________________
૧૯૦૯ ] શ્રી જૈન શ્રેય મંડળ પરીક્ષક મી. મણિલાલ સુંદરજીને પ્રવાસ. [ ૭૯
( પીયાવા સં. ૧૯૯૫ના પિષ વદી ૧૨-૧૩-અ સભા ભરી “ભેદભાવ” ટાળવા સંબંધી ભાષણ કરવામાં આવ્યું. બીજી બે સભાઓ ભરી તેને માટે માટે વધારે ચર્ચા કરી આ ગામમાં ૨૦ વર્ષથી કુસંપ હતું તે વંડાના મહાજનને પંચમાં નાખી સુલેહ કરાવી છે અને મહાજનના રૂપીઆ વપરાઈ જવા અથવા ખવાઈ જવા બાબત વંડાના મહાજન રૂબરૂ નીવેડે લાવ્યા છે. એ બંને તડ એક કરી સંઘ જમાડવામાં આવેલ હતું દેરાસરમાં પુજા, દર્શન કરવા જવા માટે તથા અભક્ષ્ય વસ્તુને ત્યાગ કરવા નિયમ લીધા છે.
ગાધકડા, સં. ૧૯૬૫ના પિસ વદી ૧૪-૩૦ મહા સુદી ૧-જેન કેમની સભા ઉપાશ્રયના હોલમાં ભરવામાં આવી હતી. આ પ્રસંગે “ આ ગામના આ પણું કેમના આગેવાન જૈન ભાઈઓ અને તેઓ હમેશ જરૂર પુરતી ક્રિયાઓથી કેટલા વેગળા છે અને મનુષ્ય જીદગી માત્ર આહારદિક શરીરના સ્વાર્થ પુરવા માટેજ? એ વિષય ઉપર ભાષણ આપ્યું હતું.'
ઉપાશ્રયના હેલમાં બીજે દિવસે જાહેર સભા ભરવામાં આવી હતી. આ પ્રસંગે મનુષ્ય જીવનની ઉચ્ચતા તપાસતાં આપણી દશા આપણને કેવી લાગે છે એ વિષય પર ત્રીજું લંબાણ અને સાદી ભાષામાં ભાષણ આપ્યું હતું. - ત્રીજી સ્ત્રીઓની સમાજ ભરી “જેન કુલાંગનાનાં કર્ત ” એ વિષય ઉપર ત્રીજુ ભાષણ આપવામાં આવ્યું હતું. તેના પરિણામરૂપે ભક્ષ્યાભર્યને, રાત્રિભેજનને, મોટી તિથિઓ પાળવાને વિગેરે બાબતના હાજર રહેલીઓએ નિયમ લીધા છે. દેરાસર પૂજા કરવા જવાને તથા એવા કેટલાક નિયમ લેવાયા છે અને ધર્મઉપર સારી આસ્થા બંધાણી છે.
ત્રાપજ સં. ૧૯૯૪ વૈશાક સુદી પ-સભા ભરી તેમાં “હાનિકારક રીવાજે” એ વિષય ઉપર ભાષણ આપવામાં આવેલ હતું તેથી બૈરાંઓમાં નીચે લખ્યા ઠરાવે થયા હતા.
* ૧ મરણ પછવાડે અથવા કાણુ પ્રસંગે કેઈને ત્યાં આભડવા જતી વખતે એક લુગડા સિવાય કેઇને ત્યાં જવું નહીં.
૨ બજારમાં કેઈએ છાજી લેવાં નહીં તેમ પછાડી ખાવી નહીં. ૩. બહારગામની કાણુ જેવી તેવી આવે તે માંડવી નહી પણ ઘેર નહાવું.
૪ કેઈ અંગની કાણુ હોય ત્યારે બહાર જવું અને પુરૂષે જાય કે પછવાડે તુરત બૈરાઓએ ઉઠવું, - ૫ મરણ પ્રસંગે શબ તુરત બહાર કાઢી ગયા પછી (બૈરાંઓએ અ.. ડધી કલાકની અંદર એક લુગડા સાથે બહાર નીકળવું.