SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કેન્ફરન્સ હરડ. ફેબ્રુઆરી. સારૂં નામ મેળવ્યું છે, પરંતુ વીમા કંપનીઓ, બેક-સ્ટીમરે વીગેરે ધંધા જેમાં લાખો બલકે અબજની પેદાશ હિંદુસ્તાનમાંથી પરદેશ જાય છે તે તરફ પુરૂં લક્ષ આપ્યું નથી. વીમા ખાતાઓ અને બેંકના ખાતામાં ભાગીદાર થવું જેને વધારે પસંદ કરે છે, કારણ કે એ ધંધામાં હિંસા બીલકુલ નહિં હોવાથી તેમજ શાસ્ત્રને બીલકુલ બાધ નહિં હોવાથી તેમજ દેશની મુ દેશમાં ૨૦ હેવાથી સ્વદેશી હીલચાલને પુરત ટેકે મળે છે. આ તકને લાભ લઈ ભરૂચના જાણતા જેન ગૃહસ્થ મી. ડાહ્યાભાઈ દલપતભાઈ દલાલ જેઓએ વીમાના - કામને પુરતે અનુભવ મેળવ્યું છે, તેઓએ ભરૂચમાં હેડ ઓફીસ રાખી “ધી બ્રીટીશ ઈ આ કો-ઓપરેટીવ ઈસ્યુરન્સ એન્ડ બેંકીંગ કંપની લીમીટેડ” એ નામની કંપની ઉભી કરી છે અને તેમાં પ્રથમ આગના વીમાનું કામ શરૂ કરવાના છે. કેપીટલ હાલ પાંચ લાખની રાખી છે જે ધીમે ધીમે વધારી એક 1 કરોડ રૂા. ની કરવાનું જાહેરનામામાં જણાવેલું છે. દરેક શેર રૂ. ૧૦૦) ને : રાખેલ છે અને હાલ તુરત માત્ર રૂ. ૫) અરજી સાથે લેઈ શેર હોલ્ડરે નોંધે છે. તેમની ઓફીસ ભરૂચમાં છે. વધુ હકીકત માટે મેસર્સ ડી. ડી. દલાલની . ભરૂચ. એ શિરનામે લખવું. ભાઈ ડાહ્યાભાઈ સાહસિક હોવા સાથે ખંતીલા છે અને પિતાની યેજના પરિપકવ થયે અમલમાં મુકે છે તેની ખાતરી એ ઉપરથી થાય છે કે કંપની રજીસ્ટર થયાને ત્રણ માસ થયા એટલામાં ત્રણ - હજાર ઉપર શેરે ભરાઈ ગયા છે. હવે બાકીના શેરે આપણા શ્રીમાન જેને તેમજ મધ્યમ વર્ગ અકેક શેર લેશે તે પણ તેમની કેપીટલ ઉભરાઈ જશે અને તેમના સાહસને પુરેપુરૂં ઉત્તેજન મળશે. અમે આ કંપનીની પુરેપુરી ફતેહ : ઇચ્છીએ છીએ. અને શ્રીમાન જૈન ગૃહસ્થ આ કંપનીના ઘરેકટર–પેદ્રને થશે અને વેપારી લેકે આ કંપનીમાં પિતાના વીમાના કામકાજ આપશે તે રહેવારને લાભ થશે. એટલું જ નહિ પણ જેને કેમ આવા આવા ઉદ્યોગોમાં આગળ વધશે તે જૈન કોન્ફરન્સને હેતુ સચવાશે એવી આશા છે. જેને જાતિ અભિમાન રાખવું જોઈએ. અગ્રેસરથી પિતાનાથી કાંઈ ના બને તે જે ‘જેને આવા સાહસ ઉઠાવે તેને તે ધંધાના ગુણદોષ તપાસી એગ્ય લાગે તે તેમને સારી મદદ કરવી જોઈએ. મી. ડાહ્યાભાઈએ પિતાના સાહસને એકલા જૈનના આશ્રયપર ઉભું કર્યું નથી. પણ પ્રજાકીય ગણું સર્વે કામના આગેવાનેને દાખલ કીધા છે. હિંદુસ્થાનની આર્થિક સ્થિતિ સુધારવા માટે આવા ધંધાની જરૂર છે, ને તેથી દરેક ગૃહસ્થ એવા કામમાં સામેલ થવું જોઈએ. છેવટે અમે આ કંપનીની દરેક ફત્તેહ ઈચ્છીએ છીએ,
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy