________________
૧૯૦૮ ]
કોન્ફરન્સને કટાકરીને સમય
| ( ૨૫
ત્યા છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે. નાણાંની આવી દુર્બળ સ્થિતિ છે, જેથી ખર્ચ ઘણું કમી કરવું પડયું છે. '
- આ સાથે કાર્યવાહકોમાં પણ કંઈ વિચિત્રતા દ્રષ્ટિગોચર થાય છે. મુંબઈ ઓફિસ સિવાય, બીજી કોઈ પણ એફીસમાં કંઈ પણ કાર્ય થતું હોય તેમ સંભળાતું નથી. પ્રથમ અમદાવાદ એરીસ તરફ આપણી દ્રષ્ટિ ફેરવીયે તો આપણને જણાશે કે, આ એકીસ તરફથી નવીન અને અદભૂત પદ્ધતિ હમણું હાથ ધરાઈ છે. કોન્ફરન્સ દેવીનું જીવન અને ખેરાક જે સુકૃતભંડાર તેને માટે આ એફીસે આ વિભાગમાં તો શું પરંતુ ખુદ અમદાવાદમાં પણ આ યોજના અમલમાં મૂકવા કોઈ પણ જાતને પ્રયાસ કર્યો હોય એમ લાગતું નથી. અરે! પ્રયાસ તો શું પરંતુ અમદાવાદની સામાન્ય પ્રજાની સુકૃત ભંડાર ઉઘરાવવાની પ્રબળ ઈચ્છાને અનુકુળ રસ્તા બતાવી શકી નથી. ભાવનગર એફીસમાં પણ સુકૃત ભંડારનું કાર્ય શિથિલ છે. કોન્ફરન્સના પિતા શ્રીયુત ગુલાબચંદજી ઢની તબીયત નાદુરસ્ત હોઈ પોતાના બાળકના - વન માટે સુકૃતભંડારની યેજનાનો અમલ કરાવવા હાલ તુરતમાં અશકત છે, એટલે તેઓના સંબંધમાં તે કંઈ કહેવું તે ગેરવ્યાજબીજ ગણાય. એવામાં અને કલકત્તામાં શું થાય છે, તેના ભણકારા પણ કાને આવતા નથી.પ્રાંતિક સેક્રેટરી તરફથી જોઈએ તેવી સહાય મ ળતી નથી. ઘણું ગામો સુકૃતભંડાર માટે અમદાવાદ, ભાવનગર, સુરત આદિ શહેરો તરફ એકી ટશે જોયા કરે છે કે ત્યાં જ્યારે આ ભંડાર ઉઘરાવવો શરૂ થશે. પરંતુ અફસોસની વાત. એ છે કે આ જૈનોની બહોળી વસ્તીવાળા મોટા શહેરોમાં આ યોજનાને હજુ સુધી આવકાર પણ નથી આપ્યો. આ કેવું વિચિત્યઆ કેવો અણીનો સમય ! !
ઓછામાં પુરૂ-દુષ્કાળમાં અધિક માસ જેવું એ છે કે, કોન્ફરન્સની નાણાની સ્થિતિ દુર્બળ છે એટલું જ નહિ, પણ તેના ઠરાવો કોન્ફરન્સના કેટલાક નાયકોજ તોડવા મંડી પડયા છે. આવા કટોકટીના સમયે હમણુનો એક નવીન દુઃખદાયક બનાવ હૃદયને બાળે છે. એ બનાવે શું છે, તે સર્વ કોઈ જાણે છે, એટલે વધારે લખવાની જરૂર રહેતી નથી. કેટલાક કોન્ફરન્સના નાના હોદેદારોએ તો પ્રથમ કેટલાક કાનુન તોડેલા છે, પણ જ્યારે વાડજ ચીભડાં ચોરી લે ત્યારે ફરીયાદ કોને કરવી ?! જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે દાદ કયાંથી મેળવવી ?!
આ કોન્ફરન્સના સંકટ સમયે કોન્ફરન્સનું સંકટ દૂર કરવા તેના પ્રતિનિધિઓએ, તેના કાર્યવાહકોએ, તેના અંગે પાંગભૂત જુદી જુદી સભાઓએ, તેના પ્રમુખોએ, તેની હિતચિંતક ભિન્ન ભિન્ન વ્યકિતઓએ, તેના વકતાઓએ, જનકોમના સાપ્તાહિક તેમજ માસિકોએ આલસ્યને દેશવટ દઈ કટીબદ્ધ તૈયાર થવું જોઈએ. દેવીરૂપ, ગુરૂણરૂપ, માતારૂપ, આ મહા સંસ્થાના દુઃખની સમયે તેની માવજત કરવા, તેને ઔષધિ આદિ વસ્તુઓ લાવી આપવા જૈન નામધારી દરેક વ્યકિતએ આ ધર્મ સંકટને નાશ કરવા અથાગ પ્રયત્ન કરવાની જરૂર છે.
કેન્ફરન્સના બારીક પ્રસંગો કે જેનું ખ્યાન આપણે ઉપર કહી ગયા છીએ તેનું પુનઃ અવલોક કરીએ; અને એવા ઇલાજો હાથ ધરીએ કે તે કટોકટીના સમયને કોન્ફરન્સ, માટે માંગલિક સમય બનાવીએ.