________________
૨૭૦ )
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ અકબર
પહોંચ. રાવ સાહેબ વસનજી ત્રીકમજી જે. પી. તથા શેઠ ખેતશી ખીઅશી પાલીતાણા જન બેકિંગ સ્કલને રીપોર્ટ અભિપાયાર્થે મળ્યો તે ઘણું હાથી સ્વીકારીએ છીએ. આ ખાતાની સ્થાપના સં. ૧૮૫૮ ના વૈશાખ સુદી ૧૫ ના દિવસે પાલીતાણા સિદ્ધક્ષેત્રમાં કરવામાં આવી હતી. પ્રથમ તે હાના પાયા ઉપર હતું, પરંતુ ઉક્ત ગૃહસ્થોની રૂા. ૧) લાખ જેવી જબરી સખાવત વડે હાલ તે જાણવાજોગ થઈ પડ્યું છે. આ બોર્ડિંગ સ્કૂલનું મકાન, વ્યવસ્થા, વિધાથીઓની લેવાની સંભાળ, એ બધુ સંપૂર્ણ સંતોષકારક છે. તેમાં વિધાથીઓને રહેવા, ખાવા, ભણવા વગેરેનું મફત મળે છે, બાળકોને ઉત્તમ પ્રકારની ઘેરણસર ધાર્મિક અને વ્યવહારિક કેળવણી આપવામાં આવે છે; વળી વધારે ખુશી થવા જેવું એ છે કે ચિત્રકળા પણ અંદર દાખલ કરવામાં આવી છે; આ ખાતાનો લાભ મા કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિના બાળકને મળે છે; પરંતુ અન્ય શ્રીમાનોની સહાયતાથી જે તે ખાતાના ઉદેશ ક્ષેત્રને વિસ્તીર્ણ કરી તેમાં દરેક જ્ઞાતિના જૈન બાળકોને આશ્રય અપાય તે ભવિષ્યમાં આ સંસ્થા જૈન કોમને માટે અતિશય આશિર્વાદાત્મક નિવડે એમ અમારું માનવું છે. અમે આ સંસ્થાનો સદા અભ્યદય ઇચ્છીએ છીએ.
શ્રાવક સંસાર–શ્રી પાલીતાણું વિધા પ્રસારક વર્ગ તરફથી, આ પુસ્તક પ્રસિદ્ધ થએલ છે. આ એક બોધદાયક નવલકથા છે. તેમાં આપણા આધુનિક જૈન ગૃહસંસારનું અતિ રસિક અને સુંદર ચિત્ર છે. આપણું હાનિકારક રીવાજે કેમ દૂર થઈ શકે તેને માટે તેમાં ૦ હારિક રસ્તો દેખાડવામાં આવેલ છે. આવા પુસ્તકોનું વાંચન જેમ જેમ આપણી કમમાં વધતું જશે તેમ તેમ આપણું કેમનો ઉદય થશે, એ નિર્વિવાદ છે.
X
X
X
X
શ્રી અમદાવાદ જેન વેતામ્બર મૂર્તિપુજક બેડીંગના રીપેર્ટની પહોંચ અમે આ ભાર પૂર્વક સ્વીકારીએ છીએ. ગુજરાતમાં નિરાશ્રિત જન બાળકોને અશ્રય પામવાનું આ એક ઉપયોગી સ્થાન છે. તેમાં દરેક જાતની સગવડે ઘણે ભાગે સારી છે. મકાનની સગવડતા જોઈએ તેવી ન હોવાથી તે સંસ્થાના લાગતા વળગતાઓનું અમે તે તરફ ધ્યાન ખેંચીએ છીએ. આ વર્ષમાં વિધાર્થિઓને અભ્યાસ, ધાર્મિક અને વ્યવહારિક જ્ઞાન વખાણવા જેવું છે, એમ રીપોર્ટ ઉપરથી જણાય છે. વિધાર્થીઓની હેટી સંખ્યા આ બોર્ડીગનો લાભ લઈ શકે છે એ ખુશી થવા જેવું છે. હિસાબ પણ ચોખ્ખા રાખવામાં આવે છે. આ ખાતાને નાણુની મદદની ખાસ જરૂર છે. જો તેમ કરવામાં આવે છે, આ સંસ્થા ભવિષ્યમાં અતિ ઉપયોગી નિવડે એવી અમારી સંપૂર્ણ ખાત્રી છે.
શ્રી જૈન વિદ્યા ઉદ્યોગ મંડળ રીપોર્ટ અલેકતાં અમને આહાદ થાય છે, અને તે એટલા માટે કે જે સંસ્થાની અત્યાર સુધી આપણામાં ખોટ હતી, તે આથી પુરી પડી છે. જો કે કાર્યવાહકો નાણુની તંગીને લીધે આ મંડળને અને તેને લગતાં ખાતાઓને જોઈએ તેવી સ્થિતિ પર હજુ મુકી શક્યા નથી; તે પણ તેમનું ભવિષ્ય ઉજવળ લાગે છે. આ મંડળ ઉદેશ પ્રશંસનીય છે. જન વિધાથી એને ઉચા પ્રકારનું વ્યાપારી જ્ઞાન આપવા મંડળ તરફથી એક કમશીઅલ સ્કૂલ ખેલવામાં આવી છે, તથા જુદા જુદા અભ્યાસ માટે સ્કોલરશીપ સ્થપાઈ છે.