________________
4
]
જેને કેનદરન્સ હેરડ,
( નવેમ્બર
પણ સ્ત્રીઓ માટે પણ છે. ચાર આના એ એટલી નાની રકમ છે કે આખા વરસમાં એક વખત આવી નાની રકમ આપી કોન્ફરન્સ તરફથી થતાં અને થવાનાં અનેક સુકૃત્યેના ભાગીદાર બનવાના સંબંધમાં કોઈ પણ સમજુ પ્રાણી આનાકાની કરે એ બનવા યોગ્ય લાગતું નથી. સવાલ માત્ર એટલો જ છે કે ગામડાઓમાં આ યોજના ભારે પડશે કે નહિં. ગામડાના સરલ છની પ્રકૃતિ તથા નિર્દોષ ધાર્મિક રાગ એટલો પ્રબળ હોય છે કે જેઓ ઘણુંખરૂં આવી બાબતમાં પોતાના ગજા ઉપરાંત પણ મદદ કરવામાં પાછા પડતા નથી, અને ખાસ કરીને નજીકના મોટા શહેશે જ્યારે આવી પેજના પસાર કરી તેને અમલ કરે છે ત્યારે તેઓ બહુ ખુશીથી તે યોજના પસાર કરે છે. અત્યાર સુધીમાં પણ ગામડાઓ તરફથી આ યોજનાને સારો જવાબ મળ્યો છે એ બતાવી આપી છે કે, ગામડાઓના સંબંધમાં જરા પણ સંકા રાખવાની જરૂર નથી.
આવી યોજનાઓ મુસલમાન વિગેરે બીજી કોમએ કરી છતાં ચાલી નથી એ સવાલ વધારે નાજુક છે. મુખ્યત્વે કરીને તેઓની યોજના પડી ભાંગવાનું કારણ એકત્ર કરનાર સંસ્થાએની અને સેંટ્રલ સંસ્થાની ગેરહાજરીનું જણાય છે. જેને જુજ રકમ આપવામાં અગવડ પડતી નથી, પણ તેને પ્રેરનાર જોઈએ છીએ. આપણે તે પયુંષણના પ્રસંગ પર ઉપાશ્રયમાં આખો સંધ એકત્ર થાય છે અને તે પ્રસંગે અનેક જાતિના નિણ થાય છે. ઉપાશ્રય જેવી મજબુત સંસ્થા આપણે ધરાવીએ છીએ અને કેન્ફરન્સ એ ફીસ જેવી સેન્ટ્રલ સંસ્થા ધરાવીએ છીએ તેથી કોઈ પણ પ્રકારની ચિંતા રાખ્યા વગર આપણે સુકૃતભંડારની યોજના અમલમાં મૂકી શકીએ એમ લાગે છે. પ્રેવીસીયલ સેક્રેટરીઓ જે પિતાના પ્રાંતમાં બીજા ડીસ્ટીઉંટ સેક્રેટરીઓ નીમે અને તેઓ પિતાના ગામમાંથી પૈસા ઉઘરાવી પ્રોવીન્શીયલ સેક્રેટરીની મારફત કોન્ફરન્સ હેડ ઓફિસને મોકલી આપે તે ઉઘરાવાને ખરચ થવા સંભવ નથી, અથવા કોઈ જગાએ થાય છે તે પણ બહુજ જુજ થાય છે.
આ ફંડને હિસાબ દરરેજ તૈયાર રહેશે. કેન્ફરન્સ ઓફિસમાં કોઇપણ જેને જોવા માગે તે તેને બતાવવામાં આવશે અને વરસની આખરે છપાવવામાં આવશે, તેથી પિસાના વહીવટ સંબંધમાં કઈ પણ પ્રકારને અદેશે ઉપજવાનું કારણ રહેતું નથી. જેના કામની સ્થિતિ, કરવાના કાર્યોનું લાંબુ લીસ્ટ અને બીજા ઘણું સંગે જઈને આ યોજનાની જરૂરિયાત વિચારવામાં આવી છે. ખાસ મુદો એ જ છે કે દરેક ખાતાને અમુક વર્ગ ગૃહસ્થ વર્ગ તરફ જ દ્રષ્ટિ રાખવી પડે એ કઈ રીતે પસંદ કરવા ગ્ય નથી. ગરીબમાં ગરીબ જન પણ જરૂર પૂરતા ખાતાને પિતાથી બને તેટલી મદદ કરે અને તે ખાતાના વહીવટમાં પૂર્ણ પ્રેમથી ભાગ લે એમ કરવાને ઉદ્દેશ આ યોજનાથી પાર પડે તેમ છે, અને તે મુદે દરેક બંધુએ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. ઓછામાં ઓછો અરધો ભાગ આવી રીતે એકત્ર કરેલી રકમને શ્રી કેળવણીની બાબતમાં ખરચ એમ છેલ્લી કરન્સ વખતે નિર્માણ થયું છે. કેળવણીના લાપર વિવેચન વારંવાર કરવાની જરૂર નથી. પણ એક વાકયમાં એટલું તે કહેવું જોઈએ કે આપણે દરેક ખાતાઓને પુષ્ટિ આપી શકીએ તેવી સ્થિતિમાં નથી. જો કે દરેક ખાતા ઉદાર મદદની અપેક્ષા રાખે છે. (દાખલા તરીકે જીર્ણ મંદિરહાર, પુસ્તકોહાર, જીવદયા,