________________
૩િ૪]
[ફેબ્રુઆરી
જે કોનફરન્સ હેરડ. હાનિકારક રીતરીવાજો,
(રા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ સેની. બી. એ. એલએલ. બી.)
આ માસિકમાં શ્રી જેન (વેતાંબર) કેન્ફરન્સ હાથ ધરેલા જુદા જુદા વિષયે તેમજ જૈન કેમની સર્વ પ્રકારે ઉન્નતિ સાધવામાં હેતુ ભૂત અન્ય બાબતે ચર્ચવામાં આવે છે. પ્રસ્તુત માહવારીના પ્રવર્તક તરફથી માસિકને આપવામાં આવેલ નામને અનુસરીને પ્રધાનતાએ કેનફરન્સને જ લગતા લેખેને પ્રથમ સ્થાન આપવામાં આવે છે એ આશયને ધ્યાનમાં રાખીને સર્વ માન્ય ઉપગિતા અનુસાર નિર્ણિત કરેલા ક્રમ પ્રમાણે જુદા જુદા વિષયે ઉપર વિવેચન કરવાની, તે તે વિષયે સંબંધી કેમના વિદ્વવર્ગમાં ચર્ચાને જન્મ આપવાની ઈચ્છા રાખવામાં આવી હતી. આ દિશા તરફ વલ થતાં પ્રસંગ મળે “ નિરાશ્રિત જૈન અને જૈન શ્વેતાંબર મદદ ફંડ ” અને “કે. ળવણી” ના વિષયે ઉપર આ માસિકના ગત વર્ષના અંકમાં યથાશક્તિ નીડરતાથી સ્વતંત્ર વિચારે પ્રકટ કરવાની તક હાથ ધરી હતી.
. ઉપરના બે વિષ પછી આપણું તરતજ ધ્યાન ખેંચે તે વિષય હાનિકારક રીતરીવાજો બંધ કરવા સંબંધીને છે. ઉક્ત વિષય ઉપર કોન્ફરન્સની બેઠક વખતે પ્રસિદ્ધ વક્તાઓ તરફથી હદયદ્રાવક શબ્દોમાં તે પ્રસંગે જ ણાતાં અસરકારક રીતે વિવેચન કરવામાં આવે છે. તેમજ અર્વાચીન સમયને અનુકૂળ શિલી અનુસાર પૂજ્ય વિદ્વાન મુનિ મહારાજે તરફથી વ્યાખ્યાન વખતે તથા જાહેર ભાષણ દ્વારાએ હાનિકારક દુષ્ટ રીવાજો નાબુદ કરવાને માટે સચોટ રીતે યુકિતપૂર્વક ઉપદેશ આપવામાં આવે છે. આટલેથીજ નહિ અટકાવતાં આ સંબંધમાં માસિકમાં તથા સાપ્તાહિકમાં વખતે વખત દલીલપૂર્વક વિવેચન કરવામાં આવે છે. તેમ છતાં પણ લાંબા વખતથી જડ કરી રહેલા ત્યાજ્ય રીવાજોને મૂળમાંથી ઉખેડી નાંખવાને પ્રાચીન વર્ગની ગણનામાં આવતા જ્ઞાતિના અગ્રેસરે સ્વાર્થસાધક વૃત્તિને તજી દઈ ઉક્ત કાર્યમાં પ્રેરાય તે માટે નવીન વર્ગ-સમજુ વિદ્વાન વર્ગ અસાધારણ પ્રયાસ કરવાની જરૂર છે. સુધારા પક્ષના સ્થંભ તરીકે ગણાતા હિંદુ કોમના માનનીય આગેવાને સોશ્યલ કોન્ફરન્સ નામની સંસ્થા સ્થાપીને નિસ્વાર્થ વૃત્તિથી જે કાંઈ કરી શક્યા છે તે તરફ દષ્ટિ કરવાની જરૂર છે. આપણે હાથ ધરેલા વિષયે તેમના જેટલા વિસ્તીર્ણ નથી. તેમને જે પક્ષની સાથે યુદ્ધમાં ઉતરવું પડે છે તે પક્ષ ઘણુજ દીર્ધ કાળથી પ્રચલિત રૂઢી તથા વિસંવાદી શાસ્ત્ર વચને ઉપર મદાર બાંધે છે. આપણી સ્થિતિ તેવી નથી બલકે તેમનાથી ઉલટી