________________
- ૭૮ ] . . જૈન કેન્ફરન્સ હેરલ્ડ.
[માર્ચ સારી રીતે કહેવામાં આવ્યું હતું. ત્યાર પછી હમેશાં પૂજા સેવા કરવાની, ટોપરાને ઘણા જીવવાળે ખેળ નહિ વેચવાની, હમેશાં કલાક વાંચવા સાંભળવાની, અને અભક્ષ્ય ત્યાગની ચર્ચા ચલાવવામાં આવી હતી. તે પૈકી કેટલીક બાબતે માટે સારી લાગણી પેદા થઈ છે. માત્ર 1 જણની આનાકાનીથી છેળને વેપાર તદન બંધ કરવાની પ્રતિજ્ઞા લેવાનું બાકી રહેલ છે.
રાણીગામ સં. ૧૯૬૫ ના પોષ વદી –ચેરા મધે દાઠા રાજ્યના મોટા તાલુકદાર બાવાજી બાપુના પ્રમુખપણ નીચે એક મેળાવડે ભર્યું હતું. તે વખતે “મનુષ્ય જાતિને શિરે રહેલી અગત્યની ફરજો અને જવાબદારી” એ વિષય ઉપર લંબાણ ભાષણ આપ્યું હતું. વેદ અને જૈનધર્મ સંબંધી કેટલીક ચર્ચા થઈ હતી. દેખાઈ આવે તેમ પ્રતિજ્ઞાઓ લેવાઈ નહતી પણ તેથી આગળ ઉપર લાભ થવા આશા રાખી શકાય તેમ જણાયું હતું. આ તરફ મુનિવિહાર ઓછો હોવાથી જેને આપણે ધર્મ સમજતા નથી.'
વંડા સંવત ૧૯૬૫ ના પિન્ન વદી ૧૧-૧૨-ચેરા મુકામે સર્વ કેમની એક જાહેર સભા ભરવામાં આવી હતી. આ પ્રસંગે “મનુષ્ય અને તેના જી. વનની ઉગ્રતા” એ વિષય ઉપર ઘણું લંબાણુ ભાષણ આપવામાં આવ્યું હતું. પ્રસંગોપાત મનુષ્યના અંતઃકરણે, તેમના આચારવિચાર, સારી માઠી હાજતે અને આહાર, અને સ્વાર્થ તથા પરમાર્થ બુદ્ધિ વિગેરે બાબતેનું લં. બાણથી સ્પષ્ટીકરણ કર્યું હતું. જેથી શ્રેતાઓ ઉપર સારી અસર થઈ હતી. ત્યાર બાદ પ્રારબ્ધ અને પુરૂષાર્થ, સુષ્ટિ અને સુણા સંબંધી બહુ ચર્ચા થઈ હતી જેના પરિણામે જૈન ધર્મની અને તેના અબાધિત સિદ્ધાંતની અત્યરમતા સિદ્ધ થઈ હતી. વિગેરે ગ્ય લાભે થયા હતા. - રાત્રે આપણા મકાનમાં જાહેર સભા ભરી કન્યાવિક્રય, હાનિકારક રીત રીવાજો, ફરજીઆત ખર્ચે, આપણા દેશની અધોગતિ વિગેરે સમુચ્ચય વિષયે ઉમ્મર ભાષણ આપ્યું હતું. “કેળવણીની જરૂરીયાત” એ વિષય ઉપર લંબાણ ભાષણ આવ્યું હતું બાદ આપણે કીમતી સમય અને બીજી કેટલીક બા બતે પર કહેવામાં આવ્યું હતું. જેના પરિણામે દરેક ભાઈઓ પૂજા સેવા તથા દર્શન કરવા આવનાર વિગેરેમાં વધારે થાય છે. કેટલાકેએ અભય ત્યાગના નિયમ લીધા હતા. દેરાસરજી માટે દરવર્ષે રૂ. ૦ ઘર દીઠ લેવા ઠરાવ્યું છે. તેની ચાર માસની રકમ અત્યારે ઉઘરાવી લીધી છે, આજથી ત્રણ વર્ષ પહેલાં રોપાઓલા બીજથી ૪૦ વર્ષને કુસંપ ( તડા) હતા તે નાશ પામી ઘણે સારે સંપ થએલે જોવામાં આવે છે. મોસમ સિવાયના દિવસોમાં હમેશાં કલાક વાંચવા સાંભળવાની લાગણી ઉત્પન્ન કરી છે, તે પુસ્તકની સવડ થયે શરૂઆત થશે.