________________
૧૯૧૧]
ઉપદેશકના ભાષણથી થયેલ ઠરાવ.
[૧૮૯
| મોજે બેભા તાલુકે પ્રાંતીજના ગામના જૈન સંધ સમસ્તના જયજીનેંદ્ર સાથે લખવાનું જે-આપના તરફથી ઉપદેશક મી. વાડીલાલ સાકલચંદે ગામના સઘળા લેકોને ભેગા કરી ઘણુ જ રસીક સંતોષકારક છટાદાર અને મનની કુદ્રતીયો દુર કરી નાખે એવા ભા પણ કર્યા હતા તેમના સદુપદેશવડે અત્રે ઠાકરડા કેમ પૈકી નીચેના સગ્નેએ દારૂ ન પીવે જીવહિંસા કરવી નહિ કરાવવી નહિ વિગેરે નીમે છંદગી પર્યત કર્યા છે વળી માંસ ભક્ષણ પણ નહિ કરવું, ઉપર લખ્યા મુજબ જેઓએ ત્યાગ કર્યું છે. તેઓનાનામ નીચે મુજબ નામ
નામ ૧ જીવાજી ઉગરના ૮ ઝગાજી ગેબરછ ૨ ઉગરાજી રણછોજી ૮ રાજાજી ચંદા , ૩ વીરમાં વાશાજી ૧૦ રાણજી ચંદાજી ૪ સુરા સામતાજી ૧૧ અમથાજી ભગાજી
૫ હેમતા કશાજી ૧૨ હેમતા ભુપતાજી - ૬ ભીમાજી કશાજી ૧૩ સબાજી પહાડ ૭ સુરભાણ જીવાજી
દારૂ બંધ કરનાર ધણીનું નામ
નથજી કુબેરજી વગેરે મી. વાડીલાલ ઘણાર્જ બાહોશ અને વાકય પટુતાની આતુરી વાળા ઉપદેશક છે બેશક કોન્ફરન્સ આપવા ચાલાક માણસને રાખવાથી કોન્ફરન્સને હેતુ સફલ થાય છે આવાજ ઊપદેશકો મોકલવામાં આવેતો ફકત એકલાજ જનને જ નહિ પણ સામાન્ય રીતે સઘળી કોમનો ઉદ્ધાર થાય એમ છે. તાત્પર્ય કે કુચાલોથી (પશુવધ દારૂ આદિ કુદરત ના નિયમ વિરૂધ) દુર થાય–
આ જડ ભુમી જે ઘણુજ વરસથી સદુપદેશ વિના અનેક માઠા કર્મો (પશુવધઆદી) કરે છે તે જો આવા હશિયાર ઉપદેશકના ઉપદેશ ગ્રહણ કરે તો તેમની ભવિષ્યની સ્થીતી સુધરવા સાથે અનેક જીવોને અભયદાન મળે
અમે ઘણા જ સંતોષ માનીએ છીએ કે મી. વાડીલાલ સાક્ષર વર્ગમાં અને અન્ય અભણ વર્ગમાં તેઓ ઘટતે બોધ આપે છે.
કેશવલાલ કુબેરદાસ શાહ
કુલમાસ્તર-બેભા.