________________
૩૦૦ )
ન કોન્ફરન્સ હેરલ્ડ.
[ નવેમ્બર.
કરવી અને તેમનું વિચાર વાતાવરણ વિશિષ્ટ કરી તેમને વ્યવહારૂ કાર્ય કરવા માટે માનસિક રીતે તૈયાર કરી થોગ્ય રસ્તે દોરવા આ સાધ્ય દ્રષ્ટિથી કોન્ફરન્સ શરૂ થઈ. શરૂઆતથી જ આ દ્રષ્ટિબિંદુ લક્ષ્યસ્થાનમાં હતું અને હજુ સુધી તેજ દ્રષ્ટિબિંદુ છે. કોન્ફરન્સ તરફથી થતાં કાર્યોની સંખ્યા ઉપર બહુ ધ્યાન આપવાથી કેટલીકવાર પૂરી હકીકતની માહિતગારીને અભાવે સામાન્ય રીતે તે તરફ અકળામણ બતાવવામાં આવે એ તદન બનવા જોગ છે, પરંતુ તેમાં જરા ખામોશ રાખવાની જરૂર છે. આખી કેમના એક કેન્દ્રસ્થાનમાંથી વ્યવહારૂ કાર્ય કરવાનું કેટલું મુશ્કેલ છે તે કામ કરવાની સ્થિતિમાં મૂકાયા વગર સમજી શકાય તેમ નથી તેમજ કેન્ફરન્સના અધિવેશનનો ઉદેશ પ્રથમથી વિચાર વાતાવરણનો વિશુદ્ધ ભાર્ગ તરફ દેરવવાનેજ વિશેષ હતો એ બન્ને હકીકત પર ધ્યાન આપવાથી ઘણું અકળામણ તે એકદમ દૂર થઈ જવા સંભવ છે. આટલી મજબુત હકીકત છતાં હવે પછી આપ જોશો તે પરથી જણાશે કે એક હીલચાલ પગભર થતાં તેને બહુ સમય લાગે અને તેટલા સમયમાં પણ તે હીલચાલે જે કાર્યો કર્યા છે તે હીલચાલની હૈયાતી અને લંબાણ જીવનની આવશ્યકતા સ્વીકારવા માટે પૂરતાં છે, બલકે તેથી ધાર્યા કરતાં ઘણું વધારે છે. આપણામાં જેમ સહાનુભૂતિ ને મહાન સગુણ છે તેમજ કુળાકાંક્ષાની સાપેક્ષ વૃત્તિની દોડાદોડ છે. અમુક કાર્યના ફળ તરફ લક્ષ્ય નજ આપવું એ તો તદ્દન ભૂખતા છે, અજ્ઞાન છે, પણ તેને માટે સમય જોઈએ વખત જોઈએ અને તેટલો વખત ધીરજ રાખી કલ્પનાથી ફળ શું થશે તેને ખ્યાલ કરી લે જોઈએ. કઈ કઈ જગે પરથી કોન્ફરન્સના અધિવેશન તરફ અકળામણ બતાવવામાં આવે છે તેમાં અધીરાઈ સિવાય બીજું કંઈ પણ કારણ નથી. ફળ હમેશાં શરૂઆત કરનારની દ્રષ્ટિએ ઓછું પડે છે . દુકાન નવી ઉઘાડીએ તે બે વરસ ખરચ નીકળે, પછી બે વરસ ઘર ખરય નીકળે અને પછી સહજ હાંસલ મળે; પણ મોટો લાભ તો વીશ પચીશ વરસ પછી મળે અને કેટલીકવાર દુકાન શરૂ કરનારના વારસેજ તેનો લાભ મેળવવાને ભાગ્યશાળી થાય. વિ. ચાર વાતાવરણમાં કેન્સરજો જે મહાન ફેરફાર કર્યાં છે તેનું ફળ કેટલુંક તે મળે છે અને ભવિષ્યની પ્રજાને મળશે. મહાન યોજનાઓ આવી ગણત્રીથી જ શરૂ કરી શકાય છે અને જે પ્રાણુઓ ફળ મેળવવાની બાબતમાં અધીરાઈ બતાવે છે તેઓ લાભ મેળવી શકતા નથી.
કોન્ફરન્સના અધિવેશનમાં જે ખરચ થાય છે તેને બદલે મળતો નથી એ દલીલમાં કોઈ દમ જેવું લાગશે નહિ. તેનો મુખ્ય જવાબ તો ફળપ્રાપ્તિની અધિરાઈને ઉપર જણાવ્યું તે પ્રમાણે છે અને તદુપરાંત એક હીલચાલને નવીન આકારમાં કપ્રિય કરવા માટે કેટલો શારીરિક અને માનસિક શ્રમ કરવો પડે છે તેમજ ધનને વ્યય કરવો પડે છે એ હકીકત ધ્યાનમાં લેવામાં આવે તે આ સવાલ ઉઠવાનો સંભવ રહે નહિ. જ્યાં સુધી એક હીલચાલ
કપ્રિય હેય નહિ અથવા થાય નહિ ત્યાં સુધી એક પણ મેટું કામ તેનાથી અથવા તેની ભારફત કરી કરાવી શકાય નહિ અને આકર્ષણ વગર સામાન્ય વ્યકિતઓમાં અમુક હિલચાલ લોકપ્રિય થઈ શકે નહિ. તેથી ખરીનો વિચાર કરવો યુકત નથી અને હવે તે દરવરસે તે એ છે કરે એ વિચાર કાર્યવાહકોને જણાય છે તેથી તે સંબંધમાં અકળામણ લાવવાની જરૂર નથી. અત્યાર સુધી કેન્ફરન્સની બેઠક માટે ખરચ થયે છે તેને બદલે ઘણું મળે છે અને હવે મળશે એ કોન્ફરન્સ કરેલાં કાર્યોથી અને હવે પછી કરવા ધારેલાં કાર્યોથી જઈ આવે તેમ છે,