________________
૧૧૧]
મુનિદાન.
[૧૯
મુનિદાન ઘાટક પર મધ્યે મુનિ મહારાજ અજીતસાગરજીએ તા. ૧૪-પ-૧૧ ના જે વ્યાખ્યાનમાં મુનિદાન ઉપર સંગમકનું દ્રષ્ટાંત આપ્યું હતું તે નીચે મુજબ.
સંગમકની કથા. રાજગૃહી નગરી નજીક આવેલા એક શાલિ નામના ગામમાં ધન્યા નામે એક ગરીબ સ્ત્રી રહેતી હતી; તેને સંગમક નામે એક પુત્ર હતા. આ પુત્ર ગામની ગાયને અને વાછરડાંઓને ચારતો હતો. એક દિવસ પર્વ દિવસ આવવાથી સર્વત્ર ખીરના ભોજન જમતાં લોકોને જોઈ એ ગરીબ બાળકે પિતાની માતા પાસે આવી ખીરની યાચના કરી, માતાએ કહ્યું-“વત્સ ! આપણે ઘરમાં ખીર નથી.” તો પણ બાળક હઠ કરી વારંવાર માગવા લાગ્યા. પુત્રની ઈચ્છા પાર ન પડવાથી માતાએ પણ રૂદન કરવું માંડયું. તેને રૂદન કરતી જોઈ આસપાસની પાડોશણે ભેગી થઈ અને તેને રોવાનું કારણ પૂછયું, તેણીએ બધી હકીકત પાડેશને જણાવી. પાડોશણને દયા આવી એટલે દૂધ વિગેરે ખીરની બધી સામગ્રી તેઓએ લાવી આપો. ધન્યાએ ખીર બનાવી તેને થાળ ભરી સંગમને પુત્રક આયો અને પિતે કોઈ કાર્ય પ્રસંગે ઘરની બહાર ગઈ.
ખીરને થાળ જોઈ તે પુણ્યવાન બાળકને વિચાર થયો કે “જે આ અવસરે કઈ મુનિ આવે તે તેમને વહેરાવીને પછી બાકીની ખીર હું જમું તે ઠીક થાય.” દૈવયોગે તેવામાં કોઈ માસના ઉપવાસવાળા મુનિ તેને ઘેર આવી ચડ્યા. સંગમે મુનિને જોતાં જ તેમનું વર્ણન કરતાં ઉલ્લાસથી ખીરનો થાળ ઉપાડી “હું તરી ગયો, એવી બુદ્ધિ વડે બધી ખીર મુનીને વહરાવી દીધી. દયાળુ મુનિએ તે ખીરવડે પારણું કર્યું. મુનિ ગયા પછી ધન્ય આવી તેને મુનિ સંબંધી કાંઈ ખબર ન હતી તેથી તેણીએ જાણ્યું કે પુત્ર બધી ખીર જમી ગય જણાય છે તેથી ફરીવાર તેને ખીર પીરસી, સંગમે કંઠ સુધી તે ખાધી, પણ રાત્રીએ તેને પચી નહિ તેથી વિરુચીકા થવાથી તે મૃત્યુ પામી ગયે. મુનિ દાનના પ્રભાવથી તે રાજગૃહ નગરમાં ગભદ્ર શ્રેષ્ઠીની ભદ્રા નામે સ્ત્રીના ઉદરમાં અવતર્યો. તે સમયે ભદ્રાએ સ્વપ્નમાં પાકેલું શાળીનું ક્ષેત્ર જોયું. પૂર્ણ સમય થતાં પુત્ર રત્નને પ્રસવ થયો.
ગોભદ્ર શેઠે સ્વપ્ન અનુસાર તેનું નામ શાલિભદ્ર પાડયું. પાંચ ધાત્રીઓએ લાલનપાલન કરતા તે પુત્ર કલ્પવૃક્ષની જેમ વૃદ્ધિ પામ્યો. પિતાએ સર્વ કળાઓને અભ્યાસ કરાવ્યો. શાલિભદ્ર યુવાન થયો, એટલે ગભદ્ર શેઠે મોટા ઉત્સાહથી તેને મટા શેઠીયાઓની બત્રીસ કન્યાઓ પરણાવી. દેવીઓની સાથે ઇંદ્રની જેમ શાલિભદ્ર તે સ્ત્રીઓ સાથે વિલાસ કરવા લાગે. રમણીઓનાં વિલાસમાં મગ્ન થયેલા શાલિભદ્રને રાત્રિ કે દીવસના અંતરની પણ ખબર પડતી નહોતી.