________________
)
જૈન કોન્ફરન્સ અને સુકૃત ભંડાર.
*
( ૨૧
કોન્ફરન્સે અત્યાર સુધીમાં બહુ કાર્યો કર્યા છે એ તસંબંધી આ માસિકમાં વારંવાર પ્રગટ થતા લેખો અને રિપોર્ટ પરથી જણાઈ આવે છે. આ સંબંધમાં આપણે ટુંકી તપાસ કરી જઈએ તે તે પ્રાસ્તાવિક ગણાશે. કેળવણીના વધારા ઉપર ભવિષ્યની સ્થિતિને આધાર છે કારણ કે બંધુઓ એક વખત પિતાની સ્થિતિ અને ફરજ સમજતાં શીખે તે પછી ધાર્મિક તેમજ સાંસારિક સુધારાના કાર્યો સ્વતઃ બની આવે. આ હેતુથી ઘણું વિદ્યાર્થીઓ ને સ્કોલરશીપ આપીને કેળવણી આપવામાં કોન્ફરન્સ મદદ કરી છે, કેટલાકને ટાઈપરાઈટરનું કામ શીખવીને, કેટલાકને શર્ટહેન્ડ (ટુંકાક્ષરી) નું કામ શીખવીને, કેટલાકને અંગ્રેજી નામું શીખવીને, કેટલાકને મોતીની પરેવણીનું કામ શીખવીને અને તેવા જુદા જુદા ઔદ્યોગિક કામમાં મદદ કરીને ઘણું બંધુઓને નિરાશ્રિત થતા બચાવ્યા છે. આ ઉપરાંત જુદા જુદા ગામોમાં ચાલતી પાઠશાળાઓને મદદ કરીને શ્રાવિકાશાળા તથા ઉધોગશાળ:ો :માસિક મદદ આપીને તથા ઉધોગશાળા ખેલીને કેળવણીને બની શકે તેટલો પ્રચાર કરી તેને મળેલી કેળવણી ફંડની આખી રકમ કોન્ફરન્સ ઓફીસે ખરચી નાંખી છે. આ એકજ કાર્યમાં ઉડના પ્રમાણમાં કોન્ફરન્સ ઓફીસે એટલું સારું કાર્ય બનાવ્યું છે કે તેથી સંતોષ થયા વગર રહે નહિ. લાલબાગમાં ચાલતી બેડીંગના વિદ્યાર્થીઓને મદદ કરીને, ઘણું વિદ્યાર્થીઓને પુસ્તકો અપાવીને અને છેવટે કેળવણી કમીટિ તરફથી અને ઉપયેગી પ્રીનના સંબંધમાં સાક્ષરોના અભિપ્રાય મેળવીને ટુંક મંડળના પ્રમાણમાં બહુ સારું કામ કરવા પ્રયાસ કર્યો છે. જેટલે અગત્યનો સવાલ કેળવણીનો છે તેટલી જ અગત્યનો સવાલ નિરાશ્રિતોને છે. કેળવણીના પ્રચારથી ભવિષ્યની પ્રજા નિરાશ્રિત થતી અટકે છે ત્યારે અત્યારની નિરાશ્રિત પ્રજા માટે તાત્કાલિક ઉપાય જવા માટે કોન્ફરન્સે કામ કરવા માંડ્યું અને તેટલા સારૂ જેઓને ઉધમે ચડવાની ઇચ્છા હોય પણ સાધન વગરના હોય તેઓને બનતી મદદ કરી કરાવી તથા અનાથાશ્રમેની યેજનાને મદદ આપી આ સંબંધમાં પણ કોન્ફરન્સ સારૂં કામ
જિર્ણ પુસ્તકોદ્ધારના સંબંધમાં જૈન ગ્રંથાવલિની ટીપ બહાર પાડવા માટે જે શ્રમ અને ખંત લેવામાં આવેલ છે તેને ખ્યાલ આવે મુશ્કેલ છે. એ ગ્રંથના સંબંધમાં વિદ્વાનોએ જે અભિપ્રાય બતાવ્યા છે તે જ તેની ઉપયોગિતા બતાવવા માટે પૂરતા છે. આ ઉપરાંત શ્રી જેસલમીરને પ્રાચીન ભંડાર ઉઘડાવી લાંબા વખતથી બંધ બારણે પડેલા પુસ્તકોને પ્રકાશમાં આણવા કરેલા પ્રયાસ જેકે સંપૂર્ણ ફતેહમંદ થયો નથી. છતાં તેથી લાભ બહુ થયું છે. અત્યારે પણ પ્રાચીન પુસ્તકો લખાવવાનું કામ ચાલુ છે.
જિર્ણ મંદિરોધ્ધારથી શાર્યપુર, માંડવગઢ, વિભવગિરિ વિગેરે અનેક તીર્થો અને અન્ય સ્થળમાં જિર્ણ મંદિરે રિપેર કરાવવામાં આવ્યા છે અને કલ્યાણક નગરીઓ તરફ કામ ચાલુ છે.
- જીવદયાને અંગે પણ માંસાહારી પ્રજાઓમાં અન્ન ફળ શાકના ખોરાકથી થતા ફાયદા સંબંધમાં ઇનામી-નિબંધ લખાવવાનો પ્રયાસ બહુ સ્તુત્ય કર્યો છે. તે ઉપરાંત ઘણી પાંજરાપોળોને મદદ કરી છે અને એક વેટરનરી સરજન કોન્ફરન્સ તરફના ઇન્સ્પેકટર તરીકે સર્વ