________________
પહદ
શ્રીમાન હરિભદસરિ અને વર્તમાન જૈન સાહિત્ય.
( ૨૭૫
*
લાવે છે. અને તે શૈલીથી પૂર્વ પક્ષની સામે સ્વપક્ષનું સ્થાપન કરે છે. તે રેલી બહુજ ન્યાય પુરઃસર (Logical) છે.
આ ગ્રંથમાં લગભગ ૧૭૦ છેક છે પણ તે ધર્મ તુલનાત્મક ( Comparative religious system ) પદ્ધતિથી જૈન ધર્મનું સ્થાપન કરવામાં જે ઇતિહાસ જૈનતત્વજ્ઞાન સંબંધી લખવાની જરૂર છે તે ઇતિહાસ માટે ઘણું જ ઉપયોગી છે. હરીભદ્રસૂરિનું ષડદર્શન સમુચ્ચય પણ તેવું જ ઉપયોગી છે, અને તેની મદદથી સ્વ. ફે- મણિલાલ નભુભાઈએ લંડનની આઠમી ઇન્ટરનેશનલ એરીઍટલ કેંગ્રેસમાં વેદાન્ત અને જૈન ધર્મની તુલના પર લખેલો અંગ્રેજી નિબંધ મેકલ્યો હતો. ..
આ ગ્રંથ ઉપરથી શ્રીમદ્ હરિભદ્રસૂરિના સમયમાં કેટલા કેટલા વાદો ( Religions systems-theories ) હતા તે પણ જણાય તેમ છે અને તેથી તે વાદેની સાથે હમગાંના વાદે સરખાવી શકાય તેમ છે.
ટુંકામાં જૈન ધર્મનું સ્વરૂપ અન્ય ધર્મોની અપેક્ષાએ કેવું છે તે સમજવામાં આ અને પડદર્શન સમુચ્ચય અતિ ઉપયોગી છે. આ ગ્રંથપર વૃત્તિ કેઈએ કરી હોય તેવું જાgવામાં નથી._
ગબિંદુ–(ભાષાંતર-કર્તા સ્વ. સાક્ષર મણિલાલ નભુભાઈ ત્રિવેદી બી. એ. આશ્રયદાતા–વડોદરા દેશી કેલવણું ખાતું, મૂલ્ય છ આના) આપણુમાં મન વચન અને કાયાને યોગ તે યુગ કહે છે. આમાં જણાવવામાં આવ્યું છે કે ગોચર, સ્વરૂપ અને ફલ, એને યોગ તે યોગનું સ્વરૂપ એવી સુરસ, તાત્વિક અને માર્ગદર્શક રીતે દર્શાવેલું છે કે તેવું સ્વરૂપ બીજા કે અન્ય ગ્રંથમાં દર્શાવ્યું હોય એવું જાણવામાં નથી. .
આ ગ્રંથના મૂળ લેક પર૦ છે પણ આમાં ૪૯૭ કનું ભાષાંતર છે. આ મૂળના ભાષાંતર સાથે નીચે ફુટનેટમાં ટીકા આપેલ છે પણ તે કેની ટીકા છે તે જણાવવામાં આવ્યું નથી. ટીકા પરથી ટીકાકાર કોઈ અદ્દભૂત વેગવેત્તા અને શાસ્ત્રપારંગત હોવા જોઈએ, કારણ કે જેન ધર્મના પારિભાષિક શબ્દોના અન્વયાર્થ શબ્દ બીજા ધર્મોમાં શું છે? અન્ય ધર્મોના મતે ક્યા છે? વગેરે એવું સ્પષ્ટતાથી સમજાવ્યું છે કે વિષય ગહન હોવા છતાં ઘણે સુગમ થઈ ગયો છે. આ ગ્રંથના અને તેની ટીકાના એકે એક વાક એવા ગંભીર અને તલસ્પર્શી છે કે તે બુદ્ધિ એકદમ આનંદથી ગ્રહણ કરી સમજી શકે છે તે પણ તે વારંવાર વાંચી મનન કર્યા વગર ગઢ રહસ્ય સમજી શકાય તેમ નથી. વળી તે જેમ જેમ વધારે વખત વાંચીએ, અને મનન કર્યા જઈએ તેમ તેમ નવું જાણવાનું, નવું વિચારવાનું અને નવું આનંદ દેનારૂં મળે જાય છે. આ ગ્રંથની ઉત્તમતા એકદમ વિના વિલંબે કહ્યા વગર ચાલે તેમ નથી.
આ ગ્રંથ લૈછિક (ન્યાયત) ભણેલા કૅલેજીઅને વાંચવાની ખાસ અગત્યતા છે. આ ગ્રંથ ખરેખર તેમને માટે જિન ધર્મની સ્ટાંડર્ડ ટેક્સ્ટબુક તરીકે થાય તેમ છે.
આવી ટેસ્ટબુક તરીકે યોગ્ય રીતે ચલાવવા માટે આ ગ્રંથ અવશ્ય સંસ્કૃત મૂળમાં, તેની બધી ટીકા સાથે પ્રસિદ્ધ થવા યોગ્ય છે. હજી સુધી તેમ થયું નથી, જાણ ઘણી જ દીલગીરી રહ્યાં કરતી હતી, પરંતુ જાણીને ઘણો જ આનંદ થાય છે કે ઇટલીના ડાકટર સ્વાલીના હસ્ત નીચે પસાર થયેલ સંસ્કૃત આવૃત્તિ ભાવનગરની શ્રી જૈનધર્મપ્રસારક સભાએ ટીકા સાથે છપાવવાનું કયારનું શરૂ કરી દીધું છે. અને આ ભાષાંતર હવે મળતું ન હોવાથી ભાવનગરની આત્માનંદ સભાએ ભાષાંતર છપાવવાનું માથે લીધું છે.