧]
કેન્ફરન્સની આધુનિક સ્થિતિનું દિગ્દર્શન.
કરવામાં આવતી પ્રશંસા-બંધાયેલી આબરૂ જાળવી રાખવા માટે તે ગુણ અવસ્ય ગ્રહણ કરવાની જ.
પિતાના સ્વાર્થને, કીમતી વખતનો થોડે યા ઘણે અંશે ભોગ આપી ધર્માદા ફંડના વહિવટ કરનારાઓ સામે કોમના ધનાઢય આગેવાને સામે કરવામાં આવતાં નીરર્થક અંગિત હુમલાઓ બંધ કરવા જોઇએ. તેઓ કદાચ પિતાની ફરજ કેળવાયેલ વર્ગના વિચારો મુજબ પુરેપુરી યોગ્ય રીતે સંતોષકારક રીતે બજાવતાં ન હોય છતાં પણ વ્યવ
સ્થા પુર્વક કામ થઈ શકે તેને માટે ઉપાયો સુચવ્યા સિવાય અગર તેમના કરતાં વધારે સારૂં ઉત્સાહથી કામ કરનારાઓ બહાર પાડ્યા વગર તેમના સામે આક્ષેપ મુકી તેમને
માહ ભંગ કરી દેવામાં આવે તે યોગ્ય નથી. કહેવા કરતાં કરી બતાવવાની જરૂર છે. ધાર્મિક ફંડની દુર્વ્યવસ્થા થવા દેવી અગર ચલાવી લેવી એમ કહેવાનો અગર પ્રતિ પાદન કરવાનો અને બોલકુલ આશય નથી પરંતુ તેની સુધારણા માટે શાન્તિથી ધીમે ધીમે સમજાવટથી કામ લેવાની જરૂર છે. વખતને અનુસરી યુકિત પ્રયુકિતથી કાર્ય કરી લેવાની પદ્ધતિ આવશ્યક છે.
અમુક વિષયની ચર્ચાને અંગે બે મત પડે તે આવકારને પાત્ર છે, તેથી ખરી હકીકત છણાટી બહાર આવે છે, અજવાળામાં આવે છે, પરંતુ તે ચર્ચા એવું સ્વરૂપ ધારણ કરે કે જેથી સામસામા પક્ષવાળાઓ દરેક વિષયમાં ન્યાય દ્રષ્ટિથી લાભાલાભની તુલના કર્યા સિવાય કદાગ્રહથી પોતાનો કકા ખરે મનાવવાનો પ્રયત્ન કરતા રહે અને તેને માટે
અનેક કપટ જાળની યોજના કરે, વધારે મતોથી કબુલ રાખવામાં આવેલ કાર્યક્રમને પિતાને મત તેથી વિરૂદ્ધ હોવાના કારણ માત્રથી ધિક્કારની નજરથીજ જુએ તે બીલકુલ પસંદ કરવા યોગ્ય નથી. - કોન્ફરન્સમાં ભાગ લેનાર દરેક પુરુષે કેન્ફરન્સની પ્રતિષ્ઠામાં વધારે થાય, તેનો માનમરતબો જળવાય તેને માટે યોગ્ય પ્રયાસ કરવાની જરૂર છે. કોન્ફરન્સની હીલચાલમાં જોડાનાર પુરૂષ પ્રસંગે તેની વિરૂદ્ધ ટીકા કરનારાઓ સાથે મળી જાય તે પિતાના પગ ઉપરજ કુહાડે મારવા જેવું સમજવું જોઇએ.
આજ સુધીની કોન્ફરન્સની બેઠક વખતે નિમાયેલા પ્રેસીડેન્ટ, રીસેશન કમીટીના ચેરમેને વાઈસ મેને, ચીફ સેક્રેટરીઓ, જનરલ સેક્રેટરીઓ તેમજ મેટા મોટા અન્ય હેદ્દેદારોની ખાસ ફરજ છે કે તેઓએ કોન્ફરન્સની દરેક મીટીંગ વખતે હાજરી આપી આગેવાની, ભર્યો ભાગ લેવો જોઈએ; તેઓને સ્વધર્મિ બંધુઓ તરફથી જે અસાધારણ ઉત્તમ પ્રતિનું માન આપવામાં આવે છે તેને તેઓએ કોન્ફરન્સના કાર્યને આગળ વધારી સંપૂર્ણ રીતે બદલે વાળી આપવો જોઈએ. આખી જીંદગી દરમીયાન એક વખત પણ પ્રેસીડેન્ટને જે માન આપવામાં આવે છે તેવું માન મેળવવાને ગણ્યા ગાંઠયા પુરૂષો જ ભાગ્યશાળી થઈ શકે છે. કેન્ફરન્સના પ્રેસીડેન્ટ તરીકે ધનાઢયોને પસંદ કરવામાં આવે છે તેની સાથે એગ્ય વિદ્વાને તરફ પણ નજર કરવાની જરૂર છે.