SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦૮) શ્રીમાન હરિભદ્રસુરિ અને વતમાન જૈન સાહિત્ય (૨૭૩ શ્રીમાનું હરિભદ્રસૂરિ અને વર્તમાન જૈન સાહિત્ય. (લેખક મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ.) શ્રીમાન હરિભદ્રસૂરિને જન્મ, દીક્ષા સમય, સુરિસમય, વગેરે ઇતિહાસ મળી શકતો નથી. ચતુર્વિશતિ પ્રબંધમાં તેમનું ચરિત્ર આપ્યું છે. ગ ત્પત્તિ પ્રકરણમાં તેમનું સ્વર્ગગમન વિ. સંવત ૧૩૫ માં અને મતાંતરે પ૮૫ માં થયું છે એમ કહ્યું છે. તેમણે ૧૪૪૪ ગ્રંથે રચ્યા છે એવું કહેવાય છેઆમાંના ૩૦ ગ્રંથ કે જે હમણું લબ્ધ છે તેનાં હમણુજ શ્રી કોન્ફરન્સ તરફથી છપાયેલી જૈન ગ્રંથાવલિમાં નામો પૃષ્ટ ૨૮ એ આપ્યાં છે. આમાંથી પડદર્શન સમુચ્ચય અને ગબિંદુના શ્રીમંત સરકાર ગાયકવાડના આશ્રયતળે સ્વ સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈએ ભાષાંતર કરી છપાવવામાં આવ્યા છે. આ બંને ભાષાંતર હવે ભલી શકતા નથી. અને જે બીજા પ્રસિદ્ધ થયા છે તેને અલ્પશકત્યા તપાસીએ. ઉપદેશ પદ–આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. તેના પર થોડી સંસ્કૃત ટીકા છે. આ ગ્રંથને પ્રથમ ભાગ શ્રી જન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગો મૂલ અને ભાષાંતર બંને છપાવી બહાર પાડ્યો છે અને તેની નેંધ લેતાં અમને સંતોષ થાય છે. આ ગ્રંથ મૂળ ૧૦૪૦ 'ગાથામાં છે. તેના પર બે વૃત્તિ થવાનું સાંભળવામાં આવે છે એક મુનિચંદ્રની ૧૪૦૦૦ લોકની અને બીજી વર્ધમાન સૂરિની ૬૪૧૩ કલેકની છે. પહેલી કોડાયમાં છે અને બીજી જેસલમીરમાં છે (જુઓ જૈન ગ્રંથાવલિ.) " આ ગ્રંથ ઘણોજ પદેશિક અને બેધમય છે, અને ઐતિહાસિક તેમજ દષ્ટાંતરૂપે આપેલી કથાથી ઉપદેશ કથનને વધારે પુષ્ટ બનાવેલ છે. શ્રીમાન્ હરિભદ્રસૂરિ કે જેણે ૧૪૪૪ વિવિધ ગ્રંથે બનાવ્યા તે પરથીજ જણાય છે કે તેઓની શક્તિ અગાધ હતી, પ્રતિભા જાજ્વલ્યમાન હતી, અને જ્ઞાન અતિશય તીવ્ર હતું. આ ગ્રંથમાં પણ તેમની પ્રતિભા ખુલ્લી રીતે જણાઈ આવે છે. , સમર્થ શ્વેતાંબર મહાત્માઓમાં શ્રીમદ્ હરિભદ્રસૂરિ પ્રથમ પદે બીરાજે તેમ છે. તેમના વિધવિધ વિષયવાળા ગ્રંપરથી તેઓ દર્શનશાસ્ત્રી હતા, એટલું જ નહિ પરંતુ તેઓ શાસન પ્રભાવક, પ્રખર ન્યાયશાસ્ત્રી, યોગી, સાહિત્યશાસ્ત્રી, અને અનેક શાસ્ત્ર પારંગત મહાત્મા હતા. સિદ્ધર્ષિ (ઉપમિતિ ભવપ્રપંચના કર્તા) જેવા તેમને શિષ્ય હતા (જુઓ ચતુર્વિશતિ પ્રબંધ) જ્યારે જૈન ધર્મ વિદ્યાપ્રસારિક વર્ગ તરફથી બહાર પડેલા જૈન ઈતિહાસ પ્રમાણે તે સિદ્ધમુનિ ગર્ગઋષિના શિષ્ય હતા પરંતુ તે બંને આધાર પ્રમાણે સિદ્ધર્ષિ જ્યારે ચુસ્ત બદ્ધ થયા ત્યારે તેમના ગુરૂએ હરિભદ્રસૂરિની “લલિતવિસ્તરા ચિત્યવંદનવૃત્તિ આપી ત્યારે તેઓએ તુરતજ પ્રતિબંધ પામી જનધર્મ ફરીને સ્વીકાર્યો. આ પરથી સમજાય છે કે હરિભદ્રસૂરિમાં–તેના એક ગ્રંથમાં કેટલી બધી અગાધતા હોવી જોઈએ. આ ગ્રંથમાં ઉપર કહેલીમાંની એક વૃત્તિ આપી હત તે વધારે ઉપકારી થાત. આમાં આવેલી ટુંક સંસ્કૃત ટીકા કેવી છે તે જણાવવું જોઈતું હતું. જાણ્યા પ્રમાણે કોન્ફરન્સ પાસે ઉપદેશપદની હસ્તલિખિત પ્રત છે. આ ઉપદેશપદ નામનો ગ્રંથ એ રસિક અને બેધક છે કે તે વાંચવામાં બીલકુલ કંટાળો ન આવતાં તે પૂરા કર્યા વગર રહેવાતું નથી. દૃષ્ટાંતે અતિ યુક્તિસર અને અસરકારક ગુંથેલા છે. આ ગ્રંથ સર્વ વાંચશે, તો કદી પણ લાભ મેળવ્યા વગર રહેશે નહિ. પાક્કા પંઠાની કીંમત રૂપીઆ પણુંબે છે તે સુંદર પુઠું, બાંધણી, પુસ્તકનું ૪૧૬ પાનાનું દલ, સારા કાગળ વગેરે જેતા ઓછી છે. આને માટે પાલીતાણુના જૈન ધર્મ વિદ્યાપ્રસારકને ધન્યવાદ ઘટે છે. આ ગ્રંથ મુંબઈમાં બુકસેલર શા મેઘજી હીરજીની કુપાયધુણ મળી શકે છે,
SR No.536505
Book TitleJain Shwetambar Conference Herald 1909 Book 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1909
Total Pages438
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy