________________
0િ Q
ધર્મ નીતિની કેળવણી.
શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા કેલિ કરે; શુદ્ધતા મેં થિર વહે, અમૃતધારા વચ્ચે
* તિજ ધાર્મીક તથા નૈતિક શિક્ષણ વિષે કેટલાક
વિદ્વાનોના અભિપ્રા.
૩)–ધાર્મિક શિક્ષણથી કાંઈ અહિત છે?
પૂર્ણ કરનારને સ્વર્ગ અને પાપ કરનારને ઈશ્વર નર્ક આપે છે ” એવા ખાસ શિક્ષણની હું વિરૂદ્ધમાં છું. તેમજ “નીતિ ની શિધારી આજ્ઞાઓની પણ હું વિરૂદ્ધ છું.
કોઈ પણ ધર્મના ખાસ શિક્ષણની હું વિરૂદ્ધમાં છું. “આત્મોન્નતિ નું તથા “સાભા.જક ઉન્નતિ નું કારણ સહિત વાસ્તવિક સ્વરૂપ શિષ્યના મસ્તિષ્ક તથા હદય ઉપર આલેખવા કર્તવ્યનિષ્ઠ ગુરૂ ઉત્સાહ પૂર્વક શ્રમ લે, તે વાહવા થઈ રહે. એનું નામ જ ધર્મ.
પહેલા પદ્મના હાર્દમાં ઘણે અંશે મારાજ નિશ્ચિત વિચારના પડઘા છે. યેન કેન પ્રકારેણ વ્યક્તિનું character-building સુદઢ થાય એવું કારણ શિક્ષણ તે વ્યકિતની સર્વીશે ઉન્નતિ પ્રકટાવનાર બીજરૂપ છે. એમાં શરીર, બુદ્ધિ, હૃદયાદિ શિક્ષણને સમાવેશ થાય છે. એ માટે સાધન તથા પાત્ર ગુરૂઓ જોઈએ.
ખાસ ધર્મનું શિક્ષણ આપવાની જરૂર નથી, માત્ર સામાન્ય નીતિનું શિક્ષણ આપવું પુરતું તથા એગ્ય છે એ ખરી વાત; પણ સામાન્ય નીતિનું શિક્ષણ પણ, સમાજના અંશ રૂપે શિષ્ય છે, એમ સમજાવીને આપવાનું છે.
ગણપતરામ અનુપરામ ત્રવાડી, કઈ પણ વિષયનું શિક્ષણ ગ્ય રીતે આપવામાં આવે છે તેથી કદિ પણ હાનિ થાયજ નહિ. શિષ્યને કઈ વિષય પર રૂચિ કે અરૂચિ થાય તેને આધારે તે વિષયનું શિક્ષણ જેવી રીતે આપવામાં આવે તે પર છે.
અમુક મતને લગતું શિક્ષણ અપાય ને શિક્ષક છોકરામાં દુરાગ્રહ કે મતાંધતા પ્રેરે તે નુકશાન થાય. સર્વમાન્ય સામાન્ય શિક્ષણથી તે લાભ જ છે.
કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી, બી. એ.