________________
ઉરિક્રમ અને તેને કંચી.
[ ૩૭૭
ઉન્નત્તિક્રમ અને તેની કુંચી.
( લેખક રા, લલુભાઈ કરમચંદ દલાલ-મુબઈ ) પ્રાતઃકાળની તૈયારી હતી, તેવામાં એક વિચાર ઉદભવ્ય, શ્રેણએ પિતાનું કાર્ય આગળ આગળ વધાર્યું અને તે વિચારશ્રેણીને અંત પણ બુદ્ધિ પ્રમાણે લેખકે નિહાળ્યો. ખેદ માત્ર એટલે જ હતું કે તે વિચારેને આચારમાં મુકવાની જ્યાં ત્યાં ન્યુનતા ભાસતી હતી. છતાં પુરૂષાર્થ ફેરવવાથી, છતી શકિતને ઉપયોગ કરવાથી, વિચારો સિધ્ધ થશે એમ લાગવાથી નિરાશામાં આશાનું કિરણ સ્કુયું. પાંચ કારણ મળતાં કાર્યની સિદ્ધિ થાય છે, એ શાસ્ત્રકારે નું કથન અક્ષરશઃ સત્ય છે; છતાં મુખ્યતા પુરૂષાર્થને જ આપી શકાય. તે વિના બીજાં ચાર કારણે કાંઈ પણ કરી શકવા સમર્થ થતાં નથી. શ્રી મહાવીર અને તીર્થકરે આત્મબળના વિકાસથી પુરૂષાર્થને મુખ્ય માનીને જ જન કલ્યાણ સાથે પિતાના આત્માને પરમાત્મ સ્વરૂપમાં લઈ ગયા છે, તે નિઃસંશય છે. - કદાચ કોઈ પ્રશ્ન કરશે કે આટલી પ્રસ્તાવના લખી તમે શું જણાવવા માગો છો ? તો : તેના જવાબમાં જણાવીશ કે “ આપણું ઉન્નતિ કેમ થાય ?” એ પ્રશ્ન મારા મનમાં રમી રહયો હતો અને એ પ્રશ્નને અંગે જે વિચારે મારા હૃદયમાં જાગૃત થયા તે આ લેખધારા પ્રગટ કરવા ઈચ્છા રાખું છું. આ વિચાર દરેક માણસને થવો જોઈએ, અને આ લેખકને પણ પ્રભાતપૂર્વે તે થયો હતો. હાલના સમયમાં ચાલતાં ધમાધમનાં કાર્યો તરફ દષ્ટિ વળી, પણ ત્યાં પ્રીતિ ચેટી નહિ. દરેકમાં ખામી જણઈ ખામી વાળી બાબતો કેમ સુધરે અને તે સુધા- . રવામાં અગત્યનો ભાગ કોણ ભજવી શકે? આ ઉપર વિચાર કરતાં અંતે એવા નિશ્ચય ઉપર હું આવ્યું કે –
વિચારની શુદ્ધતા અને એકતા વિના કોઈ પણ કામ, સંસ્થા કે દેશની ઉન્નતિ અસત્ય છે. જ્યાં જુદા જુદા વિચારો, એક બીજાના કાર્યને તેડી પાડવાની પ્રવૃતિ, સમય ઓળખવાની ખામી, ધર્માભિમાન નહિ પણ ધર્માન્ધતાને લોભ, પારમાર્થિકને બદલે સ્વાથી વૃતિને વધારો, પૈસાને પ્રાણ સમાન ગણ તેને વધારવા તરફ જ લક્ષ, પણ તેને સદુપયોગ કરવા તરફ બીલકુલ રૂચિજ નહીં અથવા તો બીનજરૂરી ઉડાઉ ખર્ચોમાં તેને દુરૂપયોગ જ્યાં સુધી આ સ્થિતિમાં સુધારે ન થાય ત્યાં સુધી મજકુર પ્રશ્ન ચાલુજ રહેવાને સંભવ છે. ઐક્ય તે દૂર રહ્યું પણ ડાબે હાથ જે કામ કરે તે તેડવાને જમણે હાથે તૈયાર જ રહે તેના કરતાં વધારે શોકજનક સ્થિતિ બીજી કઈ હેઈ શકે?
આ સર્વ બાબતમાં સુધારે કરવાની ઘણું જરૂર છે. અને આ સુધારાને આધાર પુસ્તક, માસિકે, અને વર્તમાનપત્ર પર છે. એમ હું જણાવીશ, ત્યારે મને લાગે છે કે સઘળા વિચારવંત પુરૂષ મારા મતને મળતા થશે. પશ્ચિમની સ્થિતિ જોતાં જો આપણે આવા નિર્ણય ઉપર આવીએ તે તેમાં આપણે ભૂલ કરતા નથી. આ સાથે આપણે કબુલ કરીશું કે શ્રીમ,