________________
- ૩]
શ્રી માંડવગઢ તીર્થ, નં. ૭૨૪ વાળા ઉમેદવારના કુલ માર્ક સિાથી વધારે હતા. તેમજ તે સુરતના વતની હોવાથી આ સ્કોલરશીપને અડધો ભાગ આપવામાં આવ્યે છે.
નં. ૧૫૩ વાળા ઉમેદવારના સંસ્કૃતના સૌથી વધારે માર્ક હતા, તેથી તેમને આ સ્કોલરશીપને બીજો અડધે ભાગ આપવામાં આવ્યું છે. પ્રાચીન સમયમાં “માંડવગઢને રાજીઓ નામે દેવ સુપાસ” એવા એવા
અનેક સુવાક્યોથી વિખ્યાત શ્રી મંડપ નામક તીર્થ હાલમાં શ્રી માંડવગઢ ક્યાં છે તે આશરે દશેક વર્ષ પહેલાં કેઈક જૈન તીર્થ. જાણ હશે. આ તીર્થ સાંપ્રત કાળમાં શ્રી માંડવગઢના
નામથી ઓળખાય છે. મુનિરાજ શ્રી હંસવિજય સંત ૧૯૫૮ માં બુરાનપુર સંઘ સાથે આ તીર્થની શોધમાં નીકળ્યા હતા. જ્યારે આ તીર્થ તેઓને હાથ લાગ્યું ત્યારે તેની આસપાસ ગીચ ઝાડી હતી. તેમજ મંદિરમાં પૂજન વિગેરે વિધિપૂર્વક થતું ન હતું. પરંતુ ઉક્ત મહારાજશ્રીના પ્રયાસથી ત્યાં એક ધર્મશાળા બંધાઈ હતી, અને ઘણી આશાતના દુર કરવામાં આવી હતી. આ ધર્મશાળા માટે જમીન ખોદતાં નીકળેલી પ્રતિમાઓની પ્રતિકા ગઈ સાલમાંજ થયેલી છે. માંડવગઢ તરફ હમણાંજ એક બીજો સંઘ થોડા વખત ઉપરજ પન્યાસજી શ્રી કમળવિજયજી સાથે જાત્રાએ બુરાનપુરથી ગમે હતે.
- આ તીર્થના વહીવટ કર્તા નાલાના શ્રાવકોએ પન્યાસજીના ઉપદેશથી આપણું ધામિક હિસાબ તપાસણી ખાતાના ઇન્સ્પેકટરને આ તીર્થને હિસાબ આ ખાતાના નિયમાનુસાર દેખાડ્યું હતું. તેમજ આ તીર્થની રક્ષા અને વહીવટ સુવ્યવસ્થિત રહે તે માટે આ ખાતાના ઉપરી અધિકારી શેઠ ચુનીલાલ નાનચંદની સંમતિથી ચાર ટ્રસ્ટીઓ નીમવામાં આવ્યા હતા.
: આર, એમ, રેલ્વેના મહુની છાવણીના સ્ટેશને ઉતરીને શ્રી માંડવગઢ જવાય છે. સ્ટેશને બેલગાય, ઘોડાગાડ, કે મેટરગાડી ભાડે મળી શકે છે. રસ્તે ઘણો જ સારે છે. આ તીર્થ હજી કેટલેક ઠેકાણે જીર્ણ સ્થિતિમાં હોવાથી તેને જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. આ પ્રાચીન તીર્થની યાત્રાએ જવાની તેમજ તેને ઉદ્ધાર કરવાની અમારી ઉદાર શ્રીમંત પ્રત્યે વિનંતિ છે.
સ્વદેશી જૈન સાહસ.
જૈન ગૃહસ્થ સ્વદેશી હીલચાલને લાભ લેવામાં પાછળ નથી. ગુજરાતમાં મિલેના આગેવાને તથા રૂ-કપાસના વેપારી તરીકે તેમ સરા તરીકે જેનોએ