________________
૧૯૦૮)
મુંબઈમાં વસતા ગરીબ જઈનેની હાડમારી.
( ૩૨૧
આંકડા પ્રગટ થતા રીપેટના વષની શીલીક ઉપજ અને ખર્ચના આંકડા એ ખાતાની તમામ શીલીક વીગતબધ કઈ જગાએ રોકવામાં આવી છે, તેની વિગત, એ ખાતના તમામ નેકરો ગ્રેડવાર ભાગ પાડીને તેમનું પગાર ખર્ચ, ઉપજ ખર્ચ વધવા ઘટવાનાં કારણ, ભવિષ્યમાં શું એ ખાતાને જોઇએ છીએ તેની વીગત અને કારણે, બજેટ કરવાનો રીવાજ હોય તે ચાલતું બજેટ તથા પ્રગટ થતા વહીવટનું બજેટ રજુ કરવા, શું શું લાભ આપવામાં આવ્યા. કમીટીથી વહીવટ ચાલતું હોય તે કમીટીના મહાનાં નામ, કેટલી મીટીંગ થઈ દરેક મીટીંગમાં શું થયું તેનો સાર, અને એકાદ બે ગૃહસ્થોથી વહીવટ ચાલતો હોય તે કયા ધરણથી ચાલે છે, તેની વિગતવાર હકીકત આપવી જોઈએ. હિસાબ એડીટ કરાવ્યા પછી એડીટરને અભિપ્રાય સાથે પ્રગટ કરવાથી વિશ્વાસલાયક વહીવટ સિદ્ધ થશે. એ રીપોર્ટમાં ઘરેણું અને સરસામાનનું લીસ્ટ અને નવા સામાનનું લીસ્ટ એમ દાખલ કરવાથી કદ બહુ વધી પડશે નહીં; આશ્રય આપન ની રકમ તથા નામ પણ પ્રગટ કરવાં. પરંતુ તેમાં જૂજ રકમનાં ઘણું નામે થતાં હોય તે એ રકમને સરવાળે જણાવો. લાગા કે એવાં જે જે ઉપજનાં સાધને હેાય તેનાં નામવાર ઉપજ જણાવવી. ખર્ચ પણ ખાતાવાર જણાવવું. જે ખાતું ચાલતું હોય તેનું પરિણામ જણાવવું. જેમકે એક પાંજરાપોળ કે જેમાં કેટલાં જનાવર હતાં કેટલાં નવાં આવ્યાં કેટલાં મરી ગયાં કેટલાં વેચાતાં આપ્યાં, કેટલાં બક્ષીસ આપ્યાં, આવી હકીકત આવવા જરૂર છે. સખાવતને લાભ લેનારના નામે પણ જણાવવાં. જેમકે-વિદ્યાથીઓને મદદ હોય તો નામ અને અભ્યાસવાર તેમનું લીષ્ટ હોવું જોઈએ. જેનશાળાને મદદ હોય તો તે તમામ જૈનશાળાનાં લીષ્ટવાર મદદની રકમ જોઈએ, આવા રીપોર્ટથી ઘણી જ સ્વચ્છતા રહેશે.
રીપેર્ટમાં જે કાંઈ કરવા ગ્ય એ ખાતાએ હોય તેની વિગત અને કયે રસ્તે એ થઈ શકશે, તે પણ જણાવવું. આ જમાને પ્રસિદ્ધ કરવાનું છે, પણ છુપાવવાને નથી. છુપા વહીવટથી અનેક ગેરલાભ થાય છે. માટે સ્વચ્છતા જાળવવા સારૂ તમામ સ્વામીભાઈઓને વિજ્ઞપિત છે.
નારણજી અમરશી શાહ.
મુંબઈમાં વસતા ગરીબ જેનેની હાડમારી,
, જેને વીતી જગતમાં, તે પર પીડા જાણ;
સાકરના શેખીનને, ભુખ્યાનું નહીં ભાન.” અલબેલી મુમ્બપુરીના મેધા જીવનના ભેગા થઈ પડેલા દ્રવ્યહીન અને સીજાતા જૈન બંધુઓ! તમારી દાદ– ફરીયાદ કણ સાંભળે તેમ છે તમારી પ્રાર્થના-સ્તુતિ-કાલાવાલા ત કણુ લક્ષ આપે તેમ છે ? નગારખાનામાં તુતીને નાદ ક્યાંથી સંભળાય! રણશીંગડાંની કારમી ચીસે આગળ વિણા નાદ ક્યાંથી ફૂટી નીકળે? મેટાઓને નાનાઓની કયાં ગરજ પડી છે ! ધનવાનેને નિધની શી દરકાર ! તેઓ તેમનું જાણે અને તમે તમારું જાણો.