________________
૨૦૦ ]
જેન કેન્ફરન્સ હેરલ્ડ.
[ જુલાઈ
એક વખત શ્રીવીર પ્રભુની દેશના સાંભળી ગભદ્ર શેઠને વૈરાગ્ય થયે; તેથી શ્રીવીર પ્રભુના ચરણમાં ચારિત્ર અંગીકાર કરી અનશન કરીને સ્વર્ગે ગયો. ત્યાં અવધિજ્ઞાનથી ગોભદ્ર દેવે પુત્ર વાત્સલ્યને લીધે તેમજ તેના પુણ્યના આકર્ષણથી કલ્પવૃક્ષની જેમ પ્રતિ દિવસ દિવ્ય વસ્ત્ર અલંકાર અને સુગંધી પદાર્થો સ્ત્રી સહિત પુત્રને અરપણ કરવા માંડયા. ઘર સંબંધી ઉચિત સર્વ કાર્ય તે ભદ્રમાતા કરવા લાગ્યા. શાલિભદ તે કેવળ ભાગ સુખનેજ અનુભવવા લાગે.
એક દિવસે કેટલાએક રત્નકંબલના વ્યાપારીઓ રાજગૃહ નગરમાં આવ્યા. તેઓએ રત્નકંબલ વેચવા માટે શ્રેણિક રાજાને બતાવ્યાં. પણ તે મૂલ્યમાં અતિ મોંઘાં હોવાથી શ્રેણકે લીધાં નહિ. પછી તે વ્યાપારીઓ શાલિભદ્રને ઘેર આવ્યા, ત્યાં ગભદ્ર શેઠની સ્ત્રી ભદ્રાએ માગ્યું મૂલ્ય આપી તે ખરીદ કર્યા. આ વૃતાંત જાણી ચેલણું રાણીએ એક પાસે એક રત્નકંબલની માગણી કરી–પછી શ્રેણકે તે વ્ય પારાઓને બેલાવી એક રત્નકંબલ વેચાણ માંગ્યું. વેપારીઓ બોલ્યા – ભદ્રા શેઠાણીએ બધાં રત્નકંબલ ખરીદી લીધા છે, હવે અમારી પાસે એક પણ નથી” તે સાંભળી આશ્ચર્ય પામેલા શ્રેણીક રાજાએ એક રત્નકંબલ મૂલ્યથી લેવા માટે એક સેવકને ભદ્રા પાસે મોકલ્ય, તેણે જઈ ભદ્રા પાસે તેની માગણી કરી, ભદ્રા બોલી-સેવક? તે ૧૬ રત્નકંબલના બત્રીસ ખંડ કરી મારા પુત્રની સ્ત્રીઓના તે વડે પગ લુંછી નાખી દીધા છે; જે રાજાને તેની જરૂર છે તે હું તેમને પુછીને આ નાખી દીધેલા ખંડ લઇ જા. સેવકે જઇને રાજા શ્રેણીકને તે પ્રમાણે કહ્યું, તે સાંભળી રાજા અતિ આશ્ચર્ય પામ્યો. અને તે શેઠના પુત્રને જોવાની ઈચ્છા કરી. તેની માત, ભદ્રાને બોલાવીને કહ્યું-ભદ્ર? તમારા પુત્રને દેખાડે, મારે જોવાની ઇચ્છા છે? ભદ્રા બેલી-રાજે છે ? મારો પુત્ર માખણના જેવો સુકોમલ છે, તે કદી પણ ઘરની બહાર નીકળતો નથી, ઘરમાંજ ક્રીડા કરે છે, માટે આપ કૃપા કરી મારે ઘેર પધારી અનુગ્રહ કરો.
રાજાએ ભદ્રાને ઘેર આવવાનું કબૂલ કર્યું. એક વખતે રાજા શાલિભદ્રને ઘેર ગયા ત્યાં તેના ઘરનો વૈભવ જોતાંજ રાજા વિસ્મય પામી ગયો. ઘરમાં પેસતાં અનુક્રમે પહેલી બીજી અને ત્રીજી ભૂમિકામાં ગયો. ત્યાં નવરંગિત અભિનવ દેખાવો નજરે પડયા. પછી ચોથી ભૂમિકામાં જઈ સિંહાસન ઉપર બેઠા. એટલે ભદ્રા સાતમી ભૂમિકામાં જ્યાં પિતાને પુત્ર રહેતો હતો ત્યાં જઈને કહેવા લાગી–પુત્ર? આપણે ઘેર શ્રેણીક આવેલ છે, માટે તું જાતે આવીને તેમને જે.” શાલિભદ્ર જાણ્યું કે શ્રેણીક નામની કોઇક વસ્તુ હશે; તેથી તે બોલ્યો-“માતા ! તમે તેનું જે કહે તે મૂલ્ય આપીને તેને ઘરના ખૂણામાં મુકી દયો.” ભદ્રા બેલી-વત્સ, શ્રેણીક નામે કાંઈ ખરીદવા યોગ્ય વસ્તુ નથી, પણ તે તે આપણા સ્વામી શ્રેણિક રાજા છે. તે સાંભલો શાલિભ વિચારમાં પડે, શું મારી ઉપર બીજે કોઈ રાજા છે? અરે ! આ સંસાર સુખને ધિકકાર છે? એમ સંવેગ ધરતે સાલિભદ્ર માતાના આગ્રહથી પિતાની સ્ત્રીઓ સહિત રાજા શ્રેણિક પાસે આવ્યા, અને વિનયથી રાજાને નમન કયું રાજા શ્રેણિકે તેને પોતાના ખોળામાં બેસારી કુશળતા પૂછી. રાજાના ઉસંગમ