________________
૧૯૬ ]
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[જુલાઈ.
સખી ! અમૃતના છાંટા થોડા પણ મીઠા અને દુર્લભ હોય છે. અને વિષ હજાર ભાર-હેય તે પણ તે કશા કામનું હોતું નથી;” તે સાંભળી પવનંજય કુમાર તેના ઉપર ધાય માન થઈ ખડગ ખેંચીને તેને મારવા તૈયાર થયો. તેને મિત્રે વાર્યો અને કહ્યું, મિત્ર ; આ વખતે રાત્ર છે. આપણે પારકા ઘરે આવ્યા છીએ. વળી આ કુમારી કન્યા છે જ્યાં સુધી તેને તમે પરણી નથી ત્યાં સુધી તે પરકીયા છે. તેથી તેને હણવી
ગ્ય નથી પછી તે બને ત્યાંથી પિતાના સ્થાનકે ચાલ્યા ગયા, ત્યાંથી પવનંજય તેની ઉપર અત્યંત ખેદ વહન કરવા લાગ્યો.
પછી તેની સાથે પાણી ગ્રહણ કરવાને તે ઈચ્છતે નહિ હ તથાપી તેના પિતા વિગેરેએ તેને માંડમાંડ સમજાવીને તેને પરણાવ્યો. પરંતુ ચેરી મંડપમાં પવનંજય કુમારે રાગથી તેના મુખ સામુ પણ જોયું નહી, અને પરણ્યા પછી પણ તેણીને તેણે બોલાવી નહી આથી તે નિરંતર દુઃખી સ્થિતી અનુભવવા લાગી. ઘણું ઉપાયે પણ તેને ભર્તાનું સુખ પ્રાપ્ત થયું નહિ એવી રીતે બાર વર્ષ વીતી ગયા.
એ અવસરે પ્રતિ વાસુદેવ રાવણ વરૂણ વિદ્ધાધરને સાધવા ગયો હતો, ત્યાંથી તેને એક દૂત પ્રહલાદન રાજાને બેલાવવા આવ્ય, પ્રહલાદન રાજાને ત્યાં જવા તૈયાર થતા જોઈ પવનંજય તેમનું નિવારણ કરી તેમની આશિષ લઈ, દષ્ટિ માર્ગે રહેલી અંજનાની સામે પણ જોયા વગર ત્યાંથી ચાલી નીકળ્યો પ્રયાણ કરતાં માર્ગે માનસરોવર આવ્યું ત્યાં પડાવ કર્યો ત્યાં કમળવનને વિકાસ પામેલું જોઈ તે આનંદ પામે રાત્રીએ, એક ચકવીક પક્ષીની સ્ત્રીને કરૂણસ્વરે વિલાપ કરતી તેણે સાંભળી તે આ પ્રમાણે–
आयातियाति पुनरेमि पुनः प्रयाति पध्मां कुराणि वितनोति धुनौतिपक्षी ऊन्नादति भ्रमति कुंजति मंदमंद कांता वियोग विधुरा निशिचक्रवाकी।
તે સુચવતી હતી કે પતિના વિયોગથી આતુર એવી આ ચક્રવાકી રાત્રીને વિષે આવે છે. જાય છે. ફરીવાર આવે છે. કમળના અંકુરને તાણે છે. પાંખો ફફડાવે છે. ઉન્માદ કરે છે. ભમે છે અને મંદ મંદ બોલે છે. આ પ્રમાણે સંભાળી તેણે પિતાના મિત્ર રૂષભદત્તને તેનું કારણ પુછ્યું. એટલે તે બેલ્યો કે મિત્ર દેવ યેગે આ પક્ષીઓને રાત્રે વિયોગજ થાય છે. આ પક્ષિણી આમ પિકાર કરતી કરતી મૃતપ્રાય થઈ જશે અને પ્રાત:કાળ પડશે એટલે તેને પતિ જ્યારે તેને મળશે ત્યારે પછી નવીન દેહ વાળી થશે.
આ વખતે અંજનાનું પુર્વે બાંધેલું ભોગાંતરાય કર્મ ક્ષીણ થઈ ગયું, તેથી પવનંજયના મનમાં તત્કાળ એ વિચાર આવ્યો કે અરે ! મારી પત્ની અંજનાને છોડ્યાં