________________
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર
પાંજરાપોળની મુલાકાત લઈ તેમને અનેક ઉપયોગી સુચનાઓ દવાદારૂ વિગેરેના સંબંધમાં કરે છે અને તેની સ્થિતિના સંબંધમાં રિપોર્ટ કરે છે. આ યોજનાથી અત્યાર સુધીમાં જ બહુ લાભ થયો છે. આવાં આવાં કાર્યોની યોજના અને અમલ પાછળ કોન્ફરન્સે અત્યાર સૂધીમાં એક લાખ રૂપિયા ઉપરાંત ખરચ્યા છે. આ ઉપરાંત સાંસારિક કુરિવાજોના સંબંધમાં નિબંધે પ્રગટ થાય છે અને તે સંબંધમાં ઉપદેશકો ભાષણ આપી મોટે સુધારે અને ફેરફાર કરાવતા જાય છે. કેન્ફરન્સના મહાન નામથી દસરાના પશુવધ માટે જે મોટી સંખ્યામાં અરજીઓ હાલ રજવાડાઓને કરવામાં આવી હતી તેને જવાબ સંતોષકારક મળતો જાય છે. આ એકજ બાબત બતાવે છે કે એકત્રતાથી કેટલું તેજ ઉત્પન્ન કરી શકાય છે. કોન્ફરન્સના ઠરાવને અંગે લગભગ ચારસેં ધાર્નિક સંસ્થાઓના હીસાબ તપાસવામાં આવ્યા અને તેથી બહુ જ લાભ થયો છે. જૈનના તહેવારોમાં રજા, વાંચનમાળામાં સુધારો, યુનિવર્સિટીમાં જૈન સાહિત્યનું દાખલ થવું. તેને માટે મે.ટી સ્કોલરશીપની વેજના, ડીરેકટરી તૈયાર કરી છપાવવી, શ્રી મક્ષીજી, સમેતશિખરજી અને અંતરીક્ષના કેસના પ્રસંગોએ બતા વેલ કાર્યવાહકતા અને દર માસે હેરલ્ડ માસિકનું પ્રગટ થવું એ સર્વે કોન્ફરન્સને અને કોન્ફરન્સ ઓફીસને આભારી છે. આ સિવાય બીજા અનેક નાના નાના ખાતાઓને મદદ કરીને, કેટલાકને પોતે શરૂ કરીને, કેટલાકને ચલાવીને અને કેટલાક સારૂ મદદ અપાવીને બહુ લાભ કર્યો છે અને સર્વથી વધારે તો કોમના વિચાર વાતાવરણમાં અજાયબ જે ફેરફાર આ મહાન સંસ્થાએ કર્યો છે પ્રજાબળ શું છે, તેને કેટલું ભાન મળવું જોઈએ અને દરેક વ્યકિતના સ્પષ્ટ હક શું છે તે શેઠીયાઓના મગજમાં ઠસાવનાર તેમજ શેઠીયાએને આગળ કરી તેઓની મદદમાં મધ્યમ માણસને પોતાની જાતને ગણપણે રાખવાનું શિખવનાર આ સંસ્થા છે.
આ ઉપરાંત અત્યારે મુંબઈમાં એક સારૂ સલાહકારક બોર્ડ નીમવામાં આવ્યું છે , જેઓ રેસીડંટ જનરલ સેક્રેટરીને યોગ્ય સલાહ આપે છે. આ ઉપરાંત જિણ મંદિરોદ્ધાર, પુસ્તકોધ્ધાર, જીવદયા, નિરાશ્રિત, સક્કર, કેશર અને સુકૃત ભંડાર માટે કમીટીઓ મુંબઇમાં નીમવામાં આવી છે અને તે ઉપરાંત ઉપયોગ વગર પડી રહેલાં ફડને શોધી શોધીને પ્રકાશમાં લાવનાર એક કમીટી નીમી છે. આ સર્વ કમીટીઓ પિત પિતાનું કામ બહુ સારી રીતે બજાવે છે અને ઘણી બાબતમાં સરળતા થતી જાય છે. આ વખતની કેન્ફરન્સ નીમેલ એજ્યુકેશન બોર્ડ (કેળવણુ ભડળ) ની હેડ ઓફીસ પણ મુંબઈમાં આવી છે અને અત્યારે જોકે કેળવણી ફંડની સ્થિતિ ખરાબ છે છતાં પણ તે મંડળે જનાઓ વગેરે ઘડવાનું શરૂ કર્યું છે.
આવી રીતે અનેક ખાતાઓને અનેક રીતે પુષ્ટિ અપાવાના કામની રૂપરેખા હજુ દેરાણી છે. વસ્તુતઃ કોમને તાત્વિક ફાયદો થાય તેવાં કાર્યો કરવા માટે તે હજુ પણ છેડે વખત જોશે. પરંતુ તેવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જે પ્રાથમિક તૈયારીઓ કરવી. જોઈએ તે શરૂ થકી ચૂકી, આરંભાઈ ચુકી છે અને તેથી આગળ પણ વધી છે. ખરેખર ફળ પ્રાપ્ત કરવા હવે પુરતા જોસથી આગળ વધવું જોઇએ. મુંબઈની કમીટીઓએ અને