________________
૧૮૦ ]
શ્રી ગિરનારજી સંબંધી ભાઇબંધ પત્રકારોના અભિપ્રાય.
( ર૭૮
શ્રી ગિરનારજી સંબંધી ભાઈબંધ પત્રકારોના અભિપ્રાય
જુનાગઢ અને જેને, જુનાગઢ જેવા એક પહેલી પંકતીના દેશી રાજ્યમાં પ્રજાના એક વર્ગની ધમ સંબંધી લાગણી દુખાવાને બનાવ બને અને તેને રાજય સામે દાદ મેળવવાને પિકાર ઉઠાવવાની ફરજ પડે, તે દેશી રાજ્યોના હીતચીંતકોને દુઃખ ઉપજાવનારૂંજ થઈ પડશે. જુનાગઢના ગીરનારજીનાં જેન તિથ પુરાતન વખતનાં યાને હાલના રાજકર્તા બાબી વંશની શરૂઆત અગાઉના જેનોની માલિકીનાં જાણીતાં છે. છતાં તેમના એ ધર્મ સ્થળ ઉપરની એક જિન ધર્મશાળા રાજ્ય તરફથી તેડી પાડવામાં આવી છે, અને ત્યાં પાયખાના બાંધવામાં આવે છે એ જાણી જૈન કોમની લાગણી કેટલી સખ્ત દુખાઈ છે તે લંબાણથી વિસ્તારવાની જરૂર નથી. જુનાગઢના નામદાર નવાબ સાહેબ જેઓ પિતાની પ્રજાના પિતા સમાન છે, તેઓ તરફથીજ પિતાના રાજની પ્રજાના એક વર્ગની જ નહી, પણ કુલે હીંદી પ્રજાના એક વર્ષની લાગણી દુખાવીને પણ કાંઈક હઠથી કામ લેવામાં આવે છે એ ઘણું જ સાંચનીય છે. ગીરનારજીનાં પવિત્ર તીર્થ એ રાજ્યમાં હોવાથી ખુદ એ રાજયની મહત્વતામાં વધારે થાય છે, તે એ પવિત્ર સ્થળની ખુદ અકબર બાદશાહે એક બાદશાહી પરવાનાથી જેનોને આપી દીધેલી જગા ઉપર રાજય તરફથી દાવો કરવાને બદલે કૃપાવંત નવાબ સાહેબે તે ઉદાર દીલ બતાવી જરૂર હોય તો સામી જમીનની બક્ષિશ કરવી ઘટે છે કે જેથી એ નામદારની કીર્તિમાં જયાદા વધારો થાય. ખુદ અંગ્રેજ સરકાર પોતાની પ્રજાની ધર્મ સંબંધી લાગણી અને હકે જાળવવાને આતુર રહે છે, તે એજ બુલંદ સરકારની બાંહેધરી હેઠળનું એક મોટું દેશી રાજ સેંકડો વરસ થયાં વપરાતી આવેલી જૈન ધર્મ સ્થળની જગે ઉપરનું બાંધકામ તોડી પાડી તે જગા પિતાને કબજે લઈ જૈનેને હક ડુબાડવા નીકળે, એ કાંઈજ નહી પણ એ નામદારને તેમના કારોબારીઓ તરફ થી સારી સલાહ નહી મલવાનુંજ પરીણામ લેખી શકાશે. અમોને પૂરણ ભરોસો છે કે જે નામદાર નવાબ સાહેબ જેનેનાં એક વગવાળા ડેપ્યુટેશનની મુલાકાત લેવાની મહેરબાની બતાવે તો તે એ નામદારને ખાત્રી કરી આપી શકશે કે, સેંકડો વર્ષ થયાં તેઓ આ જગાને ભોગવટે કરતા આવેલા છે. જે સારૂં છેવટ સમજુતીથી લાવી શકાય તે માટે ઈન્સાફની કોર્ટને આશરે શોધવા જવાની જેનેને ફરજ પાડવાની વલણ ઘણીજ ખેદકારક લેખાશે. પણ જયારે નવાબ સાહેબના સલાહકારોએ રાંક જૈનેને ઇન્સાફની અદાલતને આશરો લેવા ની ફરજ પાડી છે, ત્યારે તો એ ઈન્સાફ તેમને ચોખ્ખો અને સ્વતંત્ર રીતે મળે તેની આડે આવવા જેવું થવા દેવું જોઈતું નથી. તકરારી જગાના સંબંધમાં જૈનોએ દેઢ વર્ષ થયું જે દાવો નોંધાવ્યો છે, તેને ફેંસલે થતાં સુધી એ જગા ઉપર કાંઈબી બાંધકામ થતું અટકાવવાને હુકમ મેળવવાની રાજ પ્રકરણે કોર્ટને અરજ કરી હતી. આ અરજીની સુનાવણી આખરે આવતી તા. ૨૧મીને દીને સાંભળવાનું કોર્ટે ઠરાવ્યું છે તે છતાં ગઈકાલે અમે પ્રગટ કરી ગયા તેમ ડુંગર વહીવટદાર મીટ લીલાધરના હુકમથી તકરારી જગા ઉપર પાયખા નાં બાંધવા શરૂ કરી દીધાં છે. કેર્ટમાં હજી સુનાવણી થનાર છે તેટલામાં સત્તાને જેરે આમ ખુદ રાજ તરફથી જ હરકત નાખવા જેવું થાય તે અદલ ઈન્સાફને ન છાજતું જ નહી પણ એ રાજયની કોર્ટને પણ અપમાન કરવા જેવું થયું છે. અમે આશા રાખીએ છીએ કે આ ધર્મ સંબંધી લાગણી દુખવવા જેવી નાજુક બાબત વધુ ન લંબાવતાં નવાબ સાહેબ કાંઈ સમજુતીથી મેટી જન કેમનું માન જાળવશે. અખબારે સેદાગર તા-૧૩-૮-૦૮.