________________
૨૪૨
જન કેન્ફરન્સ હેરલ્ડ.
[[ સપ્ટેમ્બર
પ્રાચીન શિલાલેખેની ઉપયોગિતા.
(પ્ર.—મનસુખ વિ૦ કરતચંદ મહેતા–મોરબી) પ્રાચીન શિલાલેખ આદિની શોધખોળ અંગે શ્રી કેજરજો ઠરાવ કર્યો છે, એ કેવળ વ્યાજબી કર્યું છે. એ ઠરાવ અનુસાર યોગ્ય શોધખોળ કરવામાં આવે, તો જૈન ઈતિહાસ ઉપર સારૂં અજવાળું પડે એમ છે. પુરાતન ખંડિયેરે અને શિલાલેખ અંગે ડાકતર જે. ઍફ. ફલી (Dr. J. F. Fleet) તથા જનરલ કન્નહામ (General Cunningham)–એ વગેરેએ બહુ સારી શોધખોળ કરી છે. આ શોધખે છેને વિગતે B484144 Gupta Inscriptions by Dr. Fleet (51547 sellel on Randal) 24a Reports of Archæological Researches by General Cunningham (કબીંગહામ સાહેબના પ્રાચીન શેધળોને રીપોર્ટ) માં આપેલ છે. એમાં શિલાલેખોના ફેટોલી પણ આપેલા છે. પ્રાચીન જીનમંદિર, પ્રતિમાઓ, અને ઐતિહાસિક બીના ઉપર પ્રકાશ પાડનાર શિલાલેખ અંગે એ પરથી જૈન ઇતિહાસમાં હિત લેનારને ઘણું જાણવાનું મળી શકે એમ છે. ઉપરાંત Indian antiquary ની જુની ફાઇલો વગેરે પરથી ઘણું જાણવાનું મળે એમ છે. એ શોધખોળ કરનારાઓએ એ રીતે જૈન કમપર ઉપકાર કર્યો છે. ઉપર જણાવેલા શોધખોળ કરનારા આદિ ઉપરાંત અને સૌરાષ્ટ્રમાં શાસ્ત્રી વલ્લભજી હરિદ-તે પણ ગીરનાર આદિના શિલાલેખ શોધી ઐતિહાસિક પ્રકાશ પાડ્યા છે. આપણે ધર્મબંધુ શ્રી દાલતચંદ બરેડીઆએ પણ પિતાના ગિરનાર મહામ્યમાં તથા આ પત્રમાં શિલાલેખો સંબંધી સારૂં વિવેચન કર્યું છે. હજી આ અંગે વિશેષ થવાની જરૂર છે.
શિલાલેખોની શોધથી જેમ કેટલીક અવનવી ઐતિહાસિક બાબતે જાણવાનું બની આવે છે, તેમ કેટલાક ધર્મ સંબંધી વાંધા-વિરેાધ-મતભેદનું નિરાકરણ થઈ શકે છે; એવાં નિરાકરણ અર્થે શિલાલેખ સાક્ષી-પુરાવાની ગરજ સારે છે. ગઈ સાલમાં જ પૂર્વ હિંદમાં મેહબાની ખાણનું ખોદકામ ચાલતાં બે જન પ્રતિમાઓ હાથ લાગ્યાનું દિગંબરી ભાઈઓ તરફથી પ્રસિદ્ધ થતા માસિક Jain Gazette (જૈન ગેઝેટ) માં પ્રસિદ્ધ થયું છે. એક પ્રતિમા ઉપર વિ. સં. ૮૨) ને અને બીજી ઉપર વિ. સં. ૧૧૦) ને લેખ છે. આ મળી આવેલી પ્રતિમાઓ સંબંધી શું થયું એ કાંઈ આપણે જાણતા નથી. એ પ્રતિમા શ્વેતાંબરી સંપ્રદાયની છે કે દિગંબરીની, એ નક્કી થયું કે નથી થયું, એ પણ આપણે જાણતા નથી. એ પ્રતિમાઓ કયાં સંપ્રદાયની છે અને એ સંબંધી શું વ્યવસ્થા થઈ એ અંગે કેન્ફરન્સ ઓફીસ તરફથી પુછાવવાની જરૂર છે. વિ. સં. ૮૨) વાળી પ્રતિમા કયા સંપ્રદાયની છે એ નક્કી થઈ શકે, તે શ્વેતાંબર અને દિગંબરો પિતપોતાના સંપ્રદાયની ઉત્પતિ સંબંધી જે તારીખ રજુ કરે છે, તેમાંથી કઈ સાચી એને નિવેડો આવી શકે. વળી એથી પણ પ્રાચીન પ્રતિમાઓ વિધમાન છે, તથાપિ આ પ્રતિમાઓ પણ સ્થાનકવાસી ભાઈઓને પુરાવારૂપે દેખાડી શકાય કે પ્રતિમા આરાધક માર્ગ શુદ્ધ સનાતન છે; પ્રતિમાઓ હતી, તો તેને વિરાધક સંપ્રદાય ઉત્પન્ન થયે; પ્રતિમા આરાધક માર્ગ પ્રથમ ન હોય તો તેને વિરાધક માર્ગ કયાંથી ઉભે થાય? આ વગેરે અંગે શિલાલેખ બહુ ઉપયોગી છે.