________________
૨પ૨]
જ કેજરન્સ હેડ.
[ સપ્ટેમ્બર
છલ્લે ખેડા તાબે શ્રી સ્થભતીર્થ (ખંભાત) આળીપાડા મધ્યે આવેલા શ્રી શાંતિનાથજી મહારાજ તથા શ્રી સુપાર્શ્વસ્વામી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ,
સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ બકોરદાસ પીતામ્બરદાસના હસ્તકને સં. ૧૯૫૮ થી સં. ૧૮૬૩ ના આશે વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો છે. તે જોતાં સદરહુ વહીવટકર્તાએ પૂર્ણ લાગણીથી દહેરાસરજીની અંદર તન મનથી કામ કરી કેટલોક સુધારો કરવામાં આવેલ જોવામાં આવે છે. વહીવટકર્તા પોતે ઘણું કામના બેજાને લીધે હીસાબ લખવાનું કામ પિતાથી નહી બનવાથી બીજા ગૃહસ્થને લખવા સેપેલ છે. તેથી નામું રીતસર લખ્યું નથી. તે પણ સદરહુ વહીવટકર્તાએ પુરતી દેખરેખ રાખી હીસાબ ચોખ્ખો રાખે છે. તથા સદરહુ વહીવટકર્તા પાસે સદરહુ દહેરાસરજીને હીસાબ તપાસવાની માગણી કરતાં તુરતજ તેમણે બતાવી દીધું છે. એટલું જ નહી પણ બીજા ઘણુક દહેરાસરોના હીસાબે અમને દેખડાવવા માટે પુરતી મદદ કરી છે. તેથી તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે.
આ ખાતુ તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે માટે આશા રાખીએ છીએ કે તે ઊપર ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. " જીલે ખેડા તાબે થંભતીર્થ (ખંભાત) છરાળા પાડા મધ્યે આવેલા શ્રી મનમોહન પાર્શ્વનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતો રીપોર્ટ,
સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્ત શેઠ કસ્તુરચંદ મલકચંદના હસ્તકને સં. ૧૮૬૪ ના શ્રાવણ વદ ૦)) સુધીને હીસાબ તપાસ્યો તે જોતાં સદરહુ વહીવટકર્તાએ દહેરાસરજીનું નામું બીલકુલ રાખ્યું નથી. તેથી રીતસર નામું રાખી ચેપડામાં દરેક ચીજની નેંધ રાખવા સુચવ્યું છે. તેઓ દહેરાસરજીમાં પુરતી દેખરેખ રાખી કામ ચોખ્ખી રીતે કરે છે. તે માટે તેમને આભાર માનીએ છીએ.
આ ખાતાને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે માટે આશા રાખીએ છીએ કે તે ઉપર ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે. * *
છલ્લે ખેડા તાબે શ્રી સ્વંભતિર્થ (ખંભાત) માંડવીની પોળ મધ્યે આવેલા શ્રી કુંથુનાથજી મહારાજના દહેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ. .
સદરહુ દહેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ દીપચંદ પાનાચંદ માસ્તરના હસ્તકને સં. ૧૮૫૮ થી સં. ૧૮૬૪ ના શ્રાવણ વદ ૦)) સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં દહેરાસરજીમાં ઉપજ ખર્ચ નહી જેવાં છે. સદરહુ વહીવટકર્તા ધર્મિષ્ટતા તથા કોમ ઉપર લાગણી ધરાવતા હોવાથી જીણું ઉદ્ધાર વગેરેનો કેટલો ખર્ચ પસરથી કરી દહેરાસરજીની સારસંભાળ સારી રીતે રાખે છે તેમજ જૈન કોમના ઉદયને માટે કેટલાક પ્રયત્ન કર્યા કરે છે. તેથી તેમને પુરેપુરો ધન્યવાદ ઘટે છે.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું, તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી
ગ્ય બ દેબસ્ત કરશે.