________________
જૈન કોન્ફરન્સ હેરડ.
,
[ સપ્ટેમ્બર,
રાજા આહણુદેવ આ પ્રમાણે જૈન હોવાની માહિતી આપણને મળે છે. નાડેલ પ્રાચીન જૈન તીર્થોમાંનું એક છે. આપણે વખતો વખત તીર્થમાળાના સ્તવનમાં નાડુલાઈ યાદવે, ગોડિ સ્તરે,
શ્રી વરકાણે પાસ તીરથ તે નમુંરે.”
-તીર્થમાળા સ્તવન – એમ ગાઈએ છિએ, એ નાડુલાઈ એ આ નાડેલ.
શ્રી વીરાત સાતમા સૈકાના પૂર્વાર્ધમાં શ્રી સુધર્મા સ્વામીની પાટે ૧૦ મા યુગપ્રધાન શ્રી માનદેવસૂરિ થયા; તેમણે આ નાડેલ નગરમાં લઘુશાંતિસ્તવન રચ્યું હતું. આના સંબંધમાં શ્રીમદ્ આત્મારામ પ્રકાશે છે કે – - શ્રી પ્રદ્યોતનસૂરિકે પાટ ઉપર શ્રી માનદેવસૂરિ હુયે; ઈનકે સરિપદ સ્થાપનાવસરમેં દેને સૉપર સરસ્વતી ઔર લક્ષ્મી સાક્ષાત દેખકે યહ ચારિત્રસે ભષ્ટ હે જાડેગા? ઐસે વિચાર કરકે ખિન્ન ચિત્ત ગુરૂક જાનકે ગુરૂકે આગે ઐસા નિયમ કરા કિ–ભકિતવાલે ઘરકી ભિક્ષા ઔર દૂધ, ઘત, મીઠા, તેલ અરૂ સર્વ પકવાન ત્યાગ કિયા, તબ તિનકે તપકે પ્રભાવનેં નડેલપુર જે પાલીકે પાસ હૈ તિસમે ૧, પદ્મા, ૨, જયા, ૩. વિજયા, ૪. અપરાજિતા, એ ચાર નામકી ચાર દેવી સેવા કરતી દેખી, કોઈ મૂર્ખ કહેને લગા કિ એ આચાર્ય શ્રીકા સંગ કર્યો કરતા હૈ? તબ તિન દેવિયેને તિસકે શિક્ષા દિની, તથા તિસકે સમયમેં તિક્ષિલા (ગજની) નગરીમેં બહુત શ્રાવક થે હિનમેં મરીકા ઉપદ્રવ હઆ તિસક શાંતિ કે વાસ્તે શ્રી માનદેવસૂરિને નડેલ નગરીસે શાંતિ સ્તંત્ર બનાકર ભેજા.”
આ નડલ નગરના શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં પ્રસ્તુત શિલાલેખ છે. આ શહેર પ્રાચીન હોવાથી ત્યાંથી આસપાસમાંથી જીન પ્રતિમા વખત પરત્વે મળી આવે છે. સં. ૧૮પ૭ ના વૈશાખ વદ ૨ રવિવારે આ ગામના દક્ષિણ ભાગમાં મહાત્મા ગેરછની, પિશાળમાંથી સુકાઈ ગયેલા એક વૃક્ષને કાઢી નાખવા માટે જમીન ખોદતાં મુકરાત આરસની શ્વેતવણી મૂર્તિઓ (૧૫) નિકળ્યાની વાત શ્રી જૈનધર્મપ્રકાશમાં પ્રસિદ્ધ થઈ હતી.
શ્રી વિમલનાથ, શાંતિનાથ, સંભવનાથ, સુમતિનાથ, અને સુવિધિનાથની પ્રતિમાઓ આમાં હતી અને તેની પ્રતિષ્ઠા થયાને લેખ સં. ૧૫૩૦ મહાવદ ૨ ને છે. વળી આમાં શ્રી શાંતિનાથજી તથા અછતનાથજીની એમ બે પ્રતિમા કાત્સર્ગ મુદ્રામાં છે, તે પર લેખ સં. ૧૩૨૬ ને છે, અને તેની પ્રતિષ્ઠા શ્રી ધર્મચંદ્રસૂરિએ કરી છે. તેમજ એક મૂર્તિ શ્રી પ્રદ્યુમ્નસૂરિ કે જે શ્રી સુધર્માસ્વામીથી ૩૩ મી પાટે થયા, તેના શિષ્ય શ્રી શાલિભદ્રની છે; જેની પ્રતિક પણ શ્રી ધર્મચંદ્રસૂરિએ સં. ૧૩૩૫ માં કરેલી છે.
આમ શિલાલેખોથી બહુ જાણવાનું મળી આવે છે. ઐતિહાસિક શોખ ધરાવનારાઓને તે આ બહુ રમણીય પ્રદેશ છે; આ નિવઘ ક્ષેત્રમાં વિહરવાથી એઓને આનંદ અને ધર્મ સેવાને લાભ મળે એમ છે. ઇતિ તા. ૧૮-૭-૦૮ રવિ. 3 લીટ મનસુખ વિ. કીરતચંદ મેહતા
–મેરી