________________
૨૪૬ ]
જૈન કોન્ફરન્સ હરડ.
[ સપ્ટેમ્બર
આ સુધારા વધારાના સમયમાં–પૂર્વ અને પશ્ચિમના ઉદાત્ત વિચારોના સંક્રાન્તિ કાળમાં જ્ઞાતિ બંધુઓ સુધારણની મોટી મોટી આશાઓ બાંધે છે. અને તેને સફળ કરવાનું આગેવાનનું કર્તવ્ય છે. આ રીવાજોના સંબંધમાં જુદી જુદી જ્ઞાતિના આગેવાન તરફથી ઠરાવ કરવામાં આવે નહિ ત્યાં સુધી કેળવાયેલ વર્ગે તેને માટે પોતાના પ્રયાસમાં ભસ્યા રહેવાની જરૂર છે. સભા, મંડળ તેમજ અન્ય સંસ્થાઓ આ બાબત ઘણું કરી શકે તેમ છે. આ કાર્યને માટે ખાસ વોલન્ટીયરો (સ્વયંસેવક) તૈયાર કરી તેઓ દ્વારા ઉપદેશ અપાવવાની જરૂર છે. દૂર કરવા ગ્ય–વર્જવા યોગ્ય રીવાજોનું લીસ્ટ તૈયાર કરી તસંબંધમાં ચોકસ નિયમ બાંધી પ્રત્યેક વ્યકિતની કબુલાત મેળવવાની જરૂર છે. તેવી કબુલાત આપનાર ગૃહસ્થને જ જુદી જુદી સભાઓએ પિતાના મેમ્બર તરીકે ચાલુ રાખવા, તવિરૂદ્ધ વર્તન કરનાર સભાસદે થવાને, ચાલુ રહેવાને નાલાયક છે એમ ચોકસ સમજવું જોઈએ. એક વખત જણાવી ગયા તેમ આ કાર્યમાં કોઈના ખીસ્સા ઉપર કાપ મેલવાનો નથી. બલ્ક સારી જેવી રકમનો બચાવ થવાનો છે અને તેવા જરૂરી કાર્યમાં આપણે આપણી કરકસરથી કાર્ય કરવાની ટેવને (Economical habits) ઉપયોગ કરવાનું છે. આથી આપણે કાંઈ કંજુસ કહેવાઈશું નહિ. ઘરમાંથી કચરો પૂજે દૂર કરી સ્વચ્છ રાખવાનું છે. તેવી જ રીતે જ્ઞાતિમાં દાખલ થયેલા કચરા પૂજારૂપ અનિષ્ટ રીવાજોને નાબુદ કરવાની જરૂર છે. એક દેશમાં અમુક સમયમાં જે રીવાજ માન્ય ગણાતો હોય તે રીવાજ અન્ય દેશમાં સમય બદલાતા જમાનાના ફેરફારને લઈને અમાન્ય લાગે તે તેથી આપણે અજાયબ થવાનું નથી.
પ્રાન્ત એટલું જ કહેવાનું રહે છે કે આપણું પૂજ્ય મુનિ મહારાજેએ વ્યવહાર શુદ્ધિને કેટલેક અંશે ધાર્મિક ઉન્નતિને હેતુ ગણ સમ્યમ્ દષ્ટિ જેના લાભ ખાતર હાનિકારક રિવાજો બંધ કરવાને વખતે વખત ઉપદેશ વ્યાખ્યાન ધારાએ આપતા રહેવાની જરૂર છે. તેઓની મદદ આપણને અસાધારણ રીતે ઉપયોગી થઈ પડશે. પ્રસિદ્ધ વકતાઓએ પિતાના વાકચાતુર્યને આ દિશા તરફ વલણ આપવાની જરૂર છે. ઉપદેશક ભાષણની તાત્કાલિક અસર
તાજને ઉપર એવી સારી થાય છે કે તેને લાભ લઈ તે વખતે જ તેઓ પાસેથી કબુલાત મેળવવી લાભકારક થઈ પડશે. મહાન કેન્ફિરન્સે પિતાના માનાધિકારી તેમજ પગારદાર ઉપદેશકોને આ કાર્ય માટે વિશેષ તૈયાર કરવાની જરૂર છે તથા શ્રેયસ્કર મંડળ તથા અન્ય સંસ્થાઓ તરફથી ફરતા પરીક્ષકોને પણ આ સવાલ હાથ ધરવાની ભલામણ કરવી જોઈએ.
આ સંબંધમાં અન્ય ગૃહસ્થા તરફથી પણ એટલું બધું લખાયું છે, બેલાયું છે, ચર્ચાયું છે કે આ પ્રયાસ તદન સામાન્ય તથા પિષ્ટપેષણ જેવો લાગશે, પરંતુ વિષયની ગહ. નતા, ઉપયોગિતા જેમાં તે નિરર્થક સમજાતો નથી. રહેવાનું એવે સ્થળે બન્યું છે કે જ્યાં જોઈતા પુસ્તકે મળી શકે નહિ. અને તેથી તેવા કેઈ પુસ્તકોના આધાર અગર તેમાંથી ઉતારા વિષયને પુષ્ટ કરવા માટે, તઅંતર્ગત રહેલી દલીલેને પ્રતિપાદન કરવા માટે લેવાનું જરૂરનું કઈ તરફથી ધારવામાં આવતું હોય તે તેમ કરવું બની શક્યું નથી, તેને માટે તથા ધમ વિરૂદ્ધ કઈ વિચાર પ્રદર્શિત થયો હોય તે તેને માટે ક્ષમા યાચવામાં આવે છે.
એમ શાન્તિઃ