________________
૨૮૪ )
છે
જેને કરન્સ હેર.
[ નવેમ્બર
કોન્ફરન્સ નો કટાકટીને સમય કયાંથી આવ્યા
અને જૈનોનું કર્તવ્ય.
આપણી મહાન પરિષદને અત્યારે અણીને સમય છે. આ સમયનું જે પ્રજાને યથાસ્થિત ભાન કરાવવું એ આ કટોકટીના વખતે અપ્રાસંગિક નહીં ગણાય. તેની સાથે આવો વિષમ સમય કેમ આવ્યો ? ને આવે વખતે આપણે કેવી રીતે વર્તવું આદિ પ્રશ્નો સંબંધી પણ હું મારા વિચાર સાથે સાથે જણાવું તે પણ અનુચિત નહિ લેખાય.
આપણી કોન્ફરન્સની આઠમી બેઠક કયાં ભરાશે, તે સંબંધી અત્યારે એક ગંભીર અને પ્રથમ સવાલ છે. જે કોઈ શહેર તરફથી કેન્ફરન્સ ભરવાનું ખર્ચ કમી કરવાની સરત સાથે આમંત્રણ નહીં દેવાય તો છેવટે આ બાળકને શ્રી ભોયણુંજીમાં શ્રી મલ્લીનાથજીના પાદારવિંદને આશ્રય લેવો પડશે. જોકે તે તીર્થસ્થળમાં ભરવામાં આવનારી કોન્ફરન્સનું ખર્ચ ક્યાંથી કાઢવું તે તે એક ગંભીર પ્રશ્ન છે. એ બારીક પ્રશ્ન હમણા તુરતમાં મૂકી દઈ બીજા પ્રશ્નપર આવીએ.
આપણી કેન્ફરન્સના ઉદેશે પાર પાડવા, તેને ઠરાવોને અમલ કરવા આપણે સ્થાપેલ કોન્ફરન્સ ઓફીસની નાટ્ટાની સ્થિતિ ઉપર દરેક જૈન બંધુએ પિતાનું લક્ષ ખેંચવાની આવશ્યકતા છે. અત્યાર સુધીમાં કોન્ફરન્સ હસ્તક આવેલાં નાણુંઓ લગભગ ખર્ચાઈ ગયાં છે. માત્ર હાલ કુલે ૨૦-૨૧ હજાર રૂપિયા કોન્ફરન્સ ઓફીસ પાસે છે. આ નાની રકમમાંથી હવે શું કરવું તે પ્રશ્ન કાર્યવાહકોને ચિંતાનું સ્થાન થઈ પડયું છે. આવક દિન પ્રતિદિન ઓછી થતી જાય છે. અને તે એટલે સુધી કે કેટલાક ગૃહસ્થો તો પોતે જાહેર કરેલ રકમ પણ આપતા નથી. આ શું એાછા ખેદની વાત છે? અમારા સાંભળવા પ્રમાણે સાતમી કોન્ફરન્સના પ્રમુખ કે જેઓ તરફથી એક હજા૨ રૂપીયા કેળવણી માટે, અને એક હજાર રૂપિયા કોન્ફરન્સ નિભાવ માટે એ રીતે બે હજાર ની નાનકડી સખાવત કરવામાં આવી હતી તે પણ આપવા તેઓ આનાકાની કરે છે. વાહ! આકેટલે બધે ઉઘાડો અન્યાય ! રાંકડી કોન્ફરન્સ તે તું કયાં સુધી સહન કરીશ? એ દેવી હવે તે તું જાગ ! કંઈ ઉગ્ર સ્વરૂપ ધારણ કર. તારી પિકારની ગજેનાથી જૈન કોમને ગજવી મૂક, કે જેથી તારી ઉપયોગિતા તેઓથી સમજાય, અને થતા અન્યાયને માકે તે તારી વકીલાત કરે. આમ જાહેર કરેલી રકમે ન આપનારનાં નામ કોન્ફરન્સના કાર્ય વાહકો કેમ બહાર નહિ પાડતા હોય તે સમજાતું નથી.
આવી નાણુની સ્થિતિને લઈને હાલ કોન્ફરન્સ ઓફીસોને ખર્ચ ઘણે કમી કરે પડે છે. વળી તે સંસ્થાના દીર્ઘદ્રષ્ટિવાળા અને વિચારથી જ હાલના કાર્યવાહકોએ ઘડે
ડે ખર્ચે ઘણું કામ કરવું એ નીતિરીતિ સ્વીકારી છે. આ રીતિ ગ્રહણ કર્યા સિવાય અન્ય ઉપાય ન હતે; કારણ કે આ સંસ્થા ટકાવી રાખવી એ તે અવશ્ય જરૂરી છે, એમ તો કાઈથી પણ કહ્યા વગર રહેવાશે નહિ. આ વખતે લાગતાવળગતાઓ આગળથી