SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ) જન કોન્ફરન્સ હેરડ. [ અકબર. હરિભસૂરિ કૃત ગ્રંથમાલા–(પ્રસિદ્ધ કરનાર શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવ નગર–સહાય સંઘવી દામોદરદાસ નેમચંદની કિં ફક્ત ૪ આના) આ ગ્રંથમાલામાં ઉક્તસૂરિના ત્રણ ગ્રંથે નામે શાસ્ત્રવાર્તા સમુચ્ચય, પડદર્શન સમુચ્ચય, અને અષ્ટક મૂલમાંજ છપાવેલ છે. ભાષાંતર કરતાં મૂલની કિંમત વધારે અંકાઈ છે જાણ ઘણો સંતોષ થાય છે. જ્યાં સુધી મૂલ પ્રગટ થયાં નથી ત્યાં સુધી કર્તાની શક્તિને પ્રભાવને અને કૃતિના સંદર્યને ખ્યાલ પૂર્ણ રીતે આવી શકવાનો નથી. ભાષાંતર ભૂલની ખૂબી કદી સંપૂર્ણ જાળવી શકતું નથી એ જાણીતી વાત છે, અને ભાષાંતરમાંથી મૂલ કદી પણ ઉપજાવી શકાય તેમ નથી, પરંતુ મૂલમાંથી ભાષાંતર ગમે ત્યારે, ગમે તેટલા અને તેવા ઉપજાવી શકાશે એમાં સંદેહ નથી, તેથી સાહિત્ય પ્રભાવક જૈન મુનિઓની કૃતિ મૂલમાં છપાવી સસ્તામાં આપવાની યોજના વિદ્વાનગણિ શ્રી આનંદસાગરજીનાં સદુપદેશથી થવા પામી જાણી આનંદ થાય છે. આ ગ્રંથમાલામાં આવેલા ગ્રંથે ઘણુજ ઉત્તમ છે; વળી તેની ભાષા એવી સરલ સંસ્કૃત ગિરમાં છે કે જરા મહેનતે સામાન્ય સંસ્કૃતનો અભ્યાસી સમજી શકે તેમ છે. આની સાથે એટલું તો કહેવું પડશે કે વિષય ગહન હોવાથી તેની ટીકાઓને સમાવેશ કરી ચાર આનાને બદલે આઠ બાર આનાની કીંમતે ગ્રંથમાલા અપાઈ હત, તે વિશેષ કલ્યાણકારી થઈ શકત. જ શાસ્ત્રવાર્તા સમુચ્ચયપર પરૂ કૃત લઘુત્તિ, અને યશોવિજયકૃત વૃત્તિ (નામે સ્વાદુવાદ કલ્પલતા) છે, ષડદર્શન સમુચ્ચયપર ગુણરત્નસૂરિની વૃત્તિ છે અને અષ્ટકપર જિનેશ્વરની વૃત્તિ છે. આ સઘળી વૃત્તિઓનું લેકપ્રમાણ જોતાં સત્તાવીશ હજાર નું લગભગ થઈ જાય છે. આ સાં છપાવતાં અલબત ગ્રંથમાલાનું દલ મહાભારત વધી જાય, અને પુસ્તકની કીંમત પણ ઘણી વધુ થાત. અને તે જ કારણથી ધર્મપ્રસારક સભાએ મૂલ છપાવવાનો માર્ગ ઉત્તમ ધાર્યો હશે છતાં આટલું તો કહેવું પડશે કે હમણાંના ગમે તેવા વિદ્વાન પાસે ઉલેલાં મૂલ પુસ્તક લઈને જાઓ અને જેટલું તેઓ સમજાવી શકશે તેના કરતાં મારા ધારવા પ્રમાણે ઉપલી વૃત્તિઓ- આપણું પૂર્વે મહાનસૂરિ કૃત–વધારે સ્પષ્ટતાથી અને યુકિત પુર:સર સમજાવી શકશે. આવી ગ્રંથમાલાઓનો છેવટે વિજય ઈચ્છી જૈનધર્મપ્રસારક સભા વધારે પ્રેરીત થઈ સાહિત્ય સમૃદ્ધિમાં વિશેષ ફાળો આપતી રહે એવી આશા રાખીએ છીએ. લકતત્વ નિર્ણય-મૂલ અને ભાષાંતર–પ્રસિદ્ધકાર શ્રી જનધર્મ પ્રસારક સભા ભાવનગર.) આ ગ્રંથમાં માધ્યસ્થ દષ્ટિથી શ્રીમાન હરિભદ્રસૂરિએ તુલનાત્મક નિર્ણય પ્રતિપાદિત કર્યો છે. ષડ્રદર્શન સમુચ્ચયમાં જે કૈશલ્ય વાપર્યું છે તેવું કૌશલ્ય આમાં પણ જણાય છે. તેઓ કહે છે કે पक्षपातो नमे वीरे न द्वेषः कपिलाद्विषु ।। युक्ति मद्वयनं यस्य तस्य कार्यः परिग्रहः ॥ - સ્વમતમાં આગ્રહ કર્યા વગરજ શ્રીમદે સર્વધર્મનાં શાસ્ત્ર બળ્યાં અને તેમાંથી જે યુતિવાળું જોયું તેજ તેમણે સ્વીકાર્યું. જૈન ધર્મ તેમને વધારે યુક્તિમત લાગે, તેથી તે કઈ રીતે યુકિત મત છે તે તેમણે બીજા ધર્મોની સાથે સરખામણી કરી પ્રમાણેથી પ્રતિપાદિત કર્યું છે. દેવનું સ્વરૂપ, લેકતત્વ વિષે કર્તા અકર્તાને વાદ, વગેરેમાં જુદા જુદા ધર્મોને વાદ (Thoenes) પૂર્વ પક્ષ લઈને તેને પ્રબલ પ્રમાણોથી એક નિશ્ચયમાં
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy