________________
૧૯૮] ધાર્મિક હિસાબખાતાને રીપેર્ટ
[પપ વહીવટ કરતાં ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી બંદોબસ્ત કરશે. છેલ્લે કાઠીયાવાડ પ્રાંત સેરઠ તાબે જેતપુર મધ્યે આવેલા શ્રી ઋષભદેવજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે
રીપોટે. સદરહુ દહેરાસરજીના શ્રી સંઘ તરફથી વહીવટ કર્ત શેઠ ભીમજી પ્રાગ હસ્તકનો. સં. ૧૯૪૪ ના. જેઠ વદ ૭ થી તે સં. ૧૯૬૪ ના જેઠ વદ ૭ સુધીને હીસાબ અમેએ તપાસ્યું તે જોતાં નામુ ઘણુંજ ગુચવણ ભરેલું રાખી તેની મુદલ ખતવણી કરી નહી હતી તેથી આ ખાતાના ઈન્સપેકટરે કેટલે એક સુધારે વધારો કરી ચેમ્બુ કરી આપ્યું છે. અને હવેથી ચેખી રીતે નામુ લખવા સુચવ્યું છે.
આ ખાત તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી બંદોબસ્ત કરશે. છેલ્લે કાઠીઆવાડ પ્રાંત સેરઠ જુનાગઢ તાબે ગામ વડાલ મધે આવેલા શ્રીધાતુના પંચપરમેષ્ટિના દહેરાસરજીના વહીવટને લગતે
રીપોર્ટ. સદરહ દહેરાસરજીના વહીવટ કરતાં શેઠ મનજી ચત્રભુજાના હસ્તકને સં. ૧૮૬૧ ના વઈશાખ સુદ ૩ થી તે સં. ૧૯૬૪ના અશાડ વદ ૩ સુધીને હીસાબ અમોએ તપાસ્યું તે જોતાં વહીવટ રીતસર રાખી ચલાવતા જેવામાં આવે છે.
આ ગામમાં દહેરૂ તથા અપાશરે નહી હેવાથી સાધુ મુનિરાજને જુનાગઢથી પાલીતાણાને રસ્તે હોઈને ઉતરવા માટે ઘણી હરત આવતી હતી. તેથી મજકુર વહીવટ કર્તાએ પિતાને કીંમતી વખત રેકી ગામની તથા બહાર ગામની મદદ લઈ સં. ૧૯૧ની સાલમાં અપાશરો તથા ઘર દહેરાસરછ કરાવ્યું તે બહુ ખુશી થવા જેવું છે. પણ દહેરાસરજી ઉપરને કેટલેક ભાગ અધુરે રહી ગયે છે. અને નાણું થઈ રહ્યાં છે. માટે તે કામ પુરૂં કરાવવાની ખાસ જરૂર છે. કારણ કે દહેરાસરજીમાં કેટલીક આશાતના થાય છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટ કર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી બંબસ્ત કરશે.