________________
૨૦૨]
જૈન કોન્ફરન્સ હેરડ.
[જુલાઈ
હોય તો પ્રથમ થોડે થોડે પુષ્પ શો, સ્ત્રી ભેગ, વિગેરે તજતો જા, તેમ કરવાથી વ્રત પાળવાનો અભ્યાસ થશે. આ પ્રમાણે માતાની આજ્ઞા સાંભળી શાલિભદ્ર હમેશાં એક સ્ત્રી સહિત એકેક પુખ શય્યા તજવા માંડી.
તે નગરમાં શોભનિક ધન્ય નામે શાલિભદ્રની નાની બહેનનો સ્વામી રહેતો હતો એક વખતે શાલિભદ્રની બહેન અપાત કરતી પિતાના પતીને સ્નાન કરાવતી હતી. ધન્ય પુછયું તે સ્ત્રી કેમ રૂદન કરે છે? તે ગદ્ગદ્ સ્વરે બોલી – નાથ? મારા ભાઈ શાલિભદ્ર વ્રત લેવાની ઈચ્છાથી દિવસે દિવસે અકેક શય્યા સાથે અનેક સ્ત્રી છોડે છે, તેથી મને દુઃખ લાગે છે, માટે હું રૂદન કરૂં છું.” તે સાંભળી ધન્ય કહ્યું “તારા ભાઈ સત્વહીન અને શીયાળની જેમ ભીરૂ જણાય છે કે જેથી એક સાથે સવને છોડી શકતો નથી.
તેણીએ કહ્યું–‘સ્વામીનાથ? વૈભવ છોડી વ્રત લેવું જે સહેલું હોય તે તમે કેમ લેતા નથી, આ પ્રમાણે ધન્યને તેની બીજી સ્ત્રીઓએ પણ હાસ્યમાં કહયું; એટલે ધન્ય બેલ્યો--મારા પુન્યથીજ તમે અનુમતી આપી છે, તેથી હું હવે સત્વર વ્રત ગ્રહણ કરીશ, તે સાંભળી સ્ત્રીઓ બોલી- હે નાથ? અમે તે હાસ્યમાં કહેલું છે તેથી રીસ ન કરો.” ધન્ય બોલ્યો-“સ્ત્રીધન વિગેર સર્વ પદાર્થ અનિત્ય છે. તેથી તેને છોડી દઈને દીક્ષાને આશ્રય કરીશ.” સ્ત્રીઓએ કહયું–સ્વામી ? ત્યારે અમે દીક્ષા લઈશું.' ધન્ય તેમનું વચન અંગીકાર કર્યું
તે સમયે શ્રીધર પ્રભુ વૈભારગિરિ ઉપર સમોસર્યા એ ખબર જાણી ધન્ય પિતાની સ્ત્રીઓ સહિત જગતગુરૂની પાસે ગયો અને સ્ત્રીઓ સહિત દીક્ષા લીધી. આ વૃતાંત સાંભળી શાલિભદ્ર પણ વીર પરમાતમાના ચરણમાં આવ્યો; અને સંસારના ભયથી તેમની પાસે દીક્ષા લીધી.
ધન્ય અને શાલિભદ્ર ગીતાર્થ મુનિ પાસે અભ્યાસ કરી બહુશ્રત થયા અને એક બે, ત્રણ અને ચાર ચાર માસના ઉપવાસ સતત કરવાથી તે બંનેના શરીર માંસ તથા રૂધિર રહિત થઈ ગયા. એકદા ત્રણ જગતમાં સૂર્ય સમાન શ્રીવીર પ્રભુની સાથે વિહાર કરતા તે બંને મુનિ રાજગ્રહ નગરે આવ્યા. માસક્ષમણને પારણે ભિક્ષા માટે જવા તેમને પ્રભુની આજ્ઞા માગી. એટલે પ્રભુએ કહયું-“આજે તમારૂ પારણું શાલિભદ્રની માતાના હાથે થશે.” “હું ઈચ્છું છું એમ કહી શલિભદ્ર મુનિ ધન્યને સાથે લઈ ભદ્રાને ઘેર ગયા. તપસ્યાથી કુસ થયેલા તે બંને મુનિ કેઇના ઓળખાવામાં આવ્યા નહિ. ભદ્રાએ પણ શ્રીવીર પ્રભુ, ધન્ય અને શાલિભદ્રને વાંદવા જવાની વ્યાકુલતામાં એ બંને મુનિઓને આવ્યા જાણ્યા નહિ. બંને મુનિ ક્ષણવાર ત્યાં ઉભા રહી પાછા વળ્યા અને નગરન દરવાજા પાસે આવ્યા, ત્યાં શાલિભદ્રની પૂર્વ જન્મની માતા ધન્ય દધિ વેચવાને ગામમાં જતી હતી તે મળી શાલિભદ્રને જોતાજ તેણીના સ્તનમાંથી દુધની ધારા છુટી. તત્કાળ તેઓ બંને મુનિઓએ શ્રી વીર પ્રભુની પાસે જઈ ગેચરી આળવી પછી શાલિભદ્ર પ્રભુને