________________
૧૯૧૧
શીયળ વ્રત
૧૫
શીયળ વૃત आपद्रुपे महतग्नौ, नयंति शीलकांचनं
नैर्मल्यं या स्त्रिया, काश्चित्ताः स्यु, केप। न चित्रदा: જે કોઈ સ્ત્રીઓ આપત્તિરૂપ મોટા અગ્નિમાં શતરૂપ સુવર્ણને નિર્મલ કરે છે તેવી સ્ત્રીઓ કોને આશ્ચર્ય ન પમાડે? આ ઉપર અંજનાસતીનું દ્રષ્ટાંત છે તે નીચે મુજબ.
સતી અજનાની વાર્તા
જંબુ દીપને વિષે અલ્લાદન નામના નગરમાં પ્રહાદન નામે રાજા રાજ્ય કરતા હતે તેને પ્રહલાદભવતી નામે રાણી હતી તેમને પવન નામે એક કુંવર હતા. એ સમયે વતાયગીરી ઉપર અંજનકેતુ રાજા રાજ્ય કરતો હતો તેને અંજનવતિ નામે રાણી હતી તેમને અંજના નામે પુત્રી થઈ હતી. તે વનવતી થતાં તેનું પાણી ગ્રહણ કરાવવાને અંજનકેતુ રાજા અનેક કુમારોના ચિત્રો પટઉપર આલેખાવી મંગાવી તેને બતાવતો હતો તથાપી કોઈ કુંવરના રૂ૫ ઉપર તેને પ્રીતી થતી ન હોતી એક વખતે રાજાએ ભવિષ્યદત્ત અને પવનંજય કુમારના રૂપ ચિત્ર પટ ઉપર આલેખી મંગાવી તેણીને બતાવ્યા બન્ને કુમારના કુળ, શીલ, બળ અને રૂપ સુંદર જોઈ તે ચીત્રો તેણે પિતાની પાસે રાખ્યા.
એક વખતે રાજા અંજન કેતુ મંત્રીઓની સાથે તે કુમારના ગુણ વિગેરેને વિચાર કરવા લાગ્યો. તેણે મુખ્ય મંત્રીને પુછ્યું કે આ બંને કુમારમાં વિશેષ કોણ છે! મંત્રીએ કહ્યું “મહારાજ! ભવિષ્યદત્ત કુમારમાં જે કે ઘણા ગુણો છે તથાપી શ્રી ભગવંતે કહ્યું છે કે તે ભવિષ્યદત્ત અદાર વર્ષની વયે મોક્ષ પામશે, તેથી એ આપણી કન્યાને પૈગ્ય વર નથી. પણ સર્વ રીતે આ પવનંજય કુમાર ગ્ય છે.” આ પ્રમાણે મંત્રીના કહેવાથી રાજાએ તેની સાથે અંજનાના લગ્ન નિર્ધાર્યા.
આ ખબર પવનંજય કુમારને થતાં તે રૂષભદત્ત નામના પિતાના મિત્રને સાથે લઈ અંજનાનું લાવણ્ય તથા તેને પ્રેમ જોવા માટે ત્યાં આવ્યો. બંને નીલ વસ્ત્ર ધારણ કરી રાત્રે ગુપ્ત રીતે શ્વસરગ્રહના અંતઃપુરમાં દાખલ થયા ; ત્યાં મધુર આલાપ થતો સાંભળવામાં આવ્યો. કોઈ સખી અંજનાને કહેવા લાગી-સ્વામીની; તમે છેવટે જે બે કુમારોના ચિત્ર જોયાં હતા, તેમાં જે ભવિષ્યદત્ત છે તે ગુણોથી અધિક અને ધર્મજ્ઞ છે, પણ તે અલ્પ આયુષ્ય વાળો છે. એવું જાણી તેને છોડી દીધું છે અને બીજે પવનંજય દીર્ધાયુ હોવાથી તેની સાથે આપનો સંબંધ થયો છે. તે સાંભળી અંજના બોલી.