________________
૧૮૦૦ જેનાં જાહેર ખાતાના પ્રગટ થતા રીપેર્ટી સંબંધી સામાન્ય સુચનાઓ. કહે જૈનોનાં જાહેરખાતાના પ્રગટ થતા રીપોર્ટ
સંબંધી સામાન્ય સૂચનાઓ.
મુંબઈ ઇલાકામાં આપણી જૈનોની વસ્તી બહેળા પ્રમાણમાં છે. દેરાસરે, ઉપાશ્રયે, ધર્મશાળાઓ, દવાશાળાઓ, પાંજરાપોળે વગેરે ઘણાક ધાર્મિક ખાતાં જૈન ચલાવે છે. હાલમાં આવા ખાતાના સરવૈયાં અને રીપોર્ટ બહાર પાડવામાં આવે છે. આમાંના સંખ્યાબંધ રીપિર્ટીનું મેં અવલોકન કર્યું છે, પરંતુ તેમાં ઘણીખરી વખતે સરસ પદ્ધતિ દેખવામાં આવી નથી. સરસ પદ્ધતિ ન રહેવાનું કારણ જોઈએ તે કાંતે ગોટાળો અને કાંતે આવડતની ખામી હોય છે. આવી ખામીઓ દૂર કરવાને યોગ્ય ઇલાજે લેવા જોઈએ
યથા રાજા તથા પ્રજા એ આપણુમાં પ્રચલિત કહેવત છે. આપણું રાજા તરફથી રીપોર્ટ દરેક ખાતાના પ્રગટ થાય છે. તેમાં ઉપજ, ખર્ચની વિગત આપવામાં આવે છે, વધઘટનાં કારણે દર્શાવવામાં આવે છે. ગયા વર્ષની શીલીક અને ચાલતા વર્ષની શાલીક બતાવવામાં આવે છે. એ છતાં એ ખાતાંઓના ભલા માટે દેશહિતકારી જાહેર માણસે ઘણુ વખતે ટીકા કરે છે કે એ રીપેર્ટીમાં પૂરતી વીગતે નથી. પાંચ વર્ષના જૂદા જૂદા ઉપજ ખર્ચના કોઠા નથી. આ બધી વખતે એ ટીકાઓનું વાજબીપણું આપણે સ્વીકારીએ છીએ; પરંતુ જ્યારે આપણા પોતાના હાથમાં એ કારોબાર આવે છે, ત્યારે આપણે પસંદ કરેલ ટીકાને કાંઇ અમલં કરતા દેખાતા નથી. એથી એમ થઈ પડે છે કે “જેવી પ્રજા તેવા રાજા ” આ યુરોપીયન ઉપરણું લાગુ પડે છે, એટલે જે આપણે રાજ્યદ્વારી સુધારણ ઈચ્છતા હોઈએ અથવા તેમાં ભાગ લેવા ઈચ્છતા હોઈએ તે આપણે આપણું જાહેરખાતાંને મજબુત અને સ્વચ્છ કારોબાર રાખવા ઉપરાંત તેની માહિતી પૂરતી રીતે સર્વને મળી શકે એવી સગવડતા સાચવવાની જરૂર છે.
આપણુ શ્રીમંત ધુરંધર વેપારીઓ મીલે અને કેટલીક કમ્પનીઓના માલીક-ડીરેકટરે અને ભાગીદારો છે. જેઓ જોઇન્ટ સ્ટોક કમ્પનીઓના ધોરણ–બેન્કના હિસાબોનાં ધોરણ-સરાણી પેઢીઓનાં ધોરણો સમજે છે. એવા ખાતાના રીપોર્ટી અને હિસાબો જોઈ એમની ક્રેડીટનું અચ્છી રીતે માપ કાઢી શકે છે, એજ ભાઈઓ પિતાના તાબામાં ચાલતાં જાહેરખાતાંઓમાં એવા ધોરણની નકલ કરતાં કેમ દગદગો પામે છે એના કારણે સમજાતાં નથી. આપણા ધાર્મિક ગ્રંથમાં દ્રવ્ય સીરીઝંથ આપણું જાહેર સાર્વજનિક ખાતાં માટે બહુજ ઉત્તમ કાનુન બતાવે છે કે, જે પિતાના ઘરના કારોબારને કરકસર અને સ્વચ્છતાથી વહીવટ કરવામાં આવે છે એ જ ઉંચી પદ્ધતિથી પિતાના હાથમાં સંપાએલ ધાર્મિક દ્રવ્યનો ઉપયોગ કરે ય વહીવટ ચલાવે, અને તેમાં કાંઈ પણ ગોટાળો થવા દે નહીં. જે કોઈ ગેટાળો કરતું હેય તે તેની સુધારણા રખાવવા પણ ફરજ છે. દયામય તત્વનું એજ લક્ષણ છે કે કઈ પણ ભૂલપાત્ર છવને સુમાર્ગે ચડાવ, આથી આપણું જાહેરખાતામાં સ્વચ્છતા અને તેજનો પ્રકાશ કાયમ રહે એટલા માટે જાહેર રીપોર્ટોમાં તમામ માહેતી રજુ કરવાની જરૂર છે.