________________
૨૪૦].
જન કેન્ફરન્સ હેરલ્ડ ,
[ સપ્ટેમ્બર
પાંજરાપોળના મકાને સાફ રાખવાની ઘણું જરૂર છે. આ અગત્યની બાબત ઉપર પણ કેટલીક જગ્યાએ ઘણું થોડું ધ્યાન આપવામાં આવે છે. કેટલીક જગ્યાએ તે કલાકે અને દિવસે લગી જનાવરેને પિતાની લીદ અને પિસાબાર પડ્યું રહેવું પડે છે અને તેવી ગંદકીથી મિશ્રિત થયેલું ઘાસ ખાવું પડે છે. હમેશાં દિવસમાં બે વખત પાંજરાપોળના મકાને સાફ કરવાં જોઈએ.
પાણી હમેશાં ગાળેલું સ્વચ્છ પાવું જોઈએ. પાણી પીવાની કુંડી દરરોજ ખાલી કરી સાફ કરવી જોઈએ.
અપૂર્ણ.
કોન્ફરન્સના માનાધિકારી ઉપદેશકે.
હમણા એવી અફવા ઉડી છે કે શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના માનાધિકારી ઉપદેશક કોન્ફરન્સના નામે લેક પાસેથી પૈસા ઉચાપત કરે છે, તેઓ સ્વહસ્તે માન ભાગે છે, પ્રજાને પ્રેરી હેમની પાસેથી શિરપાવ મેળવે છે, વગેરે વગેરે. તેવી અફવાને આવકાર આપનાર, હેને ઝીલી લેનાર–તે હકીકત સત્ય માનનારને અમે પૂછીશું કે જે તે બાબત ખરી હોય તે હેમણે હિંમત ધરી બહાર આવવું, અને તે સંબંધી કોન્ફરન્સની મુંબઈ હેડ ઓફીસને ખબર આપવી. તેવા વેશધારી એનરરી ઉપદેશકેનાં નામ, ઠામ, જણાવવાં. સત્ય કહેતાં શા માટે આંચકે ખાવો જોઈએ! મુંગે મેંઠે બેસી રહેવાથી-ચુપકી ધારણ • કરવાથી દાદ કેવી રીતે મળી શકે? ઉપરની અફવાને માત્ર અનુમોદન આપનાર તરફ અમે
શોકની દષ્ટિથી જોઈશું, કારણ કે તેથી કેન્ફરન્સ જેવી મહાન સંસ્થાના લાભને ધક્કો પહોચવાને સંભવ છે, અને તે એટલા માટે કે સુકા જોડે લીલું બળે છે. એ બનવાજોગ છે કે કેટલાક કે જેઓને કેન્ફરન્સ તરફથી કઈ પણ સત્તા મળી ન હોય તે પણ માનાધિકારી ઉપદેશક તરીકેને કુંડ પકડી ન છાજે તેવી વર્તણુથી વર્તે અને હેમની જોડે અમારા તન, મન, અને ધનથી વખતને ભેગ આપી કામ કરનાર કોન્ફરન્સના ઉદેશને બર આણવા ગામેગામ વગર પિસે, વગર પગારે, બીન એંગત લાભે રખડનાર માનાધિકારી ઉપદેશકે નિંદાય. આથી પરિણામ એ આવે કે હેમને ઉત્સાહ મંદ પડે.
- ઉપરની અવને વધાવી લેનારને અમે પૂછવાની રજા લઈશું કે ડોળઘાલુ, સ્વાર્થસાધક વક્તઓને શું કેન્ફરન્સથી નીમાયેલા માનાધિકારી વકતાઓ માનવા? શુ તેવા દંભીઓની વર્તણુક માટે કોન્ફરન્સ જવાબ આપવા બંધાએલી છે? કેન્ફરન્સથી નીમાએલા માનાધિકારી ઉપદેશક અમે હેમનેજ કહીશું કે જેઓનાં નામ હેરલ્ડમાં જાહેર કરવામાં આવ્યાં છે. બાકીના માટે કોન્ફરન્સને લેવા દેવા નથી. આવું અમે હેરલ્ડ દ્વારા પિકારી પિકારીને કહ્યું છે. અત્રે અમે પુનઃ લખવાનું ઉચિત ધારીશું કે જે ગૃહસ્થોનાં નામ “હેર ના ગત માસના અંક ૮. ભામાં લખવામાં આવ્યાં છે અને હવે પછી લખવામાં આવે તેને જ કેન્ફરન્સ તરફથી નીમાએલા ઉપદેશકો તરીખે ગણવા.
- સવિનય જણાવવાનું કે અમારા પગારદાર, ભાનાધિકારી, તેમજ કેન્ફરન્સને નામે જેને કોમના હિતાર્થે ઉપદેશ કરનારા ઉપદેશકોને કોઈ પણ જાતની બક્ષિશ, ભેટ, ઈનામ, યાત પિસા કેઈપણ ગૃહસ્થ આપવા નહી, કારણ કે કોન્ફરન્સ હેમને તે લેવાને અધિકાર આપતી નથી.