________________
I નમઃ શિષ્યઃ II लक्ष्मीस्तं स्वयमभ्युपैति रभसात्कीर्तिस्तमालिंगति, प्रीतिस्तं भजते मतिः प्रयतते तं लन्धुमुत्कण्ठया । स्वःश्रीस्तं परिरब्धुमिच्छति मुहुर्मुक्तिस्तमालोकते,
यः संघ गुणसंघकेलिसदनं श्रेयोरुचिः सेवते ॥ ભાવાર્થ–ગુણસમૂડ જેનું ક્રીડાસ્થાન છે એવા શ્રી સંઘની સેવા પરમ સુખ પ્રાપ્ત કરવાને પ્રોત્સુક એ જે પુરૂષ કરે છે તે પુરૂષને લક્ષ્મી પિતાની મેળે ત્વરાથી આવી મળે છે, કીતિ તેને આલિંગન દે છે, પ્રીતિ તેને ભજે છે, મતિ તેને મેળવવા માટે ઉત્કંઠા સહિત પ્રયત્ન કરે છે, સ્વર્ગશ્રી તેને ભેટવાને ઈચ્છે છે અને મુક્તિ તેને વારંવાર જુએ છે.
શાન્તિઃ SHRI JAIN (SWETAMBER) CONFERENCE HERALD.
VOL.
V.]
FEBRUARY. 1909
[No. 2 ,
પ્રાસંગિક નેધ.
અમારી તા. ૫ મીએ કરેલ અરજીના જવાબમાં મેસર્સ ફલે મ્યુરની કંપની તરફથી અમને સંતોષકારક જવાબ મળે છે કે ઈલાયચી કુમારની છબીવાળો માલ જે તે કંપની પિતાના આડતીઆઓ માટે મંગાવતી હતી તે માલ નહી મંગાવવા ઠરાવ કર્યો છે. અને તેમની કલકત્તા તથા કરાંચીની પેઢીઓએ પણ તેમ કરવા કબુલ કર્યું છે. આ પ્રમાણે આ કંપનીએ આપણી જૈન કેમની દુઃખાતી ધાર્મિક લાગણી તરફ લક્ષ રાખી જે ઉત્તમ ઠરાવ કર્યો છે, તે માટે અમે આ પ્રસંગે તે કંપનીને ઉપકાર માનીએ છીએ.
- અમારી તા. ૬-૧-૦ને દિને કરેલી અરજીના જવાબમાં અત્રેની વીલસન કેલેજના પ્રિન્સીપાલ ડે. મેકીકન અમને લખી જણાવે છે કે વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતી ફીના સંબંધમાં શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સની સઘળી બેડિંગ ફલેને ધી ગોકળદાસ તેજપાળની બોર્ડિંગ સ્કૂલના જેટલા જ હકે આપવામાં આવશે. આવા સંતોષકારક જવાબ માટે અમે ડે. મેકકનને આ તકે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.