________________
૧૯૯] ધાર્મિક હિસાબ તપાસણી ખાતાને રીપેર્ટ દેશ દક્ષિણ છલ્લે નીમાડ શહેર બુરાનપુર મધ્યે આવેલ ધાર્મિક
સંસ્થાના વહીવટને લગતે રીર્ટ. મજકુર સંસ્થાના વહીવટ માટે અમારી ઉપર મજકુર શહેરના સંઘ, તેમજ મુનિ મહારાજ શ્રી પન્યાસજી કમલવિજયજી તરફથી ઘણી ફરીઆદ આવવાથી આ ખાતાના ઈન્સ્પેકટર તથા પટાવાળાને મજકુર વહીવટની તપાસણી કરવા તે તરફ મોકલેલ તે ઈન્સપેકટરે મજકુર સંસ્થાના વહીવટ કર્તા શેઠ ઠાકરદાસ ફતેચંદ તરફથી શેઠ માણેકચંદ ઉત્તમચંદ તથા શેઠ રૂપચંદ જેચંદ તરફથી શેઠ કસ્તુરચંદ રૂગનાથ પાસે મજકુર સંસ્થાને હીસાબ તપાસવાની માગણી કરવાથી ત્યાંને સંઘ ભેગે કરી પુછતાં સંઘવાળાએ હીસાબ દેખડાવી દેવા જણાવ્યું, તેમ છતાં સદરહ વહીવટ કર્તાઓએ અનેક ખાનાઓ કાઢી હીસાબ નહિ દેખડાવવાથી આ ખાતાને ઈન્સ્પેકટર લગભગ બે માસ સુધી ત્યાં રોકાઈ રહ્યા. તે પણ હિસાબ નહિ દેખડાવવાથી કેન્ફરન્સ ઓફીસના આ. સે. મી. ઉમેદચંદ શેલતચંદ બરીઆ ત્યાં જઈ ચવ નિવાસી શેઠ દામોદર બાપુશાને ત્યાં બોલાવી તેઓને ઘણું સમજુતી આપ્યા છતાં ખુલ્લી રીતે હિસાબ દેખડા નહિ. તેથી અમારી જાતે ત્યાં જઈ દબાણ કરી પુરતી રીતે સમજુતી આપવાથી હીસાબ દેખડાવવા કબુલ કરવાથી અને મોએ સંવત ૧૯૫૮ ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૯૬૪ ના આશો વદ ૦)) સુધીને હીસાબ તપાસ્યો, તે જોતાં મજકુર વહીવટના ચોપડા રીતસર રાખવામાં આવ્યા નથી. તેમજ સંવત ૧૯૫૮ ની સાલમાં સુનિ મહારાજ શ્રી હસવિજયજી તે તરફ પધારી ચોમાસુ કરેલ તે વખતે તેમની સમક્ષ સંઘ એકઠા થઈ મજકુર સંસ્થાના વહીવટથી નવેસરથી ચેકસ બંધારણ કરી તેને લગતાં રોકડાં નાણાં એકઠાં કરી ત્યાંના રહીશ શેઠ દામોદરદાસ ઠાકરદાસને તેમની વિધવા બાઈ છગનબાઈ વહીવટ ચલાવે છે, તેમની તીજોરીમાં મુકાવ્યાં હતાં. પણ પાછળથી તે નાણાં નંબર પહેલાના ત્રછી હુંડી લાવી આપવાનું જણાવી લઈ ગયા. પણ છેવટ સુધી હુંડ અથવા તે નાણાં પાછાં લાવી મજકુર તીજોરીમાં નહી મુકતાં પોતાની પાસે રાખવાથી તેમજ જૈનીઓ તરફથી અર્પણ મળેલી મીલકતની બરાબર વ્યવસ્થા નહી કરવાથી તેમજ મળેલાં કીમતી પુસ્તકને હજુ સુધી પતે નહી લાગવાથી કરેલ બંધારણ તુટી જવાને લીધે તે વાત જાહેરમાં આવી. ગામ તથા બહાર ગામના જેનીઓને તે ઉપર પુરતે વિશ્વાસ નહી રહેવાથી મજકુર સંસ્થાની બહુજ આવક ઘટી જઈ તેમજ મંદિરમાં આશાતના થઈ. તેને લગતી મીલકત વીખરાઈ જઈ જુદા જુદા જૈનીએાએ પિતાના કબજામાં રાખી છે. તે બહુજ ગેરવ્યાજબી થતું હોવાથી