________________
૭૨૨ )
જૈન કેન્ફરન્સ હેરલ્ડ,
1 ડીસેમ્બર
પૂર્વે ગ્રામ્ય પ્રદેશમાં વસનારા અને પંખીઓની પેઠે ખુલ્લી હવામાં હરીફરી કલ્લોલ કરનાર પણ ગામડાંઓમાંથી વેપાર રોજગાર પડી ભાગવાથી ઉદર પોષણ કરવા નિમિત્તે અત્રે આવી રહેનારા જૈનો, તમારે પિતાની કંગાલ સ્થિતિને લઇને ગટર જેવી કોટડીઓમાં, અરે કારાગ્રહોમાં રહેવું પડે છે. બાર કે પંદર રૂપૈયાના દર મહીનામાંથી ઓછામાં ઓછા પાંચ-સાત રૂપીયાભાડા પેટે આપવા પડે, તે પછી બાકી રહેલી નજીવી રકમમાંથી કુટુંબના બે ત્રણ માણસનું પિષણ કેવી રીતે થઈ શકે? નિર્વાહ કરતાં કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે ! એ તો રહ્યું પણું આટલું બધું ભાડું ખર્ચવા છતાં પણ તેમને કમેં દુર્ગધ હવા પાણી વાળી ઉભા થતાં માથું ભાગે તેવી જ મળે એ કેટલી બધી દીલગીરીની વાત ! શ્રાવકેના સંતાનેની કેવી દુર્દશા! અસેસ! અફસોસ !!
અમારા શેઠીઆઓને ક્યાંથી ખબર હોય કે આવી રીતે તેમના સ્વધમી બંધુઓ પીડાતા હશે–સડી જતા હશે. તેઓ મેટા મોટાઓની વિઝીટ જાય, સાહેબ લોકોને ત્યાં શેકહેન્ડ કરવા જાય કે સ્વકોમના આવા દુર્ભાગી બંધુઓની અવસ્થા તપાસવા જાય, વાલકેશ્વર,
પાટી કે માથેરાનમાં બંધાવેલા બંગલાઓના વાસીઓને ગલી કુંચીઓમાં આવેલી એમની ગંધાતી ઓરડીઓની મુલાકાત લેવી કેમ ગમે ! એતે અમારા સ્વયંસેવકોજ સુકૃત ભંડારનાં નાણાં ઉધરાવવા જાય. તેઓ જ તેમના કેદખાનાનાં દર્શન કરી. કેન્ફરન્સ ઓફીસમાં રોદણાં રાઈ, તેમની ખરી સથિતિનું ભાન કરાવી જેનાની આંખ ઉઘાડે. આ તે હેય ઈંગ્લાંડા ત્યાં તે લક્ષાધિપતિઓ અને અબજપતિઓ પણ ખુણે ખાચરે ફરી ગરિબોની સંભાળ લે છે. ત્યાં મફત અથવા તે તદન સસ્તાં ભાડાના મકાને રંકજનેને પુરો પાડવામાં આવે છે. ધનાઢયે આવું કાર્ય કરે તેમાં તે શું નવાઈ પણ સામાન્ય પંકિતના માણસો કરે છે. કેરાડી જેવાના છાપરા તળે હજારે મજુરે રાત્રે આવી સુએ છે. ત્યાં આ એક કેરહાડ નથી પણ અનેક છે, ત્યારે આપણે જેને કોમમાં એકે એ ભાઈને પુત પાક નથી કે જેણે મકાન બંધાવી નિરાધાર જેને માટે તેનાં બારણું વગર ભાડે કે તદન સસ્તા ભાડે ખુલ્લો મુકાયા હોય! દેરાસરોની ચાલ અન્ય ધમીઓ કે જેનાથી ઘણી જાતની આશાતનાઓ થવાનો સંભવ છે તેઓને ભાડે અપાય પણ જેનોને ન આપવામાં આવે આ કેટલી બધી ખેદની વાત.
પારસી જેવી નાનકડી કોમે આના સંબંધમાં જે કર્યું છે, તેને અંશ માત્ર જૈન જે. વી માતબર અને બહેળી કોમ કરવા સમર્થ થઈ નથી. પારસી ગૃહસ્થની બંધાવેલી ઘણી ચાલોનાં દ્વાર ઉપર ખાસ પારસીઓનેજ માટે એવા શબ્દો આલેખાયેલા વાંચવામાં આવે છે પણ ખાસ જૈનોને માટે એમ લખેલું એક પણ બેડે આખા મુંબઈ શહેરમાં અમારી દષ્ટિએ પડતું નથી.
| મુખપુરીના શ્રીમાન શેઠીયાઓ! જે તમે માળાના માલીક હે તો ભલે નહીં તો નવા માળા બંધાવી તેના દરવાજ સાધારણ જેનોને રહેવા માટે વગર ભાડે, વગર ભાડે નહી તદ્દન સસ્તા ભાડે ખુલ્લા મુકે એવી તમ પ્રત્યે અમારી પુનઃ પુનઃ નમ્ર પ્રાર્થના છે.
માણેકલાલ મગનલાલ ડાકટર,