________________
૨૮૨ ]
જૈન કારન્સ હેરલ્ડ
[ અકટોમ્બર.
મનાઈ હાકમવાળા સવાલ તા મકાન તેાડી પાડવાનું કામ પુરૂ થએલું હાવાથી હવે ખલાસ થયા છે. હવે જે સવાલ ચુકવવાને રહ્યો છે તે તેાડી પાડવામાં આવેલું મકાન કાની માલેકીનું હતું તે નક્કી કરવાના છે, અને તેને લગતા મુકદમા આજે જુનાગઢ ખાતે નીકળવાના છે, તે મકાનની માલેકી એ અદાલ તરફથી ગમે તેની ઠરાવવામાં આવે તે વીષે આપણે હાલ તુરત કાંઇ સંબંધ નથી, કારણ કે તે વીષેને ચુકાદો આવતા સુધી આપણે થે।ભી જવું જરૂરનુ છે. પણ તે મકાનના સવાલને પડતે મૂકીને શ્રી ગીરનારજીના આખા સવાલના સંબંધમાં ખેલવા માગીએ છીએ. શ્રી ગીરનારજીના સંબંધમાં જતા અતે જુનાગઢના નામદાર નવાબ વચ્ચે કેટલેક વખત થયા મતભેદ ઉભા થયા છે, જેની વીગતા બાહેર પાડવામાં આવેલી નહી હાવાને લીધે કયા પક્ષની તકરાર કેવા પ્રકારની છે તે આપણે જાણતા નથી. આ બાબતમાં તેઓ વચ્ચે ખાનગી પત્રવહેવાર ચાલેલા આપણને જાણવામાં આવે છે, અને તે દરમીયાન આ મુક્રમે ન્યાયની અદાલતે ચડયા તે માટે આપણુને દીલગીર થવુ પડે છે. એતે એક જાણીતી વાત છે કે જેમ બીજા દેશી રાજા તેમ જુનાગઢના નામદાર નવાબસાહેબ રસુલખાનજી પાતાની પ્રજાને રાજી રાખવાને બહુ ખંતીલા છે. તે પ્રજાની લાગણી દુ:ખાય તેવું કાઇ પડ્યુ કામ તે કરે તેમ જ પાતાના અધીકારીઓને કરવા દે નહીં. તેમના દીવાન મી॰ એગ મુંબઇ ઇલાકાનીજ પ્રજાના ઘણા માનીતા અમલદાર છે, અને તેઓ આખા ઇલાકાના જૈનાની લાગણી દુઃખાય તેવુ કાઇ કામ પોતાના અમલના વખતમાં કરવા દે તે પણ માનવું મુશ્કેલ પડે છે. તે જોતાં આ બાબતમાં ન્યાય મદીરે નહીં ચહડતાં ખુદ નળ્વાબ સાહેબ અને દીવાનતેજ વચ્ચે નાખીને તકરારી ખાખતના નીવેડા તેમના હાથે કરાવવા જોઇએ. જેવા ઇન્સાફ એ બે પાસેથી મેળવી શકાશે તેવે ત્યાંના ન્યાય મદીરા પાસેથી મેળવી શકાય એમ અમેા નથી માનતા. જે ધર્મ શાળા કે ધાડાર હાલમાં પડાવી નાખવામાં આવી છે તેના સંબધમાં પણ તેની જે ખાતરી કરી આપવામાં આવે તે તે રાજ્યના ખર્ચે ક્રૂરી બંધાવી આપવાના હુકમ તે નહીં કરે એમ અમેા નથી માનતા. એ મકાનને તેમજ બીજા જે કોઇ તકરારી સવાલે હાલમાં હસ્તી ધરાવતા હોય તેમના ફડચા કરાવવાનું તે સઘળું નામદાર નવ્વાબ સાહેબ અને તેમના દીવાનની લવાદી ઉપરજ છેડી દેવું એ યેાગ્ય ગણાશે. પાતાને લગતાજ એક સવાલના કૂચા પેતે કરવાને તેઓ નારાજ હોય તેા તે માટે બહેરના લવાદ તરીકે નામદાર ગવર્નરના કાઠીયાવાડ ખાતેના એજન્ટ અથવા તે। એજન્ટના જ્યુડીશ્યલ એસીસ્ટન્ટને નીમવાથી બન્ને પક્ષનાં મનનું સમાધાન થઈ જશે. એ પાછલા સરકારી અધીકારીએ દેશી રાજ્યાના કાઇ પણુ સત્રાલમાં વચ્ચે જવા નથી માગતા, પણ રાજ્ય અને જેના તરફથી તેઓ પાસે આખા મુકદમા મેલવામાં આવે તે પોતાને યોગ્ય લાગે તે ચુકાદો આપવાની આનાકાની તે નહીં કરશે. ન્યાયની અદાલતમાં જવાથી આ જાતતા મુકદ્દમાના ચુકાદો ઝડપથી કે સંતાષકારક મેળવી નથી શકાતા એમ આપણે અનુભવ ઉપરથી જાણીએ છીએ અને તેથીજ આપણે ઇચ્છીએ છીએ કે જયના તેમજ નામદાર નવાબ સાહેબ તથા તેમના મુખ્ય અધીકારીઓ લવાદી ભારતે પાતા વચ્ચેના વાંધાના નીવેડા લાવવાની ગોઠવણુ કરી પેાતાનુ ઉંચા પ્રકારનું ડહાપણુ પુરવાર કર્યું. મુંબઈ સમાચાર તા૦ ૨૧-૮-૦૯