________________
જેન કરન્સ હેડ.
( નવેમ્બર
પ્રથમ પ્રશ્ન આઠમી કોન્ફરન્સને કયાં ભરવી એ છે. પુના કોન્ફરન્સ પછી જ્યારે એ ખર્ચાળ પ્રાહુણને કઈ આમંત્રણ કરનાર ન મળ્યું, ત્યારે તેના હિતચિંતકેએ તેને ભયણ તીર્થ લઇ જવાની યોજના ઘડી કાઢી. મલ્લીનાથ દાદાના ચરણ કમળને તે ભેટે એ ઠીક છે. પરંતુ તેને ખરા સ્વરૂપમાં તાકીદે મૂકવાની તથા તદન ઓછી ખર્ચાળ બનાવવાની ખાસ આવશ્યકતા છે. અને તેમ કરવાને માટે આ સેનેરી તક હાથ લાગી છે. વેળા વહી જશે તે પાછળથી પસ્તા થશે. કોન્ફરન્સના નેતાઓ ! કોન્ફરન્સનું ભવિષ્ય હજુ ઘડાયું નથી તે પહેલાં જ તમે તેના ઘડનાર થાઓ; કારણ માટીને પીંડ હજુ ચાક ઉપર છે, તેને જેવી આકૃતિ આપવા તમે ચહાશે તેવી આપી શકશે. હે નૈકાપતિઓ! તમારું નિકા ખરાબે ચડે, તે પહેલાં તેનું સુકાન ફેરવી દિશા બદલી નાંખે. હાલ જે સમુદ્ર માર્ગે તમારૂં નાકા જાય છે, તે ભાગમાં ભયંકર ખડકે છે, અને પવન પણ તેફાની છે. જો તમે તમારે રસ્તા નહિ બદલે તે, જે વેળાસર નહિ ચેતો તે તમારૂં નૈકા તે ખડકો સાથે અથડાઈ ભાંગી જશે, અને તેમાં તમારા જે ઉદયરત્નો ભર્યા છે, તે અસ્તાદયના તળીયાનાં દર્શન કરશે. જો તમે ડાહ્યા વધે છે તે આજારી મરણ પથારીએ પડે તે પહેલાં જ તેની દવા કરે, અને ઉગતા દરદનું છેદન કરે. યાદ રાખે કે “Prevention is better than cure” જે સમજુ છે તે પાણી પહેલાં પાળ બાંધે. હવેની કોન્ફરન્સ મલ્લીનાથના દરબારમાં ભરાય તે પણ ઠીક છે. પરંતુ કોન્ફરન્સને કયા ધરણસર ભરવી કે જેથી તે તદન ઓછી ખર્ચાળ પણ વધારે લાભદાયી નીવડે. તેવા નિયમો દ્ધારક, કુશાગ્ર બુદ્ધિવાળા અને આડંબરને નહિ ચાહનારા મહાશયના હાથથી પણ નહિકે ભાગ્ર બુદ્ધિવાળા ધનપાળના હાથથી ઘડાવા જોઈએ. કોન્ફરન્સ અધિવેશન મંડપ અમુક રીતે જ બાંધવો, પ્રતિનિધિઓની સંખ્યાની હદ રાખવી વગેરે વગેરે ઉપયોગી ઓછા ખર્ચાળ નિયમો બાંધી, તેજ નિયમાનુસાર વર્તી કોન્ફરન્સ ભરવા માગતા હોય તેમને જ આમંત્રણ કબુલ રાખવું, બીજાનું નહિ. તેને અંગે એક કમીટી પણ નિમવાની જરૂર હું જોઉં છું. મંડપ પાછળ જરૂરીઆત ખચ કરો. તેને રંગબેરંગી કે ભેભકાદાર કરવાની જરૂર નથી. બેઠક પણ સાદી રાખવી. ડેલીગેટની સંખ્યા બે હજાર કરતાં વધારે ન હોવી જોઈએ. સાથે સાથે ફીમાં પણ વધારે કરે, કે જેથી માત્ર લાગણીવાળા જ ભાગ લે; અને પિતાની ફરજ સારી રીતે અદા કરી શકે. ખાવા પીવાની જોગવાઈ ડેલીગેટોએ પિતાની મેળે જ કરી લેવી. સુવા બેસવાનાં સાહિત્ય તેઓએ સાથે લાવવાં, પણ મકાન વગેરેની સગવડ કરી આપવી. આ બધા નિયમો ઘડાઈ રહ્યા પછી, તેમને અમલ કરવા, કોન્ફરન્સન આડંબરવાળી અને રાક્ષસી ખર્ચાળ બનાવી દીધી હતી, તેજ જેનપુરીના જૈનોની ફરજ છે કે તેને મદદ કરવી અને ખરા સ્વરૂપમાં મુકવી.
મુંબઈમાં કોન્ફરન્સ ભરવી એ વાત તે ખરી, પરંતુ એ ખર્ચ શેમાંથી કાઢવું એ પ્રશ્ન સ્વભાવિક રીતે ઉભો થશે. તેના જવાબમાં કહીશ કે, ઉપર જે રીત બતાવી છે તે રીતે જે કોન્ફરન્સ ભરવામાં આવે તે ઝાઝું ખર્ચ થશે નહિ. અત્રે મંડપ બાંધવાની જરૂર નથી. ટાઉનલમાં આપણે આપણી કોન્ફરન્સ કાં ન ભરી શકીએ ? છતાં જે થોડું ઘણું ખર્ચ જોડવું પડે તે માટે મુંબઈ કોન્ફરન્સ રીસેશન કમીટીની દશ હજાર રૂપિયાની પ્રેમીસરી