________________
ફ૨)
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
-
નવેમ્બર
ફી મળશે, ધાર્મિક અભ્યાસ કરનારને મદદ મળશે, એ વિગેરે અનેક પ્રકારના શુભ કામની છેવટે કેમની માનસિક, આર્થિક અને ધાર્મિક સ્થિતિ પ્રબળ થઈ જશે એમ લાગે છે. એવા સબળ ઉન્નતિ સાધક માર્ગમાં આ૫ વરસ દહાડે માત્ર ચાર આના, દર મહિને માત્ર ચાર પાઈ, એક અઠવાડિયે માત્ર એક પાઈ આપવામાં કશી આનાકાની કરશે નહીં. એવી આશા રાખવામાં કોઈ પણ પ્રકારની ભુલ કરતા હોઈએ એમ લાગતું નથી. મોટી રકમ મેળવવાની આશા રાખ્યા કરતાં તમારી નાની નાની મદદથી કેમ વધી શકી છે, અને સુકૃતભંડાર રૂપે વાર્ષિક એક લાખની પેદાશ ઉત્પન્ન કરી શકી છે એમ જે આપણે બતાવી શકીએ તે બહુ ઉતમ લાભ થાય અને અમને ખાસ ખાતરી છે કે તમારી સેવાની સંમતિથી આપણે તે સમય હાલમાં જ બતાવી શકશું.
કેન્ફરન્સની મુંબઈ હેડ ઓફીસમાં થએલું
કામકાજ.
સુકતભડાર ફડનીચેના ગામમાંથી આ ફંડનાં નાણાં આવ્યાં છે –નાશીક, આટીદેવ, નીમચકેમ્પ, રાજણું, બેદીન, દેજ, નીકવરા, સુલતીર્થ, વાલવડ, કાવીઠા, ધરમજ, ખઢાણ, દંતાળી, વડલા, એકલારા, સીરપુર, આદરીઆણા, રાંદેર, વટાદરા, પચાસર, વણોદ, નવાપરા, વણેદ, ભાંભણું, મેધવાડીયા, મેકરડા હાલાપુર, વગેરે.
| નાનાં મોટાં ગામના આગેવાને સાથે સુતભંડાર ફંડને લગતો પત્ર વ્યવહાર ચાલુ છે. કોન્ફરન્સના માનાધિકારી તેમજ પેડ ઉપદેશકો વગેરે મારફત પણ તે કામ લેવામાં આવે છે. સુકતભંડાર યોજના સંબંધી એક નિબંધ કોન્ફરન્સ એજ્યુકેશન બોર્ડના સેક્રેટરી મી. મોતીચંદ ગીરધર કાપડીયા સોલીસીટરે તૈયાર કર્યો હતે; જે હેરલ્ડના આ અંકમાં લેખ તરીકે પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. વળી તે નિબંધને કોન્ફરન્સ તરફથી બુકના આકારમાં છપાવી પ્રગટ કરવામાં આવશે.
જીવદયા કમીટી-આ કમીટીના તરફથી દશેરાના તહેવાર પ્રસંગે થતા પશુવધ અટકાવવા માટે રાજામહારાજા ઉપર વિનંતી પત્રો મોકલવામાં આવ્યા હતા. કેટલાંક રાજ્યો તરરથી સંતોષકારક જવાબ પણ આવી ગયા છે. જે પેપરે દ્વારા પ્રગટ થશે.
પુસ્તકેદ્વાર કમીટી-રાજકેટ ખાતે મળેલી સાહિત્ય પરિષદ પ્રસંગે ભરવામાં આવેલા પ્રદર્શનમાં જૈન સાહિત્યના પ્રાચીન ગ્રંથે જુદે જુદે સ્થળેથી મેળવી પુસ્તકેદ્ધાર ખાતાના પંડિતજીની દેખરેખ નીચે મેકલવામાં આવ્યા હતાં.