________________
૧૯૦૯ ]
જૈન કોન્ફરન્સ અને સુકૃત ભંડાર
( ૩૫
નિરાશ્રિત, સાધુસાધ્વી ખાતું, પુસ્તક લખામણ, વાળાકુંચી, કેશર, સુખડ, ઉપકરણ ફંડ, મુદ્રણ યંત્ર વિગેરે) જ્યારે આપણે એક એવું ખાતું પકડવું જોઈએ કે જેને હાથ ધરવાથી બધાં ખાતાઓને મદદ કરવાની આવશ્યકતા ન રહે. આ ખાતું તે કેળવણી ખાતું છે. કેળવણી મળવાથી વિચારમાં ઉદારતા, વર્તનમાં ધીરતા, વચનમાં ગંભીરતા, કાર્યમાં દક્ષતા અને વર્તનમાં વિશાળતા સાથે પિતાની ફરજનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. ફરજના ખ્યાલ સાથે સર્વ ખાતાને યોગ્ય મદદ મળી જાય છે, કારણ કે તે ખાતાઓ વિવેકપુર સર કેવી રીતે નભાવવાની પોતાની ફરજ છે તે રીતસર કેળવાયેલો પ્રાણુ સારી રીતે સમજી શકે છે. કેળવણુથી હાનિકારક રિવાજે નાશ પામે છે. ઉધ્ધારે, મંદિર તેમજ પુસ્તકના થાય છે. જીવદયા વિવેક પૂર્વક પળાય છે, અને નિરાશ્રિત થતાં અને ટકે છે. એ ઉપરાંત ભવિષ્યના કાર્યો માટે એવી સારી રેખા દેરાઈ શકે છે કે જેથી અલ્પ વ્યયથી અધિક લાભ થાય તેવા રસ્તાઓ તેઓ દેરી આપે છે.
આવા અગત્યના કેળવણીના વિષયમાં ઓછામાં ઓછી અરધી રકમ નવીન યોજનાની જશે એ મહાન લાભ છે. જેને અત્રકાર મહારાજનું ખાસ ફરમાન છે કે જે કાળે. જે ક્ષેત્ર સીદાતું હોય તેના ઉધ્ધાર માટે મેટી રકમ ખરચવી, અત્યારે કેળવણીના સંબંધમાં અન્ય ઉંચા હિંદુઓ, પારસી વિગેરેની સ્થિતિ જોતાં આપણે ઘણું પછાત છીએ. આપણું તે ખાતું સીદાતું છે. માટે તે સંબંધમાં પ્રબંધ કરી લેજના અમલમાં મુકી તે ખાતાને સ્થાપિત કરી દેવું એ આપણું પ્રત્યેકની ફરજ છે. અત્યારે એજ્યુકેશન બોર્ડ જે આ વખતે નવું નીમવામાં આવ્યું છે તેને ઘણું કાર્યો કરવાની ઉમેદ છે. તેણે હાલમાં સ્ત્રી શિક્ષકે પુરૂષ શિક્ષકો તૈયાર કરવાની યોજના હાથ ધરી છે, ધાર્મિક શિક્ષણક્રમ ગોઠવવાની યોજના હાથ ધરી છે. સર્વ પાઠશાળાઓ પર ઈન્સ્પેકટર રાખી એકસરખા અભ્યાસક્રમ ગોઠવવાની તે . તજવીજ કરવાને વિચાર કરે છે; પણ પૈસા નથી. તે વગર બધા વિચાર, બધી યોજના અટકી પડેલ છે.
આ સર્વે કારણને લઈને સર્વ બંધુઓ પ્રત્યે ખાસ વિજ્ઞપ્તિ છે કે આ યોજના અમ લમાં મુકો. અમારું કહેવું એવું નથી કે કેન્ફરન્સના વહિવટમાં કોઈ પણ પ્રકારની ખામી નથી ઘણી ભૂલો થતી હશે. ઘણી ખલનાએ અનુભવાતી હશે. અને જે જોઈએ છે તે તમારે ટેકો અને સહાનુભૂતિ છે. તમે આ પેજના અમલમાં મૂકો અને અમને સર્વ પ્રકારને ટેકો આપ. તમે વિચારી જોશે તો જણાશે કે આ યોજના બહુ સારી છે, બહુ વિચારશીલ છે. અને બહુ લાભદાયી છે. કોઈ કઈ ગામવાળા પિતાને ત્યાંજ તેનું ઉઘરાણું કરી ખરચ કરવા વિચાર કરે છે તેમાં એક જાતની માનસિક સાંકડાઇ છે. હિંદુસ્તાનની અવનતિનું કારણું સેટ્સ સંસ્થામાં વિશ્વાસની ગેરહાજરી અને સાથે પરાયણ વૃત્તિ છે, ઈતિહાસ તે બતાવે છે અને આ પણે તે દરરોજ જોઈએ છીએ. આખી કોમની સુધારણના મહાન ઉર્દેશ આગળ પિતાને કે ખ્યાલ દાબી દેવો જોઈએ. સામાજીક કાર્ય કરવાની પદ્ધતિ પણ એ નથી. બનવા જોગ છે કે મદદ મેળવવા યોગ્ય વધારે માણસ અમુક ગામમાં હોય તો ત્યાં જવાથી મોકલેલ પૈસા કરતાં પણ વધારે પિસા પાછા સ્કોલરશીપ મદદ વિગેરે રૂપમાં આવે. આવી રીતે અનેક ગામમાં ચાલતી પાઠશાળાઓને મદદ મળશે. નવીન વિવાથી એને સ્કોલરશીપ મળશે, દુરઉદ્યોગની કેળભણી લેનારને માસિક વેતન મળશે, અભ્યાસીઓને પુસ્તકો મળશે. સુહુલ કેલેજમાં જનારને