________________
ધાર્મિક હિસાબ તપાસણી ખાતું.
[ ૧૫૧
ધાર્મીક હિસાબ તપાસણી ખાતું.
છલ્લે ખેડા તાબે શ્રી સ્થંભતીથ (ખંભાત) મધ્યે માણેકચોકમાં આવેલા શ્રી મહાવીર સ્વામીજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપેટ.
સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા, શેઠ છોટાલાલ સાકરચંદના હસ્તકને સં. ૧૮૬૧ થી સં. ૧૮૬૩ ના આશો વદ ૦)) સુધીનો હીસાબ અમોએ તપાસ્યો. તે જોતાં, સદરહુ દેરાસરજીમાં ઉપજ નહી જેવી આવે છે. તેમાં કેસર સુખડ વગેરે સહુ સહુના ઘેરથી વાપરે છે; હીસાબ ચોખ્ખું રાખી અમને જોવા માગતાં તુરત દેખડાવી આપે છે. તે માટે તેમનો આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. માટે આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી યોગ્ય બંદોબસ્ત કરશે.
છેલ્લે ખેડા તાબે શ્રી સ્થંભતીથ (ખંભાત) મધ્યે ખારવાડા મધ્યે આવેલા શ્રી અનંતનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગત રીપેર્ટ
સદરહુ દેરાસરના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ ઝવેરચંદ વખતચંદના હસ્તકને હિસાબ અમોએ સં. ૧૮૫૮ થી સં. ૧૮૬૪ ના અશાડ વદ ૧૨ સુધીને તપાસ્યો; તે જોતાં દેરાસરજીમાં ઉપજ નહી જેવી છે. વહીવટકર્તાએ પ્રથમ હીસાબ દેખડાવવા આનાકાની કરી પણ પાછળથી હીસાબ દેખાડી દીધું છે. તેથી તેમનો આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થને આપવામાં આવ્યું છે. તો આશા રાખીએ છીએ કે તે ઉપર તાકીદે ધ્યાન આપી બંદોબસ્ત કરશે.
છલે ખેડા તાબે શ્રી સ્થંભતીર્થ (ખંભાત) મધ્યે ગીપટીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીજી મહારાજ તથા શ્રી અજીતનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતે રીપોર્ટ.
સદરહુ દેરાસરજીના શ્રી સંધ તરફથી વહીવટકર્તા શેઠ ગુલાબચંદ કાળીદાસ તથા શેઠ મોતીચંદ કાળચંદના હસ્તકને સં. ૧૮૬૧ થી સં. ૧૮૬૪ ના અસાડ વદ ૦)) સુધીને હસાબ અમેએ તપાસ્ય તે જોતાં નામુ ગુંચવણ ભરેલું સાદી રીતે રાખ્યું છે. પણ દાગીના વિગેરેને તેલ સાથે સેકસ નોંધ રાખેલો છે, અને અમોએ માગણી કરતાં તુરત હીસાબ દેખડાવી દીધું છે. તે માટે તેમને આભાર માનીએ છીએ.
આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણું તેને લગતું સુચનાપત્ર વહીવટકર્તા ગૃહસ્થોને આપવામાં આવ્યું છે. માટે આશા રાખીએ છીએ કે તે ઉપર ધ્યાન આપી યોગ્ય બંબસ્ત કરશે.