________________
૧૯૧૧]
શીયળ વૃત.
[ ૧૯૭
—
મને બાર વર્ષ વીતી ગયાં છે. તે તે બીચારીને તે વર્ષો શીરીતે વ્યતીત થયાં હશે માટે ચાલ અહીંથી એકવાર પાછે ઘેર જઈ તેને મળી આવું આમ વિચાર કરી કુમાર રાત્રે ગુપ્ત રીતે પાછો ઘેર આવ્યો અને તે દિવસે જ રૂતુસ્ના થયેલી અંજનાને તેણે પ્રેમપૂર્વક ભોગવી. પછી પિતાના નામથી અંકિત મુદ્રીકા તેને નિશાની માટે આપી તે પાછો પિતાના કટકમાં આવ્યાં. તેના ગયા પછી અનુક્રમે અંજનાને ઉદર વૃધ્ધિ થતાં તેના પર કલંક આવ્યું તેણીએ પોતાના પતિના નામની અંકીત મુદ્રીકા બતાવી તથાપી તે કલંક ઉતર્યું નહિ અને તેને એક દાસીની સાથે ગૃહની બહાર કાઢી મુકી ત્યાંથી નીકળીને તે પિતાના પિતાને ઘેર આવી. પરંતુ ત્યાં પણ કલંકની વાર્તા જાણીને તેણે રાખી નહિ એટલે તેણીએ માત્ર એક દાસી સાથે વનમાં ભટકવા માંડયું પુર્ણ માસ થતાં તેણે એક પુત્રને જન્મ આપે અને મૃગા બાળની જેમ તેનું પાલન કરવા લાગી.
એક વખતે દાસી જળ લેવા ગઈ હતી. ત્યાં તેણે માર્ગમાં એક મુનીને કાય સગે રહેલા જોયા. તેણે અંજનાને તે વાત કરી એટલે અંજના તેની પાસે જઈ નમસ્કાર કરીને બેઠી. મુનીએ કાત્સર્ગ પારી ધમ દેશના આપી તે સાંભલી અંજનાએ પિતાને પડેલા દુઃખનું કારણ પુછ્યું મુનીએ અવધિ જ્ઞાનથી તેને પુર્વ ભવ જણાવ્યું કે- અંજના! કઈ ગામમાં એક ધનવાન કિની તું મિથ્યાત્વી સ્ત્રી હતી તારે એક બીજી પત્ની હતી તે પરમ શ્રાવિકા હતી. પ્રતિદીન જિન પ્રતિમાની પુજા કરીને પછી ભજન લેતી હતી તે તેની ઉપર દવેષ ધારણ કરતી હતી હમેશાં તેના અપવાદ દર્શા. વતી અને તેના મમનું ઉદ્દઘાટન કરતી હતી, એક વખતે તે તેની જીન પ્રતીમાને કચરામાં સંતાડી દીધી તેથી જીન પુજા કર્યા વગર તેણીએ મુખમાં જળ પણ નાખ્યું નહિ. પણ તે ઘણી આકુળ વ્યાકુળ થઈ ગઈ એટલે તેણે જેને તેને પ્રતિમાં વિષે પુછવા માંડયું તેવામાં કોઈએ કચરામાં રહેલી પ્રતિમાં બતાવવા માંડી પણ તે બતાવવા ન દેતા તેની ઉપર ધુળ નાંખી એવી રીતે બાર મુહુર્ત સુધી રાખતા જ્યારે તે ઘણી દુખી થઈ ત્યારે તે દયાલાવી આપી તે પાપથી તારે તારાં પતી સાથે બાર વર્ષને વયોગ થયો હતે હવે તે કર્મ ક્ષીણ થવાથી તારો મામો અહિં આવી તને પોતાને ઘેર લઈ જશે. ત્યાં તારો સ્વામી પણ મળશેઆ પ્રમાણે મુની કહેતા હતા તેવામાં એક વિદ્ધાધર ઉપર થઈને જતું હતું તેનું વિમાન ત્યાં ખલીત થયું વિદ્ધાધરે તેનું કારણ જાણવાને નીચું જોયું ત્યાં પોતાની ભાણેજ અંજનાને તેણે ઓળખી એટલે તત્કાળ નીચે ઉતરી દાસી અને પુત્ર સહિત તેને પોતાના વિમાનમાં બેસાડી આકાશ માર્ગે ચાલ્યો.
અંજનાને બાળક ઘણો ચપળ અને ઉગ્ર પરાક્રમી હતું તેથી ચાલતાં વિમાનની ઘુઘરીઓને નાદ સાંભળી તે બાળકને ઘુઘરી લેવાનું કૌતક થયું તેથી તેણે ધુધરી લેવા ચપળતાથી આગળ આગળ હાથ લંબાવવા માંડયો એમ કરતાં અકસ્માત વીમાનમાંથી નીચે પડી ગયે આ જોઈ અંજનાને મહા દુઃખ ઉત્પન્ન થયું તે આક્રંદ સ્વરે રૂદન કરવા માંડ્યું કે અરે પ્રભુ આ શો ગજબ! અરે હૃદય શું તું વજીથી ઘડાએલું છે. ?