________________
૨) જૈન કૅન્ફરન્સ હેરલ્ડ.
(ફેબ્રુઆરી - ખેરાકમાં ફક્ત ચારે ચરવા જાય તેટલું જ બીજું કાંઈ આપતા નથી અને તેની જરૂર પણ નથી. - જનાવરને ખુલ્લા મેદાનમાં રહેવાની સગવડ સારી છે તો પણ વરસા. દમાં અને તડકામાં બેસવાને માટે છાંયડાની સગવડ બીલકુલ નહીં હોવાથી અમારા પાંજરાપોળ ઈન્સ્પેકટરે પાંજરાપોળ ઓથેરીટીને થેડે ખર્ચ એવા શેડસ ઉભા કરવાની ભલામણ કરી છે. | નેકરની સગવડ સારી છે. માંદા જનાવરને ચંદી અપાય છે. વધારે માંદા થાય ત્યારે વડોદરા પાંજરાપોળમાં મોકલવામાં આવે છે, કારણ તેમાં ડોકટરની સગવડ છે.
જનાવરોની સંખ્યા આશરે ૨૦૦ ની હતી, પણ ચોમાસા પછી ત્યાં જનાવરોની સંખ્યા વધે છે, એમ ત્યાંના માણસનું કહેવું છે. * વડોદરા પાંજરાપોળ, તપાસી તા. ૧૯-૯-૦૮
આ પાંજરાપોળની પ્રથમની સ્થિતિ કેવી હતી તે વિષેની થેક બીના જણાવવા રજા લઈએ છીએ કે જેથી કરીને પ્રથમની સ્થિતિ સાથે હાલની પાંજરાપોળની સ્થિતિ વાંચનાર સરખાવી શકે.
આ પાંજરાપોળની શરૂઆત ક્યારે થઈ તે ખાતાના ચોપડા બળી જવાથી ચેકસ માલમ પડયું નથી તે પણ એટલું તે જણાયું છે કે સંવત ૧૮૬૫ ની સાલમાં શ્રીમંત ગાયકવાડ આનંદરાવ મહારાજની કારકિર્દી વખતે આ પાંજરાપોળને વહીવટ પારેખ ત્રીકમભાઈ નાથાભાઈ કરતા હતા. જે વખતે પાંજરાપોળને કાંઈ લાગે હતો તેથી તેમજ કાંઈ ધર્મદામાં મળતું તેથી પાંજરાપોળનું ખર્ચ ચાલતું હતું. અનાજના દરેક ગાડા ઉપર કાંઈ અનાજ લેવાનો લાગો હતે. તે ઉપરાંત શહેરમાં મહાજને ઉપર પણ પાંજરાપોળના કેટલાક લાગા હતા જેવાકે વરકયાની ચોરી ઉપર અનુક્રમે રૂ. ૧) તથા રૂ. ૦-૮-૦ લેવાતા તેમજ ઝવેરાતના વેચાણ ઉપર સેંકડે બે આના લેવાતા તેમજ કાપડ ઉપર દરેક ગાંસીએ રૂ. ૧-૪-૦ લેવાતા. એવી રીતે ઘણાએક લાગા હતા, જે હળવે હળવે કાંઈક કારણસર બંધ પડી ગયા છે તેમ મુંબઈ પાંજરાપોળ તરફથી આ પાંજરાપોળને દર વરસે મદદ તરીકે રૂ. ૨૫૦) મળતા તે પણ કઈ કારણથી સંવત ૧૯૧૧ ની સાલથી બંધ પડ્યા છે. * સંવત ૧૯૧૧ ની સાલમાં આ પાંજરાપોળને વહીવટ મી. જેચંદ જમભાશંકરના હાથમાં હતા. ત્યાર પછી સંવત ૧૯૧૮ થી દિ દલપતભાઈ
તીભાઈ અને મી. જેચંદ જમનાશંકરે સાથે મળીને પાંજરાપોળો વહીવટ સંવત ૧૯૨૫ લગી ચલા,
અપૂર્ણ