________________
૨૦૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[જુલાઈ
જૈન (વેતામ્બર) કોન્ફરન્સની આધુનિક સ્થિતિનું
દિગદર્શન અને તે સુધારવાના ઉપાયે. (લેખક–રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોની બી. એ એલ એલ બી.)
(ગતાંક પૃ. ૧૭૦ થી ચાલુ) આ પ્રસંગે મારે નમ્ર ભાવે જણાવવું જોઈએ કે નીચેની સુચનાઓ સામન્ય પણે બહાર મુકવામાં કોઇપણ વ્યકિતની ખુશામત કરવાનો મારો ઇરાદો નથી પરંતુ માત્ર કોન્ફરન્સની હિલચાલ સર્વત્ર લોકપ્રિય થઈ પડે, બાધાકારક પ્રતિકુળ સયોગો ઉદ્ભુત થવા પામે નહિ; અગર ઉભુત થતાં તેને દૂર રાખી શકાય અથવા તેની અસર નિર્મળ કરી શકાય: કોન્ફરન્સની અને ખાસ કરીને સબજેકસ કમીટીની બેઠક સુલેહ શાનિતથી નિધિને પિતાનું નિયમિત કાર્ય કરી શકે, લાયક પ્રમુખ મેળવવામાં નડતી મુશીબત દૂર થાય અને ખરાબે ચઢી ગયેલું કોન્ફરન્સનું નાવ સલામતીને રસ્તે ચઢે તેને માટે પ્રયાસ કરવાને છે.
આપણું પુજ્ય મુનિવરો સામે અંગિત કપથી કરવામાં આવતા નિંદાયુકત લખાણો અગર ભાષણો યેનકેન પ્રકારેણ બંધ કરવા જોઈએ. શાશનની હીલના થવા પ્રસંગ આવે નહિ તેવી રીતે સાધુ વર્ગમાં કંઈક અંશે પ્રવેશ પામેલ આચારની શિથિલતાને અંગે સામાન્ય રીતે સુધારાના ઉપાયો સુચવવા સાથે વિવેચન કરવામાં આવે તે સામે વાં લેવાનું કંઈ કારણ જણાતું નથી (પરમ સ્વાતંત્ર્યના ચોમેર ઉછલતા મજાની લહેરને આસ્વાદ લેતા, યોગ્ય રીતે કામકતા સુધારકો ઉપર વ્યાજબી રીતે અંકુશ મુકી શકાય નહિ અને તેમ કરવા જતાં બમણે પ્રત્યાઘાત થવાનો સંભવ છે એ હકીકત લક્ષ્ય બહાર નથી, પરંતુ છતા ગુણોને છુપાવી રાખી અછતા દુર્ગુણો માટે નિંદા કરવામાં આવે અગર કોઈક શિથિલાચારવાલા સાધુના વર્તન ઉપરથી આખા સમુદાયને વિનાકારણ વગેવવામાં આવે, આ પંચમકાળની દુખદ સ્થિતિને, ભોગવવી પડતી હાડમારીને સંપૂર્ણ વિચાર ર્યા સિવાય દેશક ળ અનુસાર શુદ્ધ વર્તન રાખનાર સાધુજનો-મુનિરાજે તરફ એ પૂજ્ય ભાવ પ્રકટ કરવામાં આવે તે કેવલ લેખકને અને અંધ શ્રદ્ધાથી ઉત્કટ સુધારાના આવેશમાં તેના વિચારોને અનુસરનારને દુર્ગતિમાં લઈ જનાર છે અને શાસનની અવનતિ આણનાર છે તેથી તેના ઉપર અંકુશ મુકવાની જરૂર છે.
અમુક વ્યકિતને સુધારવા માટે અંગ્લાંડના પ્રસીદ્ધ તત્ત્વવેત્તા લોડબેકને સુચવેલ માગ અત્રે જણાવવાની જરૂર જણાય છે. તેના અભિપ્રાય મુજબ અમુક વ્યકિતમાં અમુક ગુણ પ્રગટ કરવા-ઉત્પન્ન કરવા માટે તેની તે ગુણના અભાવ માટે નિંદા કરવાને બદલે તેનામાં તે ગુણ છે તેવા પ્રકારની પ્રશંસા કરવાથી તે વ્યકિત, વખત જતાં પિતાની