________________
૧૯૦૯ ]
જેન નિરાશ્રિતની સ્થિતિ. જેન નિરાશ્રિતની સ્થિતિ,
વારંવાર કહેવામાં આવે છે કે જૈનોમાં ઘણું નિરાશ્રિ અને ગામડામાં લેકે ઘણીજ લાચાર સ્થિતિમાં આવ્યા છે, અને આવે છે, અને મદદ ન મળવાથી કેટલીક વખતે ધર્મભ્રષ્ટ પણ થાય છે. આ બાબતમાં કેટલું સત્ય છે તે નીચેની હકીકતથી જણાય તેવું હોવાથી તે સ્થિતિ સંઘ પાસે રજુ કરવાની રજા લઈએ છીએ.
આપણા ભાઈઓને મદદ કરવા ઉદાર ગૃહસ્થોએ રકમ આપી છે, અને તેને વખતે વખત સેક્રેટરીઓ તરફથી મદદને ગ્ય જણાતા ભાઈઓને મદદ આપવામાં આવી છે. - આ વરસ આ કામને માટે કમિટી મુકરર કરવામાં આવી છે, અને તેના તરફથી જુદા જુદા ગામના શ્રી સંઘ તરફ આવા ભાઈઓને કેવા પ્રકારની મદદ જોઈએ છીએ તેની તપાસને માટે મેં છપાવી મોકલવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૫૩૫ આ તરફથી તેમજ પ્રોવિન્સીઅલ સેક્રેટરી મારફત મળી કુલ ૬૦૦ ગામ આશરેમાં ખબર આપેલી છે. તેમાં ફક્ત અત્યાર સુધીમાં અમને ૪૭ અરજીઓ મળી છે. જેમાંની કરીને માટે, વેપારને માટે, અને મદદને માટેની છે. નોકરીઓની અરજીઓ પૈકી શ્કેટલાકને અમારા તરફથી બોલાવવામાં આવતા છતાં જવાબ નથી, બાકીનાની સાથે પત્ર વ્યવહાર ચાલુ છે, વેપારની અરજીઓવાળામાં માટે ભાગ મોટી રકમને એટલે સે, બસે, પાંચસો અને તેથી પણ વધારેની માગણી કરનાર છે. આ માગણી કરનારાની સાથે અમારે પત્રવ્યવહાર થતાં તેની સાથે જામીનગીરી અને કયારે પાછા આપવામાં આવશે તેને જવાબ માગવામાં આવતાં એક તરફથી જામીન આપવાને જવાબ આવેલ નથી. આથી સર્વે વાંચનારાને સ્પષ્ટ સમજાશે કે જેઓના જામીન થવાને પિતાના ગામની અંદર પણ સાધન નથી. તેઓને કેન્ફરન્સ કયા આધારે મોટી રકમ આપી શકશે. બાકીના મદદ માગનારાઓ કે જેઓ પાસેથી પાછા લેવાના નથી તેઓને માટે અમારા તરફથી સગવડ કરવામાં આવેલ છે અને બાકીને માટે અમારો પ્રયાસ ચાલુ છે.
લી. સેવક. માણેકલાલ ઘહેલાભાઈ. નિરાશ્રિત કમીટીના સેક્રેટરી. શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સ,