________________
૧૯૦૯).
પાંજરાપળે અને તેની સ્થિતિ,
આ રીવાજ ઘણો જ સારે છે. કારણ જનાવને છુટાં ફરવા દેવાથી તે મને સારી કસરત મળે છે, તેથી કરી પાચનશકિત વધે છે, અને શરીરે સારાં રહે છે. તેમને પીવા માટે કુવાનું પાણી કોશવતી કડી કુંડીમાં ભરી રાખે છે. આ કુંડી સાફ રાખવાની જરૂર છે. જો કે માદા જનાવરે ઘણાં થોડાં હતાં, પણ તેમની માવજત બીલકુલ થતી નથી.
જનાવની સ્થિતિ એકંદરે ઘણી સારી હતી. તેમને અનાજ આપવામાં આવતું નથી પણ ઘાસ ઠીક મળે છે. ફકત માંદા તથા દુધાળા જનાવરોને
ડી ડી ચંદી આપવામાં આવે છે. જનાવરેને હમેશાં ચરવા માટે બહાર લઈ જાય છે ત્યાં સારો અને પુષ્ટિકારક ચારો મળે છે. દુધ વેચવામાં આવતું નથી પણ વાછરડાને ધવરાવી દેવામાં આવે છે. છાણ ડું મફત આપવામાં આવે છે ત્યારે મોટે ભાગ ખાતર તરીકે વેચાતું આપવામાં આવે છે. નેકરોની વ્યવસ્થા સારી છે, માવજત સારી રીતે થાય છે. મરેલાં ઢેર ચમારને વેચાતાં આપવામાં આવે છે.
ઉત્પન્ન સારી છે. વેપારીઓએ વેપારમાં લાગા કરી આપ્યા છે. શ્રાવકે ફકત લાગી આપે છે પણ પાંજરાપોળના કામમાં ધ્યાન આપતા નથી. જ્યારે વિશ્વ લાગી આપવા સાથે પાંજરાપોળના કામમાં ધ્યાન આપે છે.
અહીંની પાંજરાપોળના વહીવટદારે બે છે, તેમાં એક મી. પિપટભાઈ અમરચંદ શેઠ શ્રાવક છે અને શ્રાવક વસ્તીમાંથી તેઓ એકજ પાંજરાપોળમાં તન, મન, અને ધનથી ધ્યાન આપે છે. બીજા વહીવટદાર મી. મગનભાઈ દુર્લભરામ શેઠ વૈિશ્નવ વાણિયા છે, અને તેઓ પાંજરાપોળ માટે પુરતું ધ્યાન આપે છે. પિતે વકીલ છે અને તેથી પિતાના અસીલે પાસેથી વખતે વખત પાંજરાપોળના ફંડમાં સારી રકમો અપાવે છે. કહે છે કે ત્યાંના નગરશેઠ જે શ્રાવક છે તેમણે પાંજરાપોળની સીલક જ્યારે રૂ. ૩ સાડાત્રણ રહી ત્યારે તેને વહીવટ હાલના બે વહીવટદારેને સેપેલ છે અને ખુશી થવા જેવું છે કે આ બંને ભાઈઓની જાતમહેનતથી પાંજરાપોળની હાલની સ્થિતિ ઘણીજ સારી છે. વડેદરા ( ગણેશપરા) પાંજરાપોળ. તપાસી તા. ૧૮-૯-૧૯૦૮,
આ પાંજરાપોળમાં ખુલી હવા તથા મેટું મેદાન હોવાથી તેમજ પુષ્કળ પાણી અને ઘણે ચારે હોવાથી જનાવરની શારીરિક સંપત્તિ બહુ સારી છે. જનાવરને દિવસના ખુલ્લા મેદાનમાં ચરાવવાને લઈ જવામાં આવે છે. ત્યારે રાતના જુદા જુદા તબેલાઓમાં જનાવરેને બાંધવામાં આવે છે. ગાયને તથા આખલાઓને માટે જુદા જુદા તબેલાઓ છે. પણ ગાયેની અંદર બે ચાર સારા આખલાઓ Breeding ના ઉત્તેજન અર્થે રાખેલા છે. પાડાઓ, ઘેટાંઓ અને બકરાંઓને માટે જુદા જુદા વેડે રાખ્યા છે.