________________
૧૯૮]
જૈન કેન્ફરન્સ હેરલ્ડ
[ જુલાઈ
અથવા વજના જેવું છે ? કે પતીના વાગે પણ તું ખંડ ખંડ થઈ ગયું નહિ. આ સાંભળી તેની પછવાડે તેને મામો ભુમી પર ઉતર્યો તેણે શીલાના ચુર્ણ [રતી) ઉપર પડેલા બાળકને તત્કાળ ઉપાડીને તેની માતાને આ પછી તે વિદ્યારે પિતાને ઘરે || પહોચી અંજનાને બાળક સહીત ઘરે મુકી પિતાનું કોઈ કાર્ય કરવાને માટે અન્ય
સ્થાનકે ગયો. અહીં પવનંજય વરૂણવિદ્યાધરને સાથે ઘેર આવ્યો માતા પિતાને પ્રણામ કરી પોતાની પત્નીના વાસંગ્રહમાં ગમે તે ત્યાં સ્ત્રીને જોઈ નહીં. તકાળ માતા પિતાને પુછયું ત્યારે તેમણે કલંક લાગવાથી કાઢી મુક્યા સબંધી વારતા કહી તે સાંભળી પવનંજય વિરહ વ્યાકુળ થઈ મરણને માટે ચંદનની ચીતા કરાવી બળવા તૈયાર થયો. તે સમયે તેના મિત્ર રૂષભદત્તે કહ્યું કે જે ત્રણ દિવસમાં અંજનાને ન લાવું તે પછી તારે અવસ્ય ચિતામાં બળવું આ પ્રમાણે કહી તેનું નિવારણ કરી ભદત્ત વિમાનમાં બેશી આકાશ માર્ગે પરીભ્રમણ કરતાં બીજે દિવસે સુર્યપુર આવી પહોંચ્યો ત્યાં ઉપવનમાં સ્ત્રીઓની તથા બાળકોની ગોષ્ટી થતી તેણે સાંભળી તે વખતે કઈ બાળકે કહ્યું માત્ર અહીં અંજના નામે કોઈ સુંદરી પુત્ર સહીત આવેલી છે તે આપણા રાજા સુર્ય કેતુની સભામાં દરરોજ આવે છે. આવા શબ્દો અકસ્માત સાંભળી રૂષભદત હર્શ પામે અને તત્કાળ તેને આવીને મલ્યો અંજના તેને જોઈ લજજાથી નમ્ર મુખ કરીને પોતાના મામાની પાછળ ઉભી રહી રૂષભદત પાસેથી પતીના દિવિજયની તેમજ તેના વિરહ વ્યાકળ પણાની વાર્તા સાંભળી ત્યાં જવાને ઉત્સુક થઈ પછી તેણે મામાની આજ્ઞા લીધી વિધાધરે પણ પુત્ર સહીત તેને સોંપી એટલે રૂષભદત તેને લઈ વેગથી પવનંજયના નગરમાં આવ્યો તેના આવ્યાના ખબર સાંભળી પવનંજય ઘણો હર્ષ પામ્યો અને મોટા ઉત્સવથી તેણે સ્ત્રી પુત્રને નગર પ્રવેશ કરાવ્યો સર્વ લોકો પણ પરમ આનંદ પામ્યા, પવનંજય અને અંજના બન્ને દંપતીને પ્રતી દીન પ્રીતીમાં વૃદ્ધી થવા લાગી તે પુત્રનું નામ તેમણે હનુમાન પાડયું તે અતુલ બળવાન થયે એક વખતે વીશમાં તીર્થકર શ્રી મુનીસુવ્રત સ્વામીના તીર્થના કેાઈ મુનીઓ ત્યાં પધાર્યા તેમની દેશના સાંભળી પવનંજય અને અંજનાએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી પછી મહાવીર શ્રી હનુમાન રાજા થયે તે અતી હઠીલો અને વાચાળ હતું તેથી તે શ્રી રામચંદ્રની સેનાનો અદયક્ષ તક્ષા મહા બળવાન થયો પવનંજય મુની અને સતી અંજના સાધ્વી નિરતિચાર વૃતને પાળી સ્વર્ગે ગયા.
“ આ પ્રમાણે સતી અંજનાનું સુંદર ચરીત્ર સાંભલી તેને હૃદયમાં ધારણ કરીને ભવ્ય પ્રાણીઓએ શીલના સુગંધથી હૃદયને સુગંધી કરવું.”