________________
૧e 1
હાનિકારક રીત રીવાજે.
|| ર૪૫
હાનિકારક રીતરીવાજો.
(ા. રા. ન્યાલચંદ લક્ષ્મીચંદ શેની બી. એ. એલ એલ બી.)
( અનુસંધાન પૃષ્ટ ૧૮૬ થી.), રાચરચીલું સર્વ વિદેશી અને ખર્ચાળ ગ્રહણ કર્યા છે. આપણું હીંદી ઢબછબના પિશાક કરતાં યુરોપીયન ફેશનને પોશાક વિશેષ પસંદ કરવામાં આવે છે. પરંતુ કહેવું જોઇએ કે ટાઈમ્સ ઓફ ઇન્ડીયાએ હીંદીવાનેને યુરોપીયન ઢબછબ પિશાક વધારે અનુકૂળ છે કે હિંદી પિશાક વધારે અનુકૂળ છે એ વિષય ઉપર ઇનામી નિબંધ માગ્યો હતો અને તેમાં હીંદી પિશાની તરફેણ કરનાર પુરૂષ ઇનામ જીતી ગયા હતા. વળી દીલ્લીના પ્રદર્શન વખતે લોર્ડ કર્ઝને સઘળા દેશી રાજા મહારાજાઓને પિતાને મહેલ શણગારવા માટે જોઈતુ ફરનીચર ખુદ હીંદુસ્તાનમાંથી સ્વદેશી બનાવટનું લેવા આગ્રહપૂર્વક ભલામણ કરી હતી. આ સઘળું ધ્યાનમાં લઈ આપણે આપણી સ્થિતિ અનુસાર ખર્ચ કરવો જોઈએ કે જેથી આપણને અને દેશને લાભ થાય. વિલાયતી વિલાસમાં ફેશનબાઈ ખલાસ” એ ઘાટ જોઈએ નહિં. ઉપર જે સઘળા રીવાજે જણાવ્યા તે સિવાય કઈ કઈ રીવાજે અમુક પ્રાંત અગર
દેશમાં જ પ્રચલિત હશે, તે બાબત વિવેચન કરવાનું બની થયું ઉપસંહાર, નથી પરંતુ સર્વ સામાન્ય જણાતા રીવાજે જણાવવામાં આવ્યા
છે. આ સઘળા રીવાજો સામટી રીતે લેતાં નિર્મળ કરવાને માટે જ્ઞાતિના અગ્રેસરે ઉપર જોખમદારી આવી પડે છે. કારણકે જ્ઞાતિના હિત અગર અહિત, ભલાં અગર બુરા માટે તેઓ જ જવાબદાર છે. જ્ઞાતિને-કમને લાભકારક હોય તેવા રીવાજો દાખલ કરવાના, નુકશાનકારક જણાતા હોય તેવા રીવાજોને સને ૧૮૧૮ના જરીપુરાણા એક એકટને આધારે કોઈપણ તપાસ ચલાવ્યા વગર એકદમ દેશવટો આપવાના કાર્યને હાથ ધરવાનું પણ તેઓએ જ કરવાનું છે.
જ્ઞાતિને કેળવાયેલ વર્ગ પણ પિતા તરફને હીસ્સો આપી આ મહાન કાર્યમાં તેમને મદદ કરવાને તૈયાર રહે છે. તેઓએ સમજવું જોઈએ કે “અધેકી હાર ચલી જય દાતાર' જેવું હવે લાંબે વખત નિભાવી લઈ શકાય તેમ નથી. તેમાં લાભ પણ નથી. આવા મહાન કાર્યોના જ્ઞાતિને લાભ થાય તેવી રીતે થવા જોઈતા નીવેડા ઉપરજ તેઓનું અગ્રેસર આધાર રાખે છે. મામા મસીઆઈને (Nepotism) સમય હવે નથી. પક્ષપાત બુદ્ધિથી કરવામાં આવતા ચુકાદાને જ્ઞાતિજને પહેલાંની માફક માન આપે તે વખત હવે નથી. જ્ઞાતિઓના મુખીઓના આપખુદ કૃત્ય સામે અવાજ ઉઠાવવાનું કાર્ય સાધારણ થઈ પડ્યું છે. આ બળને યુગ નથી પણ ન્યાયને યુગ છે. દેલતથી જ આગેવાન થવાને સમય હવે રહ્યો નથી. સહવર્તન, બુદ્ધિ અને બીજી અનેક ગુણ ધરાવનાર લાયક પુરૂષને જ જ્ઞાતિજને પિતાના આગેવાન તરીકે સ્વીકારવાનું પસંદ કરે છે,