________________
૩૩ ]
જૈન કારન્સ હેડ.
( ડીસેમ્બર
જરૂર નથી કે ઉપયોગી નથી, તેમ કાપણુ ગામની કાઇપણુ વ્યકિતએ જાહેર કર્યું" હાય અથવા કોઇના મનમાં પણ આવતુ હાય. બેશક સામાન્ય મતભેદને લઇ અથવા ખીજા કારણાને લપ એકમને કાર્ય ન કરી શકવાના કારણેાએ કેટલાંક સ્થળાએ સુસ્તાઇ જોવાય છે, અને તેના બહાનાંઓ લઇ કેટલાક સ્થળેથી નાસીપાસ થવાના દાખલા મળે છે. પણ તેથી એમ ધારવાને કંઇપણુ ઉતાવળ કરવી યોગ્ય નથી કે તે કારન્સથી વિરૂદ્ધ છે-કે જેથી 'સુકૃત ભંડારના ચાર આના આપવા આનાકાની કરે છે.
દાખલા તરીકે અમદાવાદ, ભાવનગર જેવા સ્થળાને આગળ કરાય છે. પણ જોનારા જોઈ શકયા હશે કે, તેવા ગામમાંથી ચાર આનાના હિસાબે જે રકમ આવે તે કરતાં પણ ઘણી વધુ રકમ ત્યાંના લાગણીવાન્ અને જાણીતા અગ્રેસરા તરફથી નિભાવ ફ્ંડ માટે મળેલી છે. અને તે રીતે જ તેઓના જ્યાં સુધી કામ ઉપર પ્રેમ છે. ત્યાં સુધી કાયમ મદદ મળવાની છે.
આ સમયે એક વાત યાદ આવે છે કે, આવી સમજયુને લઇને અમદાવાદ મધ્યેની શિથિલતા જોઈ તીખા પણ લાગણીવાળા લેખની ગત અંકમાં હસ્તી થઇ હોય; અને તેથી કાંઇની લાગણી દુખાણી હોય. તેા તેને માટે આપણે દીલગીર છીએ.
એ તા નકી છે કે, હું મહાનનો ચેન તાસ થા” એટલે 'મેાટા જે પંથે ચાલે તે પંથે ચાલવું. આવું શાસ્ત્ર કથન હાવાથી તેવા રીવાજ પડી ગયા છે. તેથી શુભાશુભ ક્રામને મેાટાએ વિચાર કરી પેાતાના પંથે અન્યજના ચાલે અને શુભ કાર્ય કરી પુણ્ય.હાંસીલ કરે તેવી પ્રવૃત્તિ રાખવી ઉચિત છે. આ કાર્યની ફતેહ થવાથી પરિણામે અનહદ પુણ્ય ઉપાજૅન કરવું છે, એ નિર્વિવાદ છે. શું ! પૈસા વિના કાંઈ પણ કામ થઇ શકે ? શક્તિવાળા
એ અરસપરસ સહાય અર્થે, કામના અભ્યુદય અર્થે શકિતઅનુસાર મદદ કરવી તે તેમની ક્રુજ છે એમ દરેક વ્યકિતએ સમજવું જોઇએ.
અમદાવાદ કઇ રીતે સુકૃતભડાર માટે પાછી પાની કરે તેમ ભાવના રાખવી ઠીક નથી. ત્યાંના યુવકો મહેનત કરવા તૈયાર છે તેા પુણ્યવાન અગ્રેસરાએ તેને અનુકૂળતા કરી આપવી અને પેાતાની સાથે પેાતાની લાંગવગના સ્થાનેથી પણ તે અપાવવાને તૈયાર રહેવુ; તેમ કરી ખીજાઓને અનુકરણુનીય થઇ પડી યુવાન અને શ્રેષ્ઠિ વ ઉભય પુણ્ય હાંસિલ કરવાને તૈયાર થશેજ, તેમ લેખકની ઇચ્છા સાથે ભાવના છે. અને તે ભાવનાને ત્યાંના બંધુઓ તથી સત્કાર થતાં કાર્ય સફળ થશે એ પણ નકકી છે.
જૈન પ્રજા કરતાં અન્ય પ્રજા કેટલી આગળ વધે છે ? કયા માર્ગે વધે છે ? અને આડ’ ખરી તેમજ વાહવાહ કહેવરાવવા માટે ખર્ચ કરવા કરતાં કામને અભ્યુદય થાય તેવા માગે કેવી રીતે ખર્ચ કરે છે, અને કેળવણીનેજ કેટલી મુખ્યતા આપે ? આ સર્વે ખારિક અભ્યાસ શ્રીમાને અને વિદ્વાના કરે અને જૈત પ્રજાના ઉદય કયા માર્ગે છે તે વિચારી ખરા માર્ગને પકડે એવી બુધ્ધિ શાસનના અધિષ્ઠાતા તેમને આપે તેવી આ લેખના અંતે શુધ્ધ અંતઃ કરણની પ્રાર્થના છે.
લિ
મધુકર