________________
૨૩૮ )
જૈન કોન્ફરન્સ હેરલ્ડ.
[ સપ્ટેમ્બર
રાજકેટ પાંજરાપોળને રિપોર્ટ.
તા. ૨૫-૭-૦૯ ને જ અત્રેની પાંજરાપોળ અમારા ઈન્સ્પેકટરે તપાસી છે. મકાનની સગવડ સર્વોત્તમ છે. તે નદીકાંઠે ખુલી હવામાં છે તેથી વિશેષ સગવડતાવાળું છે. તેમાં મેટા પણ સારી સગવડતાવાળા તબેલાઓ છે. હવા આવવાને માટે જાળીઓ, તથા ઘાસ રાખવા માટે મોટા ઓરડાઓ છે. ટુંકામાં મકાન સારૂં અને સગવડતાવાળું છે. પાંજરાપોળ બંધાવનારાઓને ખાસ એક વખત આ પાંજરાપોળનું મકાન જોવા ભલામણ કરવામાં આવે આવે છે. જનાવરેને પાણી પીવા માટે કુંડીઓ છે અને તે રોજ સાફ કરવામાં આવે છે. દવા પણ કાળજીપૂર્વક કરે છે. આ પાંજરાપોળની જે સારી સ્થિતિ જોવામાં આવે છે, તે મુનીમ મી. અમરચંદભાઈને આભારી છે. અહિંના લેકને કેળવણીનો પ્રચાર સારે છે પણ ધાર્મિક શિક્ષણ બીલકુલ નહેવાને લીધે અને કુસંપ હોવાથી, અને. પાંજરાપોળ તરફ લાગણી ન હોવાને લીધે પાંજરાપોળને લાગતું નથી. તેને લીધે આવક ઘણી ડી છે. સર્વે સગવડતા, પણ નાણાની અગવડતા છે. સ્ટેટ તરફથી રૂ. ૫૦૦ મળે છે. વરકન્યા પરણતી વખતે અમુક લાગે લેવાય છે. તે સિવાય પરચુરણ આવક ઘણી થડી છે. ખર્ચ લગભગ ૩ થી ૪ હજાર સુધીનું છે. શક્તિવાન જનાવરોને ભાડેથી ફેરવવામાં આવે છે. એમ કરી મુશ્કેલીથી ખર્ચ ચાલે છે. વાર્ષિક હિસાબ છપાય છે. ખાસ કરીને પાંજરાપોળને નાણાંની અગવડ છે. મદદ કરવાની ખાસ જરૂરીઆત છે,
મોરબી પાંજરાપોળને રિપોર્ટ.
અમારા તરફથી કરતા પાંજરાપોળ ઇન્સ્પેકટરે તા. ૧૮-૭-૮ ને રોજ અત્રેની પાંજરાપોળ તપાસી છે. પાંજરાપોળના ઢેર રાખવાના મકાનમાં કેટલીએક જગાએ ખાડા પડી ગયા છે, અને તે તુરતમાંજ સુધારવાની જરૂર છે. જે જગાએ હાલ જનાવરને રાખવામાં આવે છે તેમાં અંધારું ઘણું છે. ટુંકામાં મકાનની હાલન સારી અને સગવડતાવાળી નથી, અને તે ઉપર પાંજરાપોળના સેક્રેટરીનું ધ્યાન ખેંચવામાં આવે છે. વળી પાંજરાપળમાં રાખવામાં આવતા ઢેરેનું પત્રક રાખવાની જરૂર છે. પાંજરોલના જે ઢેરે મરણ પામે છે, તેનું ચામડું દરબારમાં લઈ જવામાં આવે છે અને તેનું ભેગું થતું ખાતર વેચી નાખવામાં આવે છે. તેના માવજત કરનારાઓની ખામી છે, એમ જણાય છે. આ પાંજરાપોળની વાર્ષિક આવક રૂ. ૧૦૦૦૦ ની છે અને ખર્ચ પણ તેટલું જ છે. પાંજરાપળને હીસાબ સંતોષકારક છે. એ સીલક ત્રીજાને ત્યાં રહે છે, અને જ્યારે જોઈએ ત્યારે
ડી ડી મોકલવામાં આવે છે. માંદા જનાવરોની સારવાર કરવામાં આવે છે પણ જોઇએ તેવી નહી. સ્ટેટ વેટનરી સરજન એક વખત તપાસી જાય છે અને તેના બદલામાં અમુક રકમ આપવામાં આવે છે.